________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩ ).
असृक्पूर्णा भवेत्कोष्णा गुर्वी सामा गरीयसी। लध्वी वहति दिप्ताग्नेस्तथा वेगवती भवेत् ॥ ४७ ॥
જે માણસના શરીરમાં લેહીને ભરા હેય, તેની નાડી લગાર લગાર ગરમ તથા ભારે હોય છે, આમવાળાની નાડી વધારે ભારે હોય છે, જઠરાગ્નિ પ્રદિપ્ત હોય તેવા માણસની નાડી હલકી, તથા વેગથી વહે છે.
सुखितस्य स्थिरा ज्ञेया तथा बलवती मता। .
चपला क्षुधितस्य स्यात्तृप्तस्य वहति स्थिरा ॥ ४८ ॥ જે માણસ સ્વસ્થ એટલે નીરોગી હોય તેની નાડી સ્થિર અને બળવાન હોય છે, ભૂખ્યા માણસની નાડી ચપળ હોય છે; તથા તૃપ્ત માણસની નાડી સ્થિર હોય છે.
અસાધ્ય નાડીનાં લક્ષણે. वातं पित्तं कर्फ चैव यस्यैकत्र समाश्रयेत्।
तस्य मृत्यु विजानीयादित्येवं नाडीलक्षणम् ॥ ४९ ॥
જે માણસની નાડીમાં વાત, પિત્ત અને કફનાં લક્ષણો એકઠાં જણાતાં હોય, તે માણસનું મૃત્યુ થવાનું છે એમ તેની નાડીની ગતિના લક્ષણ પરથી જાણવું.
स्कंधे च स्फुरते नित्यं पुनर्गच्छति चांगुलिम्।
असाध्या सा विनिर्दिष्टा नाडी दूरण वर्जयेत् ॥ ५० ॥
જે માણસની નાડી ઘણુ વખત સુધી ખભા ઉપર ધડકતી હિય અને વળી એકાએક આંગળી ઉપર જતી રહેતી હોય, તે તે નાડીને અસાધ્ય કહેલી છે, માટે તેવી નાડીવાળા રોગીની આશા છોડી દેવી.
मुखे नाडी वहेद्यस्य घ्राणे चैध न दृश्यते।
तस्य मृत्यु विजानीयात्स गच्छेद्यमसादनम् ॥ ५१ ॥
જે માણસની નાડી (શ્વાસ નાડી) મુખથી વહેતી હોય અને નાકમાંથી ન વેહેતી હોય, તે તેનું મૃત્યુ જાણવું; એ માણસ યમપુરીમાં જશે એમ સમજવું.
For Private and Personal Use Only