Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 274
________________ “તપને દુઃખસ્વરૂપ માનનારા અબુધ લોકોની માન્યતા બરાબર નથી. કારણ કે તે તપ મન અને ઇન્દ્રિયોની સમાધિનું અતિક્રમણ કર્યા વિના કરાય છે. તે વખતે આંતરિક સુખની પ્રાપ્તિ થતી હોય છે તેમ જ જ્ઞાનાદિપૂર્વક તે તપ કરાતું હોવાથી ક્ષાયોપશમિક છે.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ ‘આર્તધ્યાનાદિનું કારણ હોવાથી અને કર્મના કારણે ઉદ્ભવતું હોવાથી દુ:ખસ્વરૂપ તપ આચરવા જેવું નથી.’ . આ પ્રમાણેની પૂર્વપક્ષીની માન્યતા બરાબર નથી. કારણ કે મન અને ઇન્દ્રિયોના યોગોની સમાધિનું ઉલ્લંઘન કર્યા વિના અર્થાત્ એ યોગોને અસમાધિ ન થાય એ રીતે તપ કરાય છે. આગમમાં જણાવ્યું છે કે તપ એવી રીતે કરવાનો છે કે જેથી મન ખરાબ વિચાર ન કરે, ઇન્દ્રિયોની હાનિ ન થાય અને સંયમના જ્ઞાનાદિ યોગોની હાનિ ન થાય. આ રીતના વચનથી તપ કરાય છે તેથી તે દુ:ખસ્વરૂપ થતો નથી તેમ જ આર્તધ્યાનનું કારણ પણ બનતો નથી. પરંતુ તેવા પ્રકારની તપની આરાધનાથી ભાવારોગ્યના લાભની સંભાવનાથી મનમાં સુખની પ્રાપ્તિ થાય છે. આમ છતાં કોઇ વાર કોઇ તપસ્વીને દેહને પીડા થતી હોવા છતાં પુષ્કળ એવા માનસિક સુખના કારણે અલ્પ એવી શરીરની પીડાનો પ્રતિરોધ થાય છે. અર્થાત્ શરીરની પીડા, પીડારૂપે જણાતી નથી. આ જ વિષયમાં શ્રી અષ્ટકપ્રકરણમાં ફરમાવ્યું છે. ‘મન, ઇન્દ્રિયો અને સંયમના યોગોની હાનિ અહીં (તપમાં) થતી નથી; તો કઇ રીતે આ તપની દુઃખરૂપતા વર્ણવાય છે ? અનશનાદિ તપને લઇને જે કોઇ વાર કાયપીડા થાય છે; તે રોગની ચિકિત્સા વખતની પીડાની જેમ ઇષ્ટ એવા ફળ(નિર્જરાદિ)ની સિદ્ધિના કારણે ફળની પ્રત્યે બાધક બનતી નથી. ઇષ્ટ અર્થની સિદ્ધિ થતી હોય તો કાયાની પીડા દુઃખને આપનારી બનતી નથી : એ લોકમાં પ્રત્યક્ષસિદ્ધ છે. રત્નોનો વ્યાપાર કરનારા વ્યાપારીના દૃષ્ટાંતથી અહીં પણ એ રીતે વિચારવું જોઇએ. તેમ જ જ્ઞાન, શમ, સંવેગ અને બ્રહ્મચર્યની ગુપ્તિ વગેરેના સંબંધવાળો તપ; ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમથી થાય છે. તેથી તે ઔદયિકભાવથી થયેલો ન હોવાથી અનાદર કરવા યોગ્ય નથી. શ્રી અષ્ટકપ્રકરણમાં એ વાત જણાવતાં ફરમાવ્યું છે કે ‘સમ્યગ્દર્શનાદિના કારણે વિશિષ્ટ બનેલા જ્ઞાન, સંવેગ અને ઉપશમ વગેરેની પ્રધાનતાથી યુક્ત હોવાથી ક્ષાયોપશમિકભાવનો તપ જાણવો જોઇએ. તે તપ અવ્યાબાધ સુખ સ્વરૂપ છે. ‘જ્ઞાન, શમ અને સંવેગાદિના સંબંધવાળો તપ ખરી રીતે તો ઔયિકભાવનો જ છે. એમાં શમ, જ્ઞાન અને સંવેગ વગેરે ક્ષયોપશમભાવના છે.’ - આવી શંકા કરવી ના જોઇએ. કારણ કે જ્ઞાનાદિસમન્વિત જ અનશનાદિ તપ ગુણના સમુદાય સ્વરૂપ છે. કેવલ અનશનાદિસ્વરૂપ તપ નથી. ગુણના સમુદાય સ્વરૂપ તપમાંથી જ્ઞાનાદિ અંશોને ક્ષાયોપશમિકભાવના માનીને કેવલ અનશનાદિને તપ માનવામાં આવે તો માત્ર અનશનાદિને કરનારા ભિખારીઓને પણ તપસ્વી માનવાનો પ્રસંગ આવશે. ભિખારી વગેરેના અનશનાદિને કોઇ જ તપ તરીકે વર્ણવતું નથી. તેથી એક પરિશીલન ૨૭૧

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286