________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪) ૧૦. કેસર અને ઘી એકત્રકરી સુંઘવાથી માથાની પીડા નાશ પામે છે.
૧૧. લીખે અને જાઓ—એક પસાભાર પાર લઈને તેને કાળાધંતૂરાના રસમાં અથવા નાગરવેલના પાનના રસમાં મર્દન કરો. પછી તે પારાવાળા રસને એક લૂગડાના કકડા ઉપર ચોપડ, તે લૂગડું માથે વીંટવું અને ત્રણ પહોર સુધી રહેવા દેવું. એમ કરવાથી લીઓ સહિત તમામ જૂઓ માથામાંથી ખરી પડે છે, એમાં સંશય નથી.
૧૨. જાઈનાં ફૂલ, પાંદડાં, મૂળ, તથા પીપર, એ સર્વને પીપ૨ તથા ગાયના મૂત્ર સાથે વાટવાં, અને તેને લેપ કરે. આ લેપ સાત દિવસમાં માથાના કેશને મજબુત કરે છે.
૧૩. શીંગડાં (?), ત્રિફળા, ભાંગરે, કાળું કમળ, લેઢાનું ચૂર્ણ, એ સર્વને સમાન ભાગે લઈને તેનું બારીક ચૂર્ણ કરીને તેમાં ચોગણું તેલ નાખીને પકવ કરવું. એ તેલ ચોપડવાથી કે સીધા હશે તથાપિ વાંકા અને મજબૂત થશે.
૧૪. ભીલામાં, રીંગણ, ચણોઠીનું મૂળ, ચણોઠીનું ફળ, એ સર્વનું ચૂર્ણ કરી તેને મધ સાથે લેપ કરવાથી માથે અસદા તાલ પડી હોય તો તે મટી જાય છે.
૧૫. ચણોઠીનું મૂળ અને ફળ, એ બન્નેનું ચૂર્ણ કરીને જોયરીંગણીના ફળના રસમાં મેળવીને લેપ કરવાથી અત્યંત દુઃસહ એવી તાલ પડી ગઈ હોય તે તાત્કાળ મટી જાય છે.
कर्णरोगाः
કાનના રોગનું નિદાન, करोति विगुणो वायुमलं संगृह्य कर्णयोः ।
सकफः पाकबाधीर्यशूलस्रावादिकान् गदान् ॥ १९ ॥ ૧. જોઈએ તે કરતાં વત્તો કે એ થયેલે કફસહિત વાયુ કાનના મેલને એકઠો કરીને કાનમાં પાક, બહેરાપણું, શૂળ, પરૂં વેહેવું, વગેરે રેગેને ઉત્પન્ન કરે છે.
For Private and Personal Use Only