Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 277
________________ વીતરાગપરમાત્માના વચનની આરાધનામાં જ દયા વગેરે ધર્મ રહેલો છે. વચનની અનારાધનામાં ધર્મ નથી પણ અધર્મ છે. નિશ્ચયનયની દષ્ટિએ પ્રમાદ-અનુપયોગ અને યતનાનો અભાવ એ હિંસા છે અને તેનો અભાવ એ અહિંસા છે. વ્યવહારનયની અપેક્ષાએ પ્રાણનો નાશ પણ હિંસા છે અને તેનો અભાવ અહિંસા છે. શ્રી વીતરાગ પરમાત્માએ વિહિત કરેલાં પૂજાદિ અનુષ્ઠાનોમાં સ્વરૂપહિંસા હોય છે, અનુબંધહિંસા નથી. વિહારાદિ પ્રસંગે અને નદી ઊતરવાદિ વખતે હિંસાને નહિ માનનારા, પૂજદિ વખતે હિંસા માને છે તે તેમનું અજ્ઞાન છે અને પૂજાદિના ત્યાગમાં દયાના પાલનને જણાવવાનું આભિમાનિક છે. તેથી આવી લોકોત્તર દયાના આભાસવાળી દયા પણ ઇષ્ટ ફળને આપનારી નથી. નિશ્ચય અને વ્યવહારનયના જ્ઞાનના અભાવે અજ્ઞાનમૂલક કરાતી દયા અનિષ્ટ છે – એ સ્પષ્ટ છે. //૭-૨થા વ્યવહારાદિનયને આશ્રયીને દયાનું વાસ્તવિક સ્વરૂપ જણાવાય છે– व्यवहारात् परप्राणरक्षणं यतनावतः । निश्चयानिर्विकल्पस्वभावप्राणावनं तु सा ॥७-२८॥ व्यवहारादिति-यतनावतः सूत्रोक्तयतनाशालिनः परेषां प्राणानां रक्षणं व्यवहारादहिंसा लोकसम्मतार्थग्राहित्वाद्व्यवहारनयस्य । निश्चयतः परप्राणिसाध्यपरप्राणरक्षणे स्वसाध्यत्वशुभसङ्कल्पानुविद्धत्वाच्च । निश्चयनयात्तु निर्विकल्पो विकल्पपवननिवृत्त्या स्तिमितोदधिदशास्थानीयो यः स्वस्य भावप्राणस्तदवनं तद्रक्षणं सा दया, परप्राणरक्षणावसरेऽपि तदविनाभाविना शुभसङ्कल्पेनाशुभसङ्कल्पादुदधौ निमज्जतो विषमतरण्डलाभेनेव स्वभावप्राणत्राणेनैव निश्चयेन दयाभ्युपगमाद् । अत एवोक्तमागमे-"आया चेव अहिंसा आया हिंसत्ति णिच्छओ एसो । जो होइ अप्पमत्तो अहिंसओ हिंसओ इयरो ।।१।।” नैगमस्य हि जीवेष्वजीवेषु च हिंसा तथा च वक्तारो भवन्ति–“जीवोऽनेन हिंसितो घटोऽनेन हिंसितः” इति । इत्थं च हिंसाशब्दानुगमाज्जीवेष्वजीवेषु च हिंसेति एवमहिंसाऽपि । सङ्ग्रहव्यवहारयोश्च षड्जीवनिकायेषु हिंसा, सङ्ग्रहोऽत्र देशग्राही गृह्यते सामान्यरूपस्य नैगमेऽन्तर्भावाद्, व्यवहारश्च स्थूलविशेषग्राही लोकव्यवहरणशीलश्च, लोको हि बाहुल्येन षट्सु जीवनिकायेष्वेव हिंसामिच्छतीति । ऋजुसूत्रश्च प्रत्येकं प्रत्येकं जीवहिंसां व्यतिरिक्तामिच्छति । शब्दसमभिरूढवम्भूतनयानां चात्मैव हिंसा निजगुणप्रतिपक्षप्रमादपरिणतः, स्वभावપરિપતશાત્મવાદિતિ નવમ: II૭-૨૮ યતનાવંત આત્મા જે બીજાના પ્રાણની રક્ષા કરે છે તેને વ્યવહારનયની અપેક્ષાએ અહિંસા - દયા કહેવાય છે અને નિશ્ચયનયની અપેક્ષાએ; નિર્વિકલ્પ સ્વભાવે પોતાના ભાવપ્રાણની જે રક્ષા કરાય છે તેને અહિંસા - દયા કહેવાય છે.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે વ્યવહારનય અને નિશ્ચયનયની અપેક્ષાએ અહીં અહિંસા - દયાનું સ્વરૂપ વર્ણવ્યું છે. લોકોની માન્યતા મુજબના અર્થનો સંગ્રહ કરનાર ૨૭૪ ધર્મવ્યવસ્થા બત્રીશી

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286