________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ ) ज्वरवेगोधिका तृष्णा प्रलापः श्वाससंभ्रमौ ।
मलप्रवृत्तिरुक्लेदः पच्यमानस्य लक्षणम् ॥ १२ ॥ પકવ થતા જવરનાં લક્ષણ–તાવ વધારે જોરમાં આવવા લાગે છે. તરસ ઘણું લાગે છે, રોગી લવારો કરે છે, તેને શ્વાસ થાય છે, ફેર આવે છે, ઝાડે ઉતરવા માંડે છે અને શરીરમાં ભિનાશ ઉપજે છે. આ લક્ષણે પથ્યમાન જ્વરનાં છે.
अन्नाकांक्षा शिरः कंडूः क्षवथुर्गात्रलाघवम् ।
प्रस्वेदो मुखपाकश्च ज्वरमुक्तस्य लक्षणम् ॥ १३ ॥ જવર મુકિતનાં લક્ષણ–રોગીને ખોરાક ખાવાની ઈચ્છા થાય છે, માથે ચેળ આવે છે, છીંક આવે છે, શરીર હલકું લાગે છે, પરસેવો થાય છે, અને મેટું પાકે છે. આ લક્ષણવાળાને તાવ ગ છે એમ જાણવું.
निर्वातसेवनात्स्वेदालंघनादुष्णवारिणः।।
पानादिभिर्ध्वरे क्षिप्ते पश्चायुषः प्रयुज्यते ॥ १४ ॥ જવરના પ્રથમ ઉપચાર–જવરવાળા રોગીને પવન વગરની જગામાં રાખો, તેને પરસેવો આવવાના ઉપચાર કરવા, ઉપવાસ કરાવવો, અને પીવા વગેરે માટે ગરમ પાણી આપવું. આ વગેરે ઉપચારથી તેને તાવ હલકો કરીને પછી તેને મગ વગેરેના પાણીનું ઓસામણ પીવા માટે આપવું.
शीतकंपो भ्रमालापो रोमांचः शीर्षवेदना।
अंगमदर्दीतिमंदाग्नि र्जुभा वातज्वरेङ्गितम् ॥ १५ ॥ વાતજવરનું લક્ષણ–વાત જવરવાળા રોગીને પ્રથમ ટાઢ ચઢે છે, તેનું શરીર કંપવા લાગે છે, ફેર આવે છે, રોગી લવરી કરે છે, તેનાં રૂંવાં ઉભા થાય છે, માથું ઘણું દુખે છે, શરીરે કળતર થાય છે, જઠરાગ્નિ છેકજ મંદ પડી જાય છે, અને તેને બગાસાં ઉપરાઉપરી આવે છે, આ ચિન્હ વાત જ્વરનાં છે.
વાતજવરના ઉપચાર, याति वातज्वरो विश्वागडूचीकाथपानतः । दुरालभामृताकाथो हन्ति वातं समांशतः ॥ १६ ॥
For Private and Personal Use Only