________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) घणैरेभिरलं पदन्ति भिषजो मूत्रं सदा श्लेष्मजं
ज्ञात्वा त्वं कुरु वैद्यराज सततं शास्त्राश्चिकित्सां पराम्॥६॥ જે મૂત્રફણના જેવું ધળું હોય, અથવા ચંદનના જેવું ઘાડું હોય અથવા સફેદ રંગનું હોય, અથવા સ્વચ્છ શેરડીના રસ જેવું હોય, અથવા ઘી જેવું હોય, અથવા પાણી જેવું શીતળ હોય, તે મૂત્રને ઉપર કહેલા રંગ વડે વૈદ્ય લોકે હમેશાં કફથી ઉત્પન્ન થયેલું કહે છે. હે વૈદ્યરાજ તમે એ રીતે નિરંતર જાણીને પછી શાસ્ત્રને આ ધારે રેગીની ઘટે તેવી ચિકિત્સા કરે.
વાતપિત્તમૂત્રનાં લક્ષણ रक्तं किंशुकपुष्पवर्णसदशं गोमूत्र वर्ण भवेत् पीतं यन्मधुतुल्यतां च कुरुते कृष्णत्व बाहुल्यताम्। एतल्लक्षण लक्षितो भवति भो पित्तानिलः प्राणिनां
शेयः शांतिविधिः सदौषधवशादात्रेयनामामुनेः ॥ ७ ॥ જે રેગીનું મૂત્ર ખાખરના ફૂલના રંગ સરખું રાતું હોય, અથવા જે ગાયના મૂત્રના રંગ જેવું પીળું હોય, અથવા જે મદ્યના રંગનું રાતું હોય, અથવા જેમાં કાળાપાણું વધારે હોય (મતલબ કે કાળાશ પડતું હોય); એ લક્ષણો વડે રેગી પ્રાણીઓને પિત્ત સહિત વાયુ કે છે એમ જાણવું. અને તે વાતપિત્તની શાંતિ આત્રેય મુનિના ગ્રંથમાં કહેલાં ઉત્તમ ઔષધવડે કરવી. મતલબ કે વિદ્ય શાસ્ત્રના માન્ય ગ્રંથમાં કહેલી ચિકિત્સા કરવી.
વાતકફમૂત્રનાં લક્ષણ. मंजिष्टवर्ण सितरक्तरूपं धात्रीफलानामपि वर्णतुल्यं । कफानिले मूत्रमिदं परीक्षेत्कार्या क्रिया वातकफामयनी ॥ ८ ॥
જે રેગીનું મૂત્ર મજીઠના જેવું રાતું, અથવા આમળાંના જેવું ધળું તથા રાતું હોય તો તે રેગીના શરીરમાં કફ તથા વાયુ પ્રબળ છે એમ જાણવું. અને તેને વાતકફનાશક ઉપચાર લાગુ કરવા.
પિત્તકફમૂત્રનાં લક્ષણ स्निग्धं घनं दाडिमपुष्पवर्ण मूत्रं कफे पित्तसमन्वितोप। ज्ञात्वा सदा वैद्यविदां वरेण कार्या चिकित्सा सततं हिताय ॥९॥ જે રેગીનું મૂત્ર પિત્ત તથા કફ યુક્ત હોય તે ચીકણું, ઘાડું,
For Private and Personal Use Only