________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦) લીમડાની અંતરછાલ, એ ઔષધેનો કવાથ વાતપિત્ત જવરને દૂર કરે છે.
૪. ચિકણી(?), જેઠીમધ, દ્રાક્ષ, મહુડો, અરડૂસી, કમળ, પઘકાષ્ટ, વરણવાળો, કાળો વાળા, એ ઔષધોને કવાથ કરીને સા. રી પેઠે ઠંડા થવા દીધા પછી પીએ, અને ખાવા પીવામાં પથ્ય પાળે તે લવરી તથા ભારે મૂછને મટાડે છે.
વાતકફવરનાં લક્ષણ तंद्रा स्तमित्यंसंतापपर्वरुक् खांगगौरवम् ।।
शीतकासारुचिश्वासी विद्याद्वातकफज्वरे ॥ ४४ ।। વાતકફ જવરવાળાને આંખમાં ઘેન હોય છે, શરીરમાં જડતા હોય છે, અંગમાં દાહ થાય છે, સાંધાઓમાં કળતર થાય છે, શરીર ભારે લાગે છે, ટાઢ વાય છે, ખાંસી થાય છે, અન્ન ઉપર રૂચિ રહેતી નથી અને શ્વાસ થાય છે.
વાતકફજ્વરના ઉપાય, क्षद्रामतानागरपुष्कराह्वयैः कतःकषायः कफमारुतोत्तरे। सश्वासकासारुचिपार्श्वशूले ज्वरे त्रिदोषप्रभवेपि शस्यते ॥४५॥ आरग्वधग्रंथिकमुस्ततिक्ता हरीतकीभिःक्वथितः कषायः । सामे सशुले कफवातयुक्ते ज्वरे हितो दीपनपाचनश्च ॥ ४६॥
૧. રીંગણી, ગળે, શુંઠ, પુષ્કર મૂળ, એ ઔષધેને કવાથ કરીને વાતકફ જવરમાં, તથા શ્વાસ, ખાંસી અરૂચિ અને પાસામાં શૂળ એ સર્વ ઉપદ્રવ સહિત ત્રિદેષને જવર હોય તે તેમાં પણ શ્રેષ્ઠ છે.
૨. ગરમાળા, પીપરીમૂળ, મથ, ક, હરડે એ ઐષધોથી કરેલો કવાથ આમ સહિત તથા શૂળ સહિત કફવાત જવરમાં હિતકારક છે વળી એ કવાથ જઠરાગ્નિનું દીપન કરનાર તથા મળને પકવ કરનાર છે.
પિત્તકફવરનાં લક્ષણ. शीतं दाघो रुचिः कासस्तृष्णा मोहो मुखं कटु । आलस्यमिति चिन्हानि ज्वरे पित्तकफात्मके ॥ ४७ ॥ પિત્ત કફ જવરવાળાને ટાઢ વાય છે, દાહ થાય છે, અન્ન ભા
For Private and Personal Use Only