Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 271
________________ તરીકે વર્ણવી છે. આથી છેલ્લો પક્ષ સ્વીકારીને નિરવઘની નિવૃત્તિ ધર્મનું કારણ છે એમ જણાવાય તો યોગાદિના અનાદરનો પ્રસંગ આવશે. કારણ કે નિરવઘ યોગ, યોગનાં અંગો વગેરેની નિવૃત્તિ મહાફળને આપનારી હોય તો માંસાદિની નિવૃત્તિની જેમ અનવદ્ય યોગાદિની નિવૃત્તિ ઈષ્ટ છે. પ્રવૃત્તિ કરતાં નિવૃત્તિ જ ઈષ્ટ છે. તેથી યોગાદિમાં આદર નહીં રહે. આથી સમજી શકાશે કે માંસભક્ષણાદિમાં દોષ નથી. પરંતુ તેની નિવૃત્તિ મહાફળને આપનારી છે.” - આ વાતમાં તથ્ય નથી. II૭-૨૩ કેટલાક લોકોની મૈથુન અંગેની જે માન્યતા છે તે જણાવવા પૂર્વક તેનું નિરાકરણ કરાય છે माध्यस्थ्यं केचिदिच्छन्ति गम्यागम्याविवेकतः । तन्नो विपर्ययादेवानर्गलेच्छानिरोधतः ॥७-२४॥ माध्यस्थ्यमिति केचिन्मण्डलतन्त्रवादिनः । गम्यागम्ययोरविवेकतो व्यवस्थानाद् माध्यस्थ्यमिच्छन्ति। अन्यथा गम्यायां रागेण अगम्यायां च द्वेषादिना माध्यस्थ्यभङ्गात् । समप्रवृत्तौ च न सङ्क्लेश इति । तन्नो नैव युक्तं । विपर्ययादेव गम्यागम्यविवेकादेव । अनर्गलाया अमर्यादाया इच्छाया मोहविकाररूपाया निरोधतः । निरुद्धायाश्चेच्छायाः स्वल्पेन्धनाग्नेरिव स्वल्पकालस्थितिकत्वादेशनिवृत्तिगर्भत्वेन च माध्यस्थ्यबीजत्वमिति गम्यागम्यविवेकधर्माहितशुभाशयादेव चाचिरेण परममाध्यस्थ्यमप्युपपद्यत इति भावः ।।७-२४॥ “ગમ્ય અને અગમ્યના વિવેકના અભાવે માધ્યથ્યને કેટલાક લોકો માને છે - તે યુક્ત નથી. કારણ કે ખરી રીતે તો ગમ્ય અને અગમ્યના વિવેકથી જ મર્યાદા બહારની ઇચ્છાનો નિરોધ થતો હોવાથી માધ્યથ્ય પ્રાપ્ત થાય છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કેટલાક મંડલતંત્રવાદીઓનો કહેવાનો આશય એ છે કે મૈથુન સેવવામાં ગમ્ય કે અગમ્યનો વિવેક કરવામાં આવે તો રાગ-દ્વેષના અભાવ સ્વરૂપ માધ્યસ્થ રહેતું નથી. કારણ કે ગમ્ય સ્ત્રીમાં મૈથુન સેવવાથી રાગ થાય છે અને અગમ્ય સ્ત્રીની પ્રત્યે દ્વેષ વગેરે થાય છે. તેથી ગમ્ય અને અગમ્ય વ્યક્તિને વિશે સમાન પ્રવૃત્તિ થવાથી માધ્યથ્ય જળવાય છે, સંક્લેશ થતો નથી. પરંતુ આ પ્રમાણે મંડલતંત્રવાદીઓનું કથન યુક્ત નથી. કારણ કે ગમ્યાગમના અવિવેકથી નહિ પણ તેના વિપર્યયથી એટલે કે ગમ્યાગમના વિવેકથી જ સંક્લેશ દૂર થાય છે. રાગ-દ્વેષની પરિણતિને સંક્લેશ કહેવાય છે. ગમ્યાગમ્યના અવિવેકના કારણે મૈથુનની ઇચ્છા અનર્ગલ-હદ ઉપરાંત હોય છે. ગમ્યાગમના વિવેકથી મોહના વિકાર સ્વરૂપ એ ઇચ્છાનો નિરોધ થવાથી સહજ રીતે જ સંક્લેશ નાશ પામે છે. નિરોધ કરાયેલી ઇચ્છા, અલ્પ બળતણવાળા અગ્નિની જેમ ખૂબ જ અલ્પકાળ રહેતી હોય છે. ગમ્યાગમ્યના વિવેકથી અગમ્યની નિવૃત્તિને લઇને દેશથી નિવૃત્તિથી યુક્ત ઇચ્છાનો નિરોધ થાય છે. તેથી નિરુદ્ધ (વિવેકથી નિરોધ કરાયેલી) ઇચ્છા માધ્યશ્મનું કારણ બને છે. આથી સ્પષ્ટ છે કે આ રીતે ગમ્યાગમ્યના વિવેકથી ઉત્પન્ન ૨૬૮ ધર્મવ્યવસ્થા બત્રીશી

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286