Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કર્મની નિર્જરા થાય છે. પાર્થસ્થ - પાસત્થાઓએ એ ગૃહસ્થને એવું સમજાવ્યું છે કે, જેમ શિકારી લોકો ગમે તે રીતે મૃગલાઓની પાછળ દોડ્યા જ કરે છે તેમ ગૃહસ્થ પણ સાધુભગવંતને ગમે તે રીતે દાનાદિ આપવા દ્વારા અનુસરવું જોઇએ. વસ્તુ કેવી છે... વગેરે જોવાની જરૂર નથી. આપવાથી ઘણો જ લાભ છે... વગેરે સાંભળીને ગૃહસ્થ અત્યંત મુગ્ધ હોવાથી શાસ્ત્રના પરમાર્થને સમજ્યા વિના જ્યારે સંયતાત્માને અશુદ્ધદાન આપે છે ત્યારે તે ગૃહસ્થને અત્યંત અલ્પપાપનો બંધ થાય છે; અને કર્મની નિર્જરા ઘણી થાય છે. આથી સમજી શકાશે કે દાતા ગૃહસ્થ ઉપર જણાવ્યા મુજબ પાસત્થાથી ભાવિત અને મુગ્ધ ન હોય ત્યારે તેને, સંયતને અશુદ્ધદાન આપવાથી કર્મનિર્જરા સ્વરૂપ ફળની પ્રાપ્તિ થતી નથી, અન્યથા થાય છે. આ રીતે બીજા ભાગમાં દાતાની અપેક્ષાએ ફળની વૈકલ્પિકતા આ ગાથાથી જણાવી છે.
અહીં યાદ રાખવું જોઇએ કે પહેલા અને બીજા ભાંગામાં સંયતને જ દાન આપવાની વાત છે. ભક્તિપૂર્વક દાન આપવાના પાત્ર તરીકે અહીં સંયતને જ જણાવ્યા છે. અસંયતને દાન આપવાનું તો ઈષ્ટ જ નથી. ઘરે આવ્યા છે માટે ઉચિત કરવું પડે તે જુદી વાત છે. પરંતુ ભક્તિ કરવી હોય તો સુપાત્રની જ કરવાની હોય. માટે દાનમાં પાત્રાપાત્રનો વિવેક પૂર્ણપણે હોવો જોઈએ. અન્યથા વિવેકહીન પ્રવૃત્તિ અનર્થનું કારણ બન્યા વિના નહિ રહે. II૧-૨૪
ઉપર જણાવ્યા મુજબ સંયતને અશુદ્ધદાન આપવાથી ફળની પ્રાપ્તિમાં જે વિકલ્પ દર્શાવ્યો છે તેનું શ્રી સ્થાનાંગાદિ સૂત્રના પાઠથી સમર્થન કરાય છે
इत्थमाशयवैचित्र्यादत्राल्पायुष्कहेतुता ।
युक्ता चाशुभदीर्घायु हेतुता सूत्रदर्शिता ॥१-२५॥ इत्थमिति-इत्थममुना प्रकारेण । आशयवैचित्र्यादावभेदाद् । अत्र संयताशुद्धदाने । अल्पायुष्कहेतुताशुभदीर्घायुहेतुता च । सूत्रदर्शिता स्थानाङ्गाद्युक्ता युक्ता । मुग्धाभिनिविष्टयोरेतदुपपत्तेः । शुद्धदायकापेक्षयाशुद्धदायके मुग्धेऽल्पशुभायुर्बन्धसम्भवात् । क्षुल्लकभवग्रहणरूपाया अल्पतायाश्च सूत्रान्तरविरोधेनासम्भवादिति व्यक्तमदः स्थानाङ्गवृत्त्यादौ ॥१-२५।।
“આ રીતે સંયતને અશુદ્ધદાન આપવાથી ભાવવિશેષને લઇને અલ્પશુભાયુષ્ય કર્મનો બંધ અને અશુભ દીર્ઘ આયુષ્યનો બંધ થાય છે – આ પ્રમાણે શ્રી સ્થાનાંગસૂત્રમાં જણાવેલી વાત સંગત થાય છે.” આ પચીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સંયતોને અશુદ્ધદાન આપવાથી ફળ મળે પણ ખરું અને ન પણ મળે – આ પ્રમાણે ફળની ભજના એકવીસમા શ્લોકમાં વર્ણવી છે. પ્રકારાંતરે એ જ વાત ચોવીસમા શ્લોકમાં જણાવી છે. એનું સમર્થન આ શ્લોકમાં શ્રી સ્થાનાંગસૂત્રના અનુસંધાનથી કર્યું છે.
૨૮
દાન બત્રીશી