________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) લાળી મૂકીને તે ચૂર્ણ આંખે આંજવાથી) આંખની બે પાંપણે એ ચીપડાં બાઝતાં હોય તે મટી જાય છે.
૨. હળદર, નિળીનું ફળ, પીપર, આમળાં, એ બધાને શિલારસમાં વાટીને તેની વાટ બનાવવી. એ વાટનું અંજન કરવાથી નેત્રના રોગ મટે છે.
૩. ઘેળા દિવેલાનાં મૂળ તથા પાંદડાં બકરીના દૂધમાં નાંખી તે દૂધને અગ્નિ ઉપર ગરમ કરી તેના વડે આંખને બાફ આપવાથી વાયુ સંબંધી આંખની પીડા શમે છે.
૪. ચંદન એક તેલ, સિંધવ બે તેલા, હરડે ત્રણ તલા, અને પારસ પીંપળાને રસ ચાર તોલા, એ પ્રમાણે લેઈને તેનું અંજન આંખમાં આંજવાથી પડળ, ફૂલ, નીલી નાશ પામે છે.
૫. ખાખરના રસમાં કરંજનાં બીજ, વાટીને તેની વાત બનાવી આંજવાથી ઘણું કાળથી આંખમાં પડેલું ફૂલ નાશ પામે છે.
૬. બકરાના મૂત્રમાં ભદ્રથ, ઘસીને આખે આંજવાથી ઘણા કાળનું આંખમાંનું ફૂલ અથવા રતાશને દૂર કરે છે.
૭. ધેળા અઘાડાનું મૂળ, ચોખાના ધાવણમાં ઘસીને તેને સુંઘવાથી જેમ વાયુથી વાદળું વિખેરાઈ જાય છે તેમ, આંખમાંનું પડળ તરતજ જતું રહે છે.
. ભાંગરાનાં મૂળને તેલમાં કકડાવીને તે તેલ ગાળી લેવું. એ તેલ, સિંધવ, અને તુષાદક,* એ ત્રણને ત્રાંબાના વાસણમાં ઘસીને આંખમાં ભરવાથી આંખે ઘણું ચીપડાં બાઝતાં હોય તે મટી જાય છે.
૯ જટામાંશી તથા લીમડાનાં પાંદડાંને રસ મેળવીને આંખે આંજવાથી આંખમાં બાઝી ગયેલા લોહીને તેડે છે.
* છેડા સહિત જવને કચરીને પાણીમાં આથી મૂકવા. આ આથેલા પાણીને તુષાદક કહે છે.
For Private and Personal Use Only