Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
द्वाराऽतिचारशोधकत्वात् । तदाह - “अत एवागमज्ञोऽपि दीक्षादानादिषु ध्रुवम् । क्षमाश्रमणहस्तेनेत्याह सर्वेषु ર્મસુ ||9||” ।।૬-૨૭।।
,,
“મોહના અપકર્ષને કરનારું આ ગુણવત્પારતંત્ર્ય છે. આથી જ શાસ્ત્રના જાણકાર પણ સર્વકાર્યમાં ‘ક્ષમાશ્રમણના હાથે’ – આ પ્રમાણે જણાવે છે.' - આ પ્રમાણે સત્તીવાસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનું તાત્પર્ય એ છે કે, ગુણવદ્ એવા જ્ઞાનીગુરુભગવંતની પરમતારક આજ્ઞામાં રહેવાથી મોહનો અપકર્ષ (ક્રમિક ડ્રાસ) થાય છે. શાસ્ત્રની શ્રદ્ધા કરતાં પણ પોતાની બુદ્ધિકલ્પનાને શ્રેષ્ઠ માનવા સ્વરૂપ જે સ્વાગ્રહ છે તેનું કારણ મોહ-અજ્ઞાન છે. આવો મોહ ગુણવત્પારતંત્ર્યના કારણે થતો નથી. અને ભૂતકાળમાં થયેલા એ મોહનો ધીરે ધીરે ગુણવદ્ગુરુભગવંતની આજ્ઞાની આધીનતાને કારણે અપકર્ષ થાય છે.
એ વાતને જણાવતાં અષ્ટકપ્રકરણમાં ફરમાવ્યું છે કે “મોહ તેમ જ રાગદ્વેષની ઉદ્વિક્તતાના અભાવે ક્યારે પણ સ્વાગ્રહ થતો નથી. મોહની(મોહાદિની) ઉદ્ગિક્તતા(ઉત્કર્ષ)ના અભાવનું સાધન ગુણવત્પારતંત્ર્ય છે.” ગુણવત્પારતંત્ર્ય મોહના અનુત્કર્ષને કરનારું હોવાથી જ આગમના જાણકાર પણ દીક્ષાપ્રદાન અને સૂત્રસંબંધી ઉદ્દેશ, સમુદ્દેશ તથા અનુજ્ઞા વગેરે સ્વરૂપ કાર્યપ્રસંગે (દીક્ષાપ્રદાનાદિ) ક્ષમાશ્રમણોના(પૂર્વકાળના ૫૨મર્ષિઓના) હસ્તે હું આપું છું, સ્વતંત્રપણે નહિ – આ પ્રમાણે કહે છે. કારણ કે એ પ્રમાણે બોલવા વડે ભાવથી ગુરુપારતંત્ર્યની પ્રાપ્તિ થાય છે અને તેનાથી મોહનો અપકર્ષ થવાથી અતિચારની શુદ્ધિ થાય છે.
કહેવાનો આશય એ છે કે આગમના જ્ઞાતા એવા ગીતાર્થ મહાત્માઓ પણ; શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ દીક્ષાપ્રદાન કે સૂત્રના ઉદ્દેશાદિ કાર્ય કરવાના પ્રસંગે દરેક કાર્યમાં, આ હું નથી કરતો પરંતુ ક્ષમાશ્રમણોના હસ્તે કરાય છે – એમ બોલતા હોય છે. એનાથી ગુણવત્પુરુષોનું પારતંત્ર્ય ભાવથી પ્રાપ્ત થાય છે અને તેથી તે તે મહાન કાર્યો કરતી વખતે કાર્ય કરનાર મહાત્માઓને અહંકારાદિ દોષો ઉદ્ભવતા નથી, જેથી ગુણવત્પારતંત્ર્ય આ રીતે અતિચારનું શોધક બને છે. અષ્ટકપ્રકરણમાં પણ એ પ્રમાણે કહ્યું છે કે “ગુણવત્પારતંત્ર્ય મોહના અનુત્કર્ષને કરનારું હોવાથી જ આગમના જાણકાર પણ દીક્ષાપ્રદાનાદિ દરેક કાર્યપ્રસંગે ‘ક્ષમાશ્રમણોના હાથે’ આ પ્રમાણે અવશ્ય બોલે છે. આથી સમજી શકાશે કે આગમના જાણકાર પણ મોહના હ્રાસ માટે ભાવથી ગુરુપારતંત્ર્યનો સ્વીકાર કરે છે. ગુરુપારતંત્ર્ય વિના ભાવની શુદ્ધિ કોઇ પણ રીતે શક્ય નથી. ગમે તેટલી કષાયની પરિણતિ મંદ હોય અને ગમે તેટલી આગમની વિશારદતા હોય પરંતુ ગુણવત્-ગુરુપારતંત્ર્ય વિના એ ભાવવિશુદ્ધિનું કારણ નહીં બને. પરમશ્રદ્ધા, અસાધારણ વિદ્વત્તા અને અપ્રમત્ત સંયમસાધનાદિ ગુણો પણ ગુણવત્ગુરુભગવંતના પારતંત્ર્ય વિના ગુણાભાસ સ્વરૂપે જ પરિણમતા હોય છે. એ ગુણોને વાસ્તવિક બનાવવા માટે ગુણવત્પારતંત્ર્ય વિના બીજો કોઇ જ ઉપાય નથી. જે ગુણની ખરેખર જ એક પરિશીલન
૨૩૭