________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩)
મૂત્રધારાની પરીક્ષા. श्वेत धारा शुभा क्षेया पीतधारा तथा ज्वरे।
रक्तधारा दीर्घरोगे कृष्णा च मरणांतिके ॥ १६ ॥ મૂત્રની ધારા જે શ્વેત રંગની હોય તે તે સારી સમજવી, જે પીળી હોય તો રેગી વરવાળે સમજ જે રાતી હોય તે લાંબા કાળને રેગી જાણ; અને જે કાળી હોય તે મરણ પાસે આવ્યું છે એમ જાણવું.
વિકાર રહિત મૂત્રનું લક્ષણ सौवीरेण समं शस्तं मातुलिंगसमप्रम् ।
पानीयसदृशं मूत्रं विकाररहितं भवेत् ।। १५ ।। જે મૂત્રનો રંગ સૈવીર નામે મઘના સરખા હોય અથવા બીજેરાના જે હોય, અથવા પાણીના જે હેય, તે મત્ર વિકાર રહિત હોય છે.
વાતાદિજવરમાં મૂત્રને વર્ણ. वातज्वरे समानं स्यादधो बडुल मेघच । तिलतैल समं मूत्रं सहजेन च पित्तलम् ॥ १८ ॥
कफात्पल्वल पानीयतुल्यं मूत्रं प्रजायते। વાયુના જવરમાં વાત મૂત્રને જે વર્ણ પાછળ કહે છે તેવા વર્ણનું એટલે લાખના અળતા જેવું રાતું, ધૂમાડા જેવું ભૂખરૂં, કે ગળીના જેવા નીલા વર્ષનું હોય છે; વળી એ મૂત્ર કાચના પાત્રમાં ભરીને જોતાં ઉપર રહેલે રંગ નીચેના ભાગમાં વધારે માલમ પડે છે. પિત્તજવરમાં રેગનું મૂત્ર સ્વભાવિક રીતે તલના તેલ જેવું હોય છે. કફ જવરમાં રોગીનું મૂત્ર તળાવના પાણી જેવું ભૂખરા વર્ણનું થાય છે.
વાતરક્તમાં મૂત્રનો વર્ણ. रक्तवातेन रक्तं स्यात्कौसुंभप्रतिम भवेत् ॥ १९ ॥ વાતરક્તના રેગીનું મૂત્ર રાતું હોય છે અથવા કસુંબાના રંગ જેવું હોય છે.
For Private and Personal Use Only