Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 272
________________ થયેલ શુભ આશય(અગમ્યથી નિવૃત્ત થવાદિના શુભ આશય)થી અલ્પકાળમાં જ પરમ કોટિનું માધ્યચ્ય પ્રાપ્ત કરાય છે. અહીં યાદ રાખવું જોઈએ કે રાગ-દ્વેષાદિના અભાવ સ્વરૂપ સંક્લેશાભાવને માધ્યય્ય કહેવાય છે. અપ્રશસ્ત વિષયમાં પ્રવૃત્તિ કરવી પડે અને કરીએ એ બેમાં ઘણું અંતર છે. અપ્રશસ્ત વિષયથી નિવૃત્તિ જેટલી વધારે થશે એટલી સંક્લેશની નિવૃત્તિ પણ વધારે થશે. જ્ઞાનાદિ પ્રશસ્ત વિષયમાં જેટલી પ્રવૃત્તિ વધશે તેટલી સંક્લેશની નિવૃત્તિ પણ અધિક પ્રમાણમાં થશે, જે માધ્યસ્થનું એકમાત્ર બીજ છે. “અપ્રશસ્ત વિષયમાં પ્રવૃત્તિ કરવી, પણ નિર્લેપભાવે કરીએ; તેથી માધ્યચ્ય પ્રાપ્ત થાય છે.” : આવી માન્યતા લગભગ આજે પ્રચલિત છે. વાસ્તવિકતા તો એ છે કે એવી પ્રવૃત્તિ કરવી પડે તો નિર્લેપ રહેવું એ માધ્યય્યનું બીજ છે. એ બંનેમાં જે ફરક છે તે ન સમજાય એવો નથી. “રાગદ્વેષ વગર કરવું અને કરતી વખતે રાગદ્વેષ ન કરવા': આ બે વચ્ચેનો ભેદ સમજ્યા વિના માધ્યચ્ય બંન્નેમાં પગ રાખવા માટે ઉપયોગી બનશે. બંન્નેમાંથી પગ નીકળી જાય : એ માટે જે કરવું પડે તે કરવાથી માધ્યચ્ય સચવાય છે. વર્તમાનમાં જે માધ્યચ્ય પ્રસિદ્ધ છે; તે વાસ્તવિક નથી... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. II૭-૨૪ ઉપર જણાવ્યા મુજબ ભક્ષ્યાભઢ્ય અને ગમ્યાગમ્યના વિવેકનું વ્યવસ્થાપન કરીને તપવિશેષનું સમર્થન કરાય છે. તેમાં પ્રથમ તપનો અનાદર કરનારના અભિપ્રાયને જણાવાય છે– नाद्रियन्ते तपः केचिद् दुःखरूपतयाऽबुधाः । आर्तध्यानादिहेतुत्वात् कर्मोदयसमुद्भवात् ॥७-२५॥ नेति-केचिबुधाः । तपो दुःखरूपतया नाद्रियन्ते, सर्वेषामेव दुःखिनां तपस्वित्वाविशेषापत्तेः, दुःखविशेषेण च तद्विशेषप्रसङ्गात् । तदाह-“सर्व एव च दुःख्येवं तपस्वी सम्प्रसज्यते । विशिष्टस्तद्विशेषेण सुधनेन धनी यथा ॥१॥ महातपस्विनश्चैवं तन्नीत्या नारकादयः । शमसौख्यप्रधानत्वाद् योगिनस्त्वतपस्विनः ॥२॥ इति । दुःखरूपत्वं चोपवासादिरूपस्य तपसः कायपीडारूपस्यार्तध्यानादिहेतुत्वात् । तदाह-“आहारवर्जिते देहे धातुक्षोभः प्रजायते । तत्र चाधिकसत्त्वोऽपि चित्तभ्रंशं समश्नुते ।।१।।” तथा कर्मोदयादसातवेदनीयोदयात् समुद्भवादुत्पत्तेः ज्वरादिवत् । ततश्चानर्थहेतुत्वात्त्याज्यमेव न तु लोकरूढ्या વર્તવ્યનિતિ માવઃ II૭-૨૦I. કેટલાક લોકો; આર્તધ્યાનાદિનું કારણ હોવાથી અને કર્મના ઉદયથી થતું હોવાથી દુઃખરૂપ એવા તપનો આદર કરતા નથી.” - આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે કેટલાક અબુધ લોકો તપનો આદર કરતા નથી. કારણ કે તે દુઃખસ્વરૂપ છે. દુઃખસ્વરૂપ હોવા છતાં તેને જો તપ તરીકે મનાતું હોય તો બધા જ દુઃખી જનોને તપસ્વી સ્વરૂપ માનવા પડશે. દુઃખવિશેષને લઇને તો તપવિશેષનો પ્રસંગ આવશે. આ આશયને જણાવતાં એક પરિશીલન ૨૬૯

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286