Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 283
________________ ખરી રીતે નિશ્ચયનયને જાણતા નથી. હેતુશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધશુદ્ધ નિશ્ચયનયનું જ્ઞાન ન હોવાથી તેઓ વાસ્તવિક રીતે નિશ્ચયનયને જાણતા નથી. આ પ્રમાણે અન્યત્ર જણાવતાં ફરમાવ્યું છે કે “ચોક્કસ રીતે નિશ્ચયનયને નહિ જાણતા નિશ્ચયનયનું અવલંબન લેનારા; બાહ્ય (પરપ્રાણરક્ષણાદિની) પ્રવૃત્તિમાં આળસુ બનેલા ચરણ અને કરણનો નાશ કરે છે.” તેથી પરિશુદ્ધ બાહ્યયતના સ્વરૂપ સદાચાર અને આત્માનો અત્યંતર શુદ્ધપરિણામ(ભાવ) - એ બંનેથી અત્યંતરમાર્ગે મુમુક્ષુ આત્માઓએ ચાલવું જોઈએ. આથી જ દયાવિશેષની સિદ્ધિ થાય છે. નિશ્ચય-અભિમત દયાવિશેષની સિદ્ધિમાં પરપ્રાણરક્ષાની પ્રવૃત્તિ ખૂબ જ પ્રબળ સાધન છે. અહિંસાનો જેને પરિણામ છે તે પરણરક્ષામાં પ્રવૃત્તિ કર્યા વિના નહિ રહે. કોઈ વાર એ પ્રવૃત્તિથી પરપ્રાણની રક્ષા થાય કે ન પણ થાય. પરંતુ તેથી અહિંસાનો પરિણામ ન હતો અને હિંસાનો પરિણામ હતો - એવું નથી હોતું. તેથી નિશ્ચયનયાભિમત અહિંસાની પ્રાપ્તિ માટે પરપ્રાણની રક્ષા કરવામાં ખૂબ જ અપ્રમત્ત રહેવું જોઈએ. ll૭-૩૫ પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે– विदित्वा लोकमुक्षिप्य लोकसंज्ञां च लभ्यते । इत्थं व्यवस्थितो धर्मः परमानन्दकन्दभूः ॥७-३२॥ विदित्वेति-विदित्वा ज्ञात्वा । लोकं स्वेच्छाकल्पिताचारसक्तं जनम् । उत्क्षिप्य निराकृत्य । लोकसंज्ञां बहुभिर्लोकैराचीर्णमेवास्माकमाचरणीयमित्येवंरूपां च । लभ्यते प्राप्यते । इत्थमुक्तरीत्या । व्यवस्थितः प्रमाणप्रसिद्धो धर्मः । परमानन्द एव कन्दस्तस्य भूरुत्पत्तिस्थानम् ॥७-३२।। લોકને જાણીને અને લોકસંજ્ઞાનો ત્યાગ કરીને ઉપર જણાવ્યા મુજબ પ્રમાણથી પ્રસિદ્ધ એવો ધર્મ પ્રાપ્ત થાય છે, જે પરમાનંદસ્વરૂપ કંદની ઉત્પત્તિનું સ્થાન છે.” - આ પ્રમાણે બત્રીસમાં શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પોતાની ઇચ્છા મુજબના કલ્પિત આચારમાં આસક્ત લોક હોય છે. પોતે માની લીધેલા આચારનું જે નિરૂપણ કરે તેને જ તેઓ ગુરુ કે શાસ્ત્ર સ્વરૂપે પ્રમાણ માનતા હોય છે. પોતાની ઈચ્છાવિરુદ્ધ કોઇ, કોઈ પણ વાત કરે તો તેમને તે ગમતું હોતું નથી. આવા સ્વભાવવાળા લોકને જાણીને મુમુક્ષુ આત્માએ લોકસંજ્ઞાનો ત્યાગ કરવો જોઇએ. ઘણા લોકોએ આચરેલું હોવાથી તે જ અમારે કરવું જોઈએ આવા પ્રકારની બુદ્ધિને લોકસંજ્ઞા કહેવાય છે. પૂર્વે જણાવ્યા મુજબ ભક્ષ્ય કે અભક્ષ્યનો વિવેક કર્યા વિના તેમ જ પેય અને અપેયનો વિવેક કર્યા વિના અભક્ષ્યનું ભક્ષણ કરનારા અને અપેયનું પાન કરનારા આ લોકમાં ઘણા છે. સ્ત્રીમાત્રને સમાન માનીને ગમ્યાગમના વિવેકને નહિ કરનારા પણ ઘણા છે. તપને, દુઃખસ્વરૂપ હોવાથી અનિષ્ટ માનીને તેનાથી દૂર રહેનારાની સંખ્યા આ લોકમાં નાની નથી. અજ્ઞાનના કારણે; વાસ્તવિક દયાની પરિણતિથી વિકલ આત્માઓ પણ ઘણા છે. “આ બધા લોકો ૨૮૦ ધર્મવ્યવસ્થા બત્રીશી

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286