Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 280
________________ यत्नतो जीवरक्षार्था तत्पीडापि न दोषकृत् । अपीडनेऽपि पीडैव भवेदयतनावतः ॥७-२९॥ यलत इति-यलतः सूत्रोक्तयतनया । जीवरक्षार्था स्वरसतो जीवरक्षोद्देशप्रवृत्ता । तत्पीडापि जीवपीडापि । न दोषकृद् न साम्परायिककर्मबन्धकृत् । यत उक्तम् - “अज्झत्थविसोहीए जीवनिकाएहिं संघडे लोए । देसियमहिंसगत्तं जिणेहिं तेलुक्देसीहिं ।।१।।” तथा “तस्स असंवेयओ संवेययओ अ जाइसत्ताई । जोगं पप्प विणसंति णत्थि हिंसाफलं तस्स ॥१॥" अयतनावतो यतनावर्जितस्य । अपीडनेऽपि दैवात्परप्राणीपीडनाभावेऽपि । तत्त्वतः पीडैव भवति । तदुक्तं-“जे वि ण वाविज्जंति णियमा तेसिं पि હિંસો સો ૩ | સાવિનો ૩ પોઇન સબૂમાવે તો ના છા” II૭-૨૧ સૂત્રમાં જણાવેલી યતનાથી જીવની રક્ષાના ઉદ્દેશથી થનારી જીવપીડા પણ દોષનું કારણ બનતી નથી. તેનાથી રહિત જીવ પીડા ન કરે તો પણ તેને; પીડા પહોંચાડવાનું પાપ લાગે છે.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે યતનાવિશિષ્ટ પરપ્રાણની રક્ષાને દયા કહેવાય છે. ત્યાં યતના હોવા છતાં પરપ્રાણની રક્ષાના બદલે કોઈ વાર જીવને પીડા પણ થાય તો તે દયા કહેવાય કે ન કહેવાય - આવી જિજ્ઞાસામાં આ શ્લોકથી તેને દયા સ્વરૂપ વર્ણવાય છે. કારણ કે “સવિશેષને દિ વિધિનિષેપો વિશેષમુનિનો વિરોગડવા સતિ” આન્યાયથી વિશેષણવિશિષ્ટમાં વિહિતવિધિ કેનિષેધ; વિશેષ્યનો બાધ હોય ત્યારે વિશેષણમાં જણાય છે. યતનાવિશિષ્ટ પરપ્રાણની રક્ષામાં દયાત્વનું જે વિધાન છે; તે વિશેષ્યભૂત પરપ્રાણની રક્ષાના અભાવમાં વિશેષણભૂત યતનામાં પરિણમે છે. શ્રી દશવૈકાલિક વગેરે સૂત્રોમાં જણાવ્યા મુજબની યતનાથી, સ્વભાવથી જ જીવરક્ષાના ઉદ્દેશથી પ્રવર્તેલી જીવપીડા પણ કષાયજન્ય કર્મબંધનું કારણ બનતી નથી. જેથી કહ્યું છે કે “જીવનિકાયથી ખીચોખીચ ભરેલા આ લોકમાં (સર્વથા દ્રવ્યહિંસા નિવારવાનું શક્ય ન હોવા છતાં) અધ્યાત્મવિશુદ્ધિના કારણે અહિંસકપણું હોય છે - એમ ત્રણ લોકને જોનારા શ્રી જિનેશ્વરદેવોએ જણાવ્યું છે. તેમ જ એમ પણ કહ્યું છે કે – “તે યતનાવંત દ્વારા અજાણતાં કે જાણતાં તેઓશ્રીના યોગ(શરીરાદિ)ને પામીને જે જીવો નાશ પામે છે; તેઓશ્રીને તે હિંસાનું ફળ પ્રાપ્ત થતું નથી.” જ્યારે યતનાથી રહિત આત્માને; પોતાના શરીરાદિના યોગે કોઈ વાર પરને; તેના ભાગ્યે પીડા ન પણ થાય તો ય જ્યારે પીડાજન્ય હિંસાનું પાપ લાગે છે. આથી જ કહ્યું છે કે જે પણ જીવો મરતા નથી તે જીવોનો પણ તે(યતનારહિત) આત્મા નિયમા હિંસક છે. કારણ કે તે ઉપયોગ-ભાવની અપેક્ષાએ સર્વભાવે(પ્રકારે) સાવદ્ય છે જ. આથી સમજી શકાશે કે યતનાનો પરિણામ હોય તો દ્રવ્યહિંસા થાય કે ન થાય તોય હિંસાનું પાપ લાગતું નથી. અન્યથા હિંસાનો અભાવ હોય તોય યતનાનો અભાવ હોવાથી ત્યાં હિંસાનું પાપ લાગે છે. li૭-૨લા એક પરિશીલન ૨૭૭

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286