________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬) शुंठीराजिकयोश्चूर्ण गृहधूमोर्कभाजने।
घृतं तक्रान्वितं लेपानिर्बणां कुरुते श्रुतिम् ॥ ३५ ॥ ૧. આદાનો રસ અને સિંધવ કાનમાં મૂકવાથી કાનનું શૂળ મટે છે.
૨. નંદ્યાવર્ત (?) તથા ખાખરના મૂળને દાંતથી ચાવીને તેની લાળ કાનમાં મૂકવાથી કાનમાં બગવા પડ્યા હોય તે નાશ પામે છે.
૩. આકડાના પાનના રસમાં તેલ પકવ કરીને કાનમાં મૂકવાથી કાનના ચસકા મટી જાય છે.
૪. કાનમાં અવાજ થતું હોય તે તે મટવા માટે લસણનો રસ કાઢીને તેને સહેવાય તેટલે ગરમ કરીને કાનમાં મૂક.
૫. તાંદળજાનો રસ કાનમાં પૂરવાથી કાનમાંનું પરૂ નાશ પામે છે.
૬. મુશલી તથા બાવચી સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ એક તેલ ખાવાથી બહેરાપણું મટી જાય છે.
નિર્મનીનાં ફળ, સરગવાનું છડું, તથા સિંધવ, એ સહનું ચૂર્ણ કરીને તેને કાંજીમાં વાટવું પછી તેને લગાર ગરમ કરીને કાનના મૂળ આગળ થયેલા ફેલ્લા ઉપર ચોપડવું, તેથી તે મટી જાય છે.
૮. મુશલીકદનું ચૂર્ણ કરીને તેને ભેંશના માખણમાં મિશ્ર કરવું. પછી તેને એક માટીના વાસણમાં નાખી મુખ બંધ કરીને અનાજના ઢગલામાં મૂકી છાંડવું. સાત દિવસ વીત્યા પછી તે વાસણ કાઢીને તેમાંના ઔષધને લેપ કરવાથી કાનની પાળો વધે છે.
૯ આસંધ, વજ, ઉપલેટ, ગજપીપળી, એ સર્વે સમભાગે લઈ તેનું ચૂર્ણ કરી ભેંશના માખણમાં મેળવી તેને લેપ કરવાથી કાનની બૂટ વધે છે.
૧૦. ચણોઠીનું મૂળ તથા ફળ લેઇને તેનું ચૂર્ણ કરી ભેંશના દૂધમાં નાખવું અને પછી તે દૂધને આધરકવું પછી તેનું દહીં
For Private and Personal Use Only