________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) मध्ये ज्वरं वहेन्नाडी यदि तप्ता भवेद्धृवम् । तदा तेषां मनुष्याणां रुधिरे प्रेरितोनिलः ॥ ४२ ॥
જ્યારે જવરવાળા રોગીને જવરના મધ્યમાં નાડી ઉષ્ણુ વહેતી હોય, ત્યારે તે રોગીને લેહમાં વાયુ મિશ્ર થયે છે એમ સમજવું.
शरीरं शीतलं यस्य नाडी उष्णा यदा भवेत् । चिकेत्सकेन ज्ञातव्यं शरीरेंतर्मलज्वरः ॥ ४३ ॥
જે માણસનું શરીર ઠંડું હોય અને તેની નાડી ગરમ હેય, તે તે માણસના શરીરમાં મળ જવર છે, એમ વિષે જાણવું.
चपला सरला दीर्घा शीघ्रा पित्तज्वरे वहेत् । स्पंदते शीघ्रमान्यात् मलाजीणे प्रकीर्तिता ॥ ४४ ॥
જે નાડી ચંચળ, સીધી, લાંબી, અને ઉતાવળી માલમ પડતી હોય, તે તે નાડી પિત્તજવરની જાણવી; પણ જે નાડી ધડકતી હોય અને એકાએક વચમાં અટકી જાય, વળી ધડકે અને અટકે, એમ ચાલતી હોય, ત્યારે તે રોગીના મળ પકવ થયા નથી, એમ જાણવું.
ज्वरप्रकोपे धमनी सोष्णा वेगवती वहेत् । मंदवेगा किंचिदूष्णा नाडी जीर्णज्वरे वहेत् ॥ ४५ ॥ ૪૫ તાવવાળાની નાડી ગરમ તથા વેગવાળી વહે છે તો જીર્ણ જવરવાળાની નાડીને વેગ મંદ હોય છે તથા તે થોડીક ગરમ હોય છે.
कामक्रोधाद्वेगवहा क्षीणा चिंताभयाप्लुता।
मंदाग्नेः क्षीणधातोश्च नाडी मंदतरा भवेत् ॥ ४६ ॥ કામ તથા ક્રોધના વિકારવાળા માણસની નાડી વેગથી વહે છે; ચિંતા અને ભયથી વ્યાપ્ત થયેલા માણસની નાડી ક્ષીણ થઈને ડૂબી ગયા જેવી હોય છે, તેમજ જેને જઠરાગ્નિ મંદ હાય તથા જેને ધાતુ ક્ષીણ થઈ ગયે હોય, તેની નાડી તેથી પણ વધારે ધીમી ચાલે છે.
For Private and Personal Use Only