Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 278
________________ વ્યવહારનય છે. બીજાના પ્રાણની રક્ષાને દયા કહેવાનું લોકમાં પ્રસિદ્ધ છે. સૂત્ર(આગમાદિ)માં વર્ણવેલી યતના(જીવને દુઃખ પહોંચે નહિ; એ અંગેની ભાવના વગેરે)વાળા, બીજા જીવોના પ્રાણની જે રક્ષા કરે છે તેને વ્યવહારનય દયા તરીકે વર્ણવે છે તેમ જ બીજા પ્રાણીને બચાવવાના શુભ અધ્યવસાયને પણ દયા કહેવાય છે. બીજા જીવોથી બીજા જીવોના પ્રાણની રક્ષા થઇ શકે છે - એમ જાણ્યા પછી આત્માને પોતાને એમ અધ્યવસાય ઉત્પન્ન થાય છે કે મારાથી બીજા પ્રાણીના પ્રાણની રક્ષા થઇ શકે છે. આ શુભ અધ્યવસાયથી અનુવિદ્ધ(યુક્ત) હોવાથી બીજાના પ્રાણની રક્ષાને; વ્યવહારનય દયા - અહિંસા સ્વરૂપે વર્ણવે છે. - નિશ્ચયનયની અપેક્ષાએ તો પોતાના ભાવપ્રાણની રક્ષાને જ અહિંસા – દયા કહેવાય છે. વિકલ્પસ્વરૂપ પવનની નિવૃત્તિના કારણે શાંત (સ્તિમિત-તરંગોથી રહિત) સમુદ્રની અવસ્થા જેવી અવસ્થા (સંકલ્પ કે વિકલ્પશૂન્ય અવસ્થા) સ્વરૂપ જે પોતાનો ભાવપ્રાણ છે; તેને નિશ્ચયનયની અપેક્ષાએ દયા કહેવાય છે. બીજાના પ્રાણની રક્ષાના અવસરે પણ તે વખતે અવશ્ય થના૨ શુભસંકલ્પના કારણે; અશુભસંકલ્પથી ભવસમુદ્રમાં ડૂબતા એવા જીવને એ શુભસંકલ્પ સ્વરૂપ વિષમ તરાપાની પ્રાપ્તિ થવાથી પોતાના ભાવપ્રાણની રક્ષા થવાથી જ તે રક્ષા સ્વરૂપ દયા મનાય છે. સમુદ્રમાં ડૂબતાને, વિષમ (દુષ્પ્રાપ્ય) તરાપાની પ્રાપ્તિના કારણે જેમ પોતાની રક્ષા કરવાનું શક્ય બને છે તેમ અહીં પણ અશુભસંકલ્પના કારણે ભવસમુદ્રમાં ડૂબતાને પરપ્રાણની રક્ષા વખતે અવશ્ય વિદ્યમાન એવા શુભસંકલ્પને લઇને વિકલ્પશૂન્ય અવસ્થા સ્વરૂપ ભાવપ્રાણની રક્ષા કરવાનું શક્ય બને છે. નિશ્ચયનયની અપેક્ષાએ આ રીતે થતી પોતાના ભાવપ્રાણની રક્ષાને જ અહિંસા-દયા કહેવાય છે. આથી જ આગમમાં કહ્યું છે કે “આત્મા જ અહિંસા છે અને આત્મા પોતે જ હિંસા છે – આ નિશ્ચયનય છે. જે અપ્રમત્ત હોય છે; તે અહિંસક છે અને ઇતર-પ્રમત્ત હિંસક છે.” આથી સમજી શકાશે કે નિશ્ચયનયની અપેક્ષાએ પ્રમાદ હિંસા છે અને પ્રમત્ત આત્મા એ જ હિંસક છે. તેમ જ અપ્રમાદ અહિંસા છે, અપ્રમત્ત આત્મા અહિંસક છે. ૫૨પ્રાણના રક્ષણ વખતે પણ મુખ્યપણે આત્માની વિકલ્પશૂન્ય અવસ્થાની રક્ષા કરવાનો જ ભાવ રહ્યો છે. બાહ્યદૃષ્ટિએ બીજાના પ્રાણની રક્ષા થતી હોવા છતાં, એના આલંબને જો પોતાની સંક્લિષ્ટ સ્થિતિ રહેતી હોય તો નિશ્ચયનયની અપેક્ષાએ એ દયા નથી. પોતાની સંક્લેશરહિત અવસ્થા સ્વરૂપ ભાવપ્રાણની રક્ષા કોઇ પણ રીતે થવી જ જોઇએ. નિશ્ચયનયની અપેક્ષાએ એ જ દયા છે. નૈગમનયની અપેક્ષાએ જીવો અને અજીવોની હિંસા મનાય છે. ‘આ વ્યક્તિએ જીવની હિંસા કરી અને આ જીવે ઘટની હિંસા કરી...' ઇત્યાદિ વ્યવહાર પ્રસિદ્ધ છે. સ્વરૂપનો નાશ ક૨વાદિના કારણે અજીવની હિંસા મનાય છે. ‘હિંસા’ શબ્દનો પ્રયોગ જીવાજીવ-ઉભયમાં અનુગત હોવાથી નૈગમનય બંન્નેની હિંસા માને છે. તેમ જ તેના પ્રતિપક્ષરૂપે અહિંસા પણ બંન્નેની માને એક પરિશીલન ૨૭૫

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286