________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૭) થાય તેને લેવીને તેમાંથી માખણ કાઢવું. એ માખણને નિત્ય કાને લેપ કરવાથી કાને વધે છે એમાં શક નથી.
૧૧. આસંધ, લેધર, અને ગજપીપર, એ ત્રણે સમાને ભાગે લેવાં. પછી તે ચણથી ગણુ પાણી લઈને તેમાં એક ભાગ જેટલું તલનું તેલ નાખવું. પછી તેલ શેષ રહે ત્યાં સુધી દેવતા ઉપર મૂકી તેને પાક કર. તે તેલ ગાળી લઈને તેને લેપ કરવાથી સ્તનની વૃદ્ધિ થઈ તે સ્થલ થાય છે, તથા કાનની બૂટો પણ મોટી થાય છે.
૧૨. ભીલામાં, દાડમની છાલ, તથા રીંગણીનાં મૂળ, એ ત્રણને સરસિયા તેલમાં પકવ કરીને તે તેલને લેપ કરવાથી કાનની બૂટો વધે છે.
૧૩. ઉપલેટ, આસધ, અને ગજ પીપરનું ચૂર્ણ કરીને તેને ભેંશના માખણમાં પકવ કરવું. પછી તે માખણને ગાળી લઈને તેને લેપ કરવાથી કાનની બૂટ ઘણી વધે છે તથા સ્તન કઠણ અને મેટા થાય છે.
૧૪. રીંગણ અને દુલરી (ભેંયરીંગણી ?), એ બે સાથે આસંઘ મેળવીને તે સહુને પાણીમાં વાટી તેને લેપ કરવાથી કાન તથા સ્તનની વૃદ્ધિ થાય છે.
૧૫. કાનની પાળ પાકતી હોય તો તે ઉપર કઠાના સૂકા ગર્ભનું ચૂર્ણ અને તેલ મેળવીને ચોપડવું અને પછી તે ઉપર ધવા (ધાવડી ?)નું ચૂર્ણ દાબવું. તેથી તે રૂઝાઈ જાય છે.
૧૬. શુંઠ અને રાઈનું ચૂર્ણ કરીને તેમાં ઘરનો ધૂમસ મેળવી તે બધું આકડાના વાસણમાં નાખવું. પછી તેમાં ઘી અને છાશ મેળવીને તેને લેપ કરવાથી કાન પાકત મટે છે.
For Private and Personal Use Only