________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) अंगुलाभ्यंतरे नाडी वक्रतां यदि तिष्ठति।
मरणं तस्य जानीयात्सप्तभिः प्रहरैर्बुधः ॥ ६३ ॥ અંગૂઠાના મૂળથી એક આંગળ દૂર જે નાડી વાંકી થઈને રહેલી હોય તે ડાહ્યા માણસે તે રેગીનું મરણ સાત વાર પછી જાણવું.
अंगुलाभ्यंतरे नाडी मंदस्पंदा समा यदि।
अष्टाभिः प्रहरैर्मृत्यु निर्दिष्टं मुनि पुंगवैः ॥ ६४ ॥ જે નાડી અંગૂઠાના મૂળથી એક આંગળ અંદર હોય અને તે સમાન રીતે ધીમે ધીમે ધડકતી હોય તે તે રેગીનું મરણ વિદ્યશાસ્ત્ર જાણનાર શ્રેષ્ઠ મુનિઓએ આઠ પ્રહર પછી થાય, એમ કહેલુ છે.
अंगुलाभ्यंतरे नाडी शीतला यदि तिष्ठति । प्रहरैर्नवाभिस्तस्य मरणं निश्चितं मतम् ॥ ६५ ॥
જે અંગૂઠાના મૂળથી એક આંગળની અંદર નાડી ઠંડી થઈ ને રહેલી હોય તે તે રેગીનું મરણ નવ પહર પછી નિશ્ચય થાય.
पादोनांगुलमध्ये चेन्नाडी तिष्ठति चंचला।
प्रहरैर्दशाभः प्रोक्ता मृत्युस्तस्य विचक्षणैः ॥ ६६ ॥
જે અંગૂઠાના મૂળથી પણ આગળની મધ્ય નાડી ચંચળ વહેતી હોય તે ડાહ્યા પુરુષે તે માણસનું મરણ દશ પહોર પછી થશે એમ કહેવું છે.
पादोनांगुलमध्ये चेन्नाडी चोष्णा च जायते । प्रहरै रुद्रसंख्यैश्च मृत्युस्तस्य विनिर्दिशेत् ॥ ६७ ।।
જે અંગૂઠાના મૂળથી પિણું આગળની મધ્યે નાડી ઉષ્ણ વહેતી હોય તો તે માણસનું મૃત્યુ અગિઆર પહોરે થશે, એમ કહેવું.
पादोनांगुलमध्ये चेन्नाडी शीतवती भवेत् ।
प्रहरैादशैमृत्युर्भवत्येव न संशयः ॥ ६८ ॥
જે પણ આંગળની મધ્ય નાડી શીતળ થાય તો તેનું મરણ બાર પહેરે થશે એમાં શક નથી.
For Private and Personal Use Only