________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) उशीरं सैंधवं हिंगु मूलमेरंडसंभवम् । वातशूलं निहन्त्येव भुक्तं तप्तेन वारिणा ॥ २५ ॥ मंदारमूलिकाचूर्ण भुक्तं दुग्धेन निश्चितम् । वातशूलहरं देवि शूलं वा कर्णगं रवौ ॥ २६ ॥
૧ સંચળ, હરડે, હિંગ, અજમોદ, સિંધવ, સાજીખાર, જવખાર, એ સર્વને સમાન લઈ તેનું ચૂર્ણ કરી પાણી સાથે ફાકવાથી શુળ મટે છે.
૨ સંચળ, જીરૂ, આશ્લેવેલસ, એ ત્રણ ઔષધે એક એક તેલ લેવાં; મરીનું ચૂર્ણ બે તોલા લેવું; પછી એ સર્વને સારા પાકા બીજોરાના રસમાં ભાવના આપવી. એ ચૂર્ણ પાણી સાથે પીવાથી વાયુનું શૂળ મટે છે.
૩ દીવેલાનું મૂળ, ધાણા, બીડલવણ, સંચળ, સહા (?) હીંગ, એ ઔષધેનું ચૂર્ણ પાણી સાથે પીવાથી શળ અને ભારે ગુલ્મ (ગોળ) ચઢતો હોય તે તે પણ મટી જાય છે.
૪ સંચળ, આશ્લેસ, બિડલવણ, સિંધવ, અતિવિખ, શુંઠ, પીપર, મરી, એ સર્વ સમાન લઈ તેનું ચૂર્ણ કરીને બીજેરાના રસમાં નાખીને ખાવાથી ભારે ગેળો તથા શળ મટે છે. - ૫ ધોળા એરંડાનું મૂળ, હિંગ અને સિંધવ, એ સર્વને સમાન લઈ તેનું ચૂર્ણ કરીને ગરમ પાણી સાથે ખાવું. એ ઔષધ વાયુનું શુળ મટાડવામાં શ્રેષ્ઠ છે.
૬ વરણવાળ, સિંઘવ, હિંગ, દિવેલાનું મૂળ, એ ઔષધનું ચર્ણ ગરમ પાણી સાથે ખાવાથી વાયુનું શળ ખસૂસ મટે છે.
૭ મહાદેવ પાર્વતીને કહે છે કે હેદેવી, રવિવારે આકડાનું મૂળ લાવીને તેનું ચૂર્ણ કરીને દૂધ સાથે પીવાથી વાયુનું શૂળ મટે છે તથા કાનનું શૂળ પણ નિશ્ચય મટે છે.
પિત્તળનું લક્ષણ नाभिमूले खरं शूलं दाघो देहे हृदि व्यथा । पित्तशूलस्य विशेयं लक्षणं सुविचक्षणैः ॥ २७ ॥
For Private and Personal Use Only