________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) જવી; ને તેમ છતાં પણ તે નાડી ધીમે ધીમે ચાલતી હોય તે તેને પિત્તકફની સમજવી.
क्षणे शीता क्षणे उष्णा क्षणे रिक्ता क्षणे भृता। ईशा वहते नाडी सनिपातं विनिर्दिशेत् ॥ ३८ ॥
જે નાડી ક્ષણમાં ઠંડી પડી જતી હોય અને ક્ષણમાં ગરમ થઈને વહેતી હોય, તેમજ જે ક્ષણમાં ખાલી સરખી અને ક્ષણ માં ભરેલી સરખી વહેતી હોય એવી નાડીને સન્નિપાતની નાડી કહેવી.
વાતરકતની નાડી. या च सर्पगतिर्नाडी या च मूषकगामिनी । याति मंदा च सूक्ष्मा च वातरक्त विदुर्बुधाः ॥ ३९ ॥
જે નાડી સાપની પેઠે વાંકી ચાલતી હોય તથા જે ઉંદરની પેઠે ઉતાવળી ચાલતી હોય, તેમજ જે મંદ એટલે જેર વગરની હોય તથા ઝીણી હોય, તેને ડાહ્યા પુરૂષે વાતરકતની નાડી કહે છે. મતલબ કે એ રોગીના શરીરમાં વાયુ તથા લેહીના બિગાડથી ઉપદ્રવ થયે છે, એમ જાણવું
सोष्णातिवेगा गहना स्फुरणे वृश्चिकोपमा । मूत्रकृच्छ्रे प्रमेहं च विस्फोटादीनिदर्शिनी ॥ ४० ॥
જે નાડી અતિશય ઉષ્ણ, અતિ વેગવાળી, તથા અતિ ગહન હોય, તેમજ જેને ધક્કારે વીંછીના આંકડાની પેઠે તડ તડ તડ. થયા કરતે હેય, તે તે નાડી મૂત્રકૃછું, પ્રમેહ, અને વિસ્ફોટક, વગેરે રેગેને ઓળખાવનારી જાણવી.
कामज्वर भये शोके उपसर्गेप्यजीर्णके।
नाडी मूर्जागतिं कुर्यात् ज्ञातव्यं च चिकीत्सकैः ॥ ४१ ॥ કામ સંબંધી તાવમાં, ભયમાં, શેકમાં, ભૂત વગેરેના વળગાડમાં અને અજીર્ણમાં નાડી મૂછ પામતી પામતી ગતિ કરે છે, અર્થાત્ નાડી ક્ષણમાં છેક નાશ પામ્યા જેવી થઈ જાય અને વળી વેગથી ગતિ કરતી માલમ પડે છે, એમ વિદ્યાએ જાણવું.
For Private and Personal Use Only