Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 275
________________ તે અતિપ્રસંગના નિવારણ માટે જ્ઞાનાદિસમન્વિત જ અનશનાદિને તપ મનાય છે. માત્ર અનશનાદિ સ્વરૂપ અંશને લઇને તપને ઔદયિક માનવાનું ઉચિત નથી. પરંતુ ખરી રીતે તો તપ આત્માના ગુણ સ્વરૂપ છે. ક્રોધાદિ કષાયના નિરોધ વડે ઉત્પન્ન થનારા શમાદિ ગુણો; જેમ આત્માના ગુણો છે તેમ પ્રમાદ, આહાર સંજ્ઞા વગેરે દોષોના નિરોધ વડે પ્રાપ્ત થનાર તપ પણ આત્માનો ગુણ છે. તેથી આત્મગુણસ્વરૂપ તપને ઔદયિક માનીને અનાદરણીય કઈ રીતે મનાય? ગમે તે કારણે જેઓ આર્તધ્યાનને વશ થયા હોય અને ત્યારે કોઈ પણ રીતે તપ કરે; તેથી કોઈ વાર આર્તધ્યાનાદિદોષસહચરિત તપ જોવા મળે એટલા માત્રથી તપને ત્યાજ્ય કોટિનો માનવાનું યોગ્ય નથી. આમ તો કોઈ વાર અહંકારાદિ દોષથી સમન્વિત પણ જ્ઞાન જોવા મળે છે, તેથી કાંઈ જ્ઞાનને ત્યાજ્ય ન મનાય તેમ આર્તધ્યાનાદિ સહચરિત તપ જોવા મળે તેટલા માત્રથી તપને ત્યાજ્ય ન મનાય. “વિવેકી લોકો માટે જ્ઞાન અહંકારનું કારણ બનતું ન હોવાથી તે ત્યાજ્ય બનતું નથી.' - આ પ્રમાણે જો કહી શકાતું હોય તો “વિવેકી જનો માટે તપ પણ દુઃખસ્વરૂપ બનતો ન હોવાથી તે ત્યાજ્ય બનતો નથી” – આ પ્રમાણે કહેવાનું યુક્ત જ છે. અબુધ લોકોની માન્યતાનું નિરાકરણ કરતાં જે વાત કરી છે, તેનો ખ્યાલ તપ કરનારાએ અવશ્ય રાખવો જોઇએ. જ્ઞાન, શમ, સંવેગ અને બ્રહ્મગુપ્તિથી સંબદ્ધ જ તપને અહીં તપ તરીકે વર્ણવાનું તાત્પર્ય છે. જ્ઞાનાદિથી રહિત તપને તપ તરીકે વર્ણવવાનો અહીં ઉદેશ નથી. તપની લાયોપથમિકતા તપની સાથે જે જ્ઞાનાદિ છે; તેને લઇને છે. અન્યથા તો તે તપ ઔદયિકભાવસ્વરૂપ હોવાથી ત્યાજ્ય બને છે. ક્ષાયોપથમિકભાવના તપને આરાધવાનું ખૂબ જ અઘરું છે. વર્તમાન તપનો મહિમા જે રીતે વધી રહ્યો છે, એ જોતાં તો એમ જ લાગે કે ક્ષાયોપથમિકભાવના તપની પ્રાપ્તિ શક્ય નથી. આ વિષયમાં થોડું વિચારવાનું આવશ્યક છે. માત્ર અનશન જ જાણે તપ ન હોય એ રીતે આજે તપનો મહિમા વધારવાનું પૂરજોશમાં ચાલી રહ્યું છે. એને અટકાવવાનું કઈ રીતે શક્ય બને : તે વિચાર્યા વિના ચાલે એવું નથી. અબુધ લોકોની માન્યતા મુજબ તપને ત્યાજ્ય માનવાની અહીં વાત નથી. પરંતુ અનંતજ્ઞાનીઓએ ઉપદેશેલા તપની વ્યવસ્થા કરવાની અહીં વાત છે. જ્ઞાનાદિસમન્વિત જ તપનું અહીં વ્યવસ્થાપન છે. કર્મનિર્જરા માટેનું એ અમોઘ સાધન અકિંચિત્કર બને નહીં એ માટે આ તપની વ્યવસ્થાને સમજી લેવી જોઈએ. II૭-૨૬ો. ધર્મના અંગભૂત દયાવિશેષનું વ્યવસ્થાપન કરાય છે– दयाऽपि लौकिकी नेष्टा षटकायानवबोधतः । ऐकान्तिकी च नाऽज्ञानानिश्चयव्यवहारयोः ॥७-२७॥ ૨૭૨ ધર્મવ્યવસ્થા બત્રીશી

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286