Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 268
________________ विना मेहनविकारविशेषः सम्भवति भयाद्यवस्थायामिवेति । तदिदमुक्तं - " नापवादिककल्पत्वान्नैकान्तेનેત્યસક્તમ્” ।।૭-૨૦ ‘ઉપર જણાવ્યા મુજબ કહેવાનું ઉચિત નથી, કારણ કે આપવાદિક જેવું હોવાથી ગાઢ (અત્યંત) આપત્તિના કાળમાં કરાતા શ્વાનમાંસના ભક્ષણની જેમ સ્વરૂપથી તો તે (મૈથુન) દુષ્ટ જ છે.” – આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે; ધર્માર્થ પુત્રામસ્ય... ઇત્યાદિ શ્લોકમાં જણાવેલી વાત બરાબર નથી. કારણ કે ધર્મ માટે પુત્રોત્પત્તિસ્વરૂપ ગુણના આલંબને મૈથુન સેવવાની પ્રવૃત્તિ આપવાદિક જેવી વિશેષવિધિરૂપ છે. અત્યંત આપત્તિમાં શ્વાનના માંસભક્ષણની પ્રવૃત્તિની જેમ સ્વરૂપથી તો દુષ્ટ જ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અપવાદે જોકે શ્વાનનું માંસ વાપરે છે; પરંતુ તેમ કરનારા પણ સ્વરૂપથી તો તેને દુષ્ટ જ માને છે તેથી જ તો તે અંગે તેઓ પ્રાયશ્ચિત્ત સ્વીકારે છે. આવી જ રીતે સ્વરૂપે દુષ્ટ એવું પણ મૈથુન અપવાદે જ સેવાય છે. કુમારાવસ્થાથી જ સાધુપણાના પાલન માટે અસમર્થ એવા આત્માઓ ભવિષ્યમાં અનાચારાદિ દોષોથી બચવા સ્વરૂપ ગુણાંતરની અપેક્ષાએ મૈથુનને સેવે છે. આથી મૈથુન સ્વરૂપથી પણ દુષ્ટ ન હોય અને સર્વથા નિર્દોષ હોય તો કુમારાવસ્થાથી જ સાધુપણાના પાલન અંગે જે ઉપદેશ અપાય છે, તે નિરર્થક થઇ જશે અને ગૃહસ્થપણાના ત્યાગનો પણ ઉપદેશ અર્થહીન બનશે. અપવાદે પણ ધર્મના અર્થીને સ્વરૂપથી દુષ્ટ એવા મૈથુનને સેવવાથી લિંગ(પુરુષચિહ્ન)ના વિકારવાળા કામના ઉદયથી યુક્ત એવા તેને આરંભ (હિંસા) અને પરિગ્રહનો દોષ તો અવશ્ય પ્રાપ્ત થાય છે. કામના ઉદય વિના લિંગના વિકારનો સંભવ નથી. ભય વગેરેની અવસ્થામાં એવા વિકાર ઉત્પન્ન થતા નથી. આથી આ વિષયમાં શ્રી અષ્ટકપ્રકરણમાં ફરમાવ્યું છે કે પૂર્વપક્ષી(બ્રાહ્મણો)નું કથન બરાબર નથી. કારણ કે એ મૈથુન આપવાદિક જેવું હોવાથી સર્વથા મૈથુનમાં દોષ નથી એ પ્રમાણે કહેવાનું સંગત નથી... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. ૫૭-૨૦ા उक्तार्थे मानमाह આપવાદિક જેવું મૈથુન પણ દુષ્ટ છે : આ વાતનું સમર્થન કરાય છે— वेदं ह्यधीत्य स्नायाद् यत् तत्रैवाधीत्यसङ्गतः । व्याख्यातस्तदसावर्थो बूते हीनां गृहस्थताम् ॥७-२१॥ वेदं हीति-यद्यस्मात् । वेदं ऋगादिकं । हिशब्दो वाक्यालङ्कारार्थः । अधीत्य पठित्वा । स्त्रायात् कलत्रसङ्ग्रहाय स्वानं कुर्याद् । इत्यत्र वेदवाक्ये वेदव्याख्यातृभिरेवाध्याहृत एवकारः । सङ्गतोऽधीत्यपदसमभिव्याहृतो व्याख्यातः । वेदानधीत्यैव स्त्रायात्, न त्वनधीत्येत्यवधारणात्तत्तस्माद्वेदमधीत्य स्त्रायादेवेत्यनवधारणाद् । असावर्थो गृहस्थतां कलत्रसङ्ग्रहलक्षणां हीनामौत्सर्गिकमैथुन એક પરિશીલન ૨૬૫

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286