Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
सदसि शोभते । यदाह - " एतावन्मात्रसाम्येन प्रवृत्तिर्यदि चेष्यते । जायायां स्वजनन्यां च स्त्रीत्वात्तुल्यैव सास्तु ते ।।१।।” मण्डलतन्त्रवादिनोऽत्रापीष्टापत्तिरेवेति चेत्तन्मतं बहुधाऽन्यत्र निराकृतं लेशतश्चाग्रे નિરારિષ્યામ: ||૭-૪||
“ગાયનું દૂધ વગેરે પેય છે પરંતુ લોહી વગેરે પેય નથી - આવી વ્યવસ્થા પ્રસિદ્ધ છે. આવી જ વ્યવસ્થા અહીં પણ વિચારવી જોઇએ. અન્યથા એવી વ્યવસ્થા માનવામાં ન આવે તો ભિક્ષુમાંસાદિને પણ ભક્ષ્ય માનવાનો પ્રસંગ આવશે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ભક્ષ્યાભક્ષ્યની વ્યવસ્થા શાસ્ત્ર અને લોકના અનુસારે જ માનવી જોઇએ. લોકમાં અને શાસ્ત્રમાં એ વ્યવસ્થિત છે કે ગાયનું દૂધ પેય છે અને લોહી વગેરે અપેય છે. ગાયનું અંગ હોવાથી તે રૂપે બંનેમાં કોઇ વિશેષતા નથી છતાં એકને (ગોક્ષીરાદિને) પેય અને બીજાને (રુધિરાદિને) અપેય મનાય છે. આ જ ન્યાય (રીત) અહીં પણ લાગે છે. પ્રાણંગત્વ હોવા છતાં ઓદન વગેરે ભક્ષ્ય છે અને માંસ વગેરે અભક્ષ્ય છે. શ્રી અષ્ટકપ્રકરણમાં એ પ્રમાણે જણાવ્યું છે કે— “પ્રાણીનું અંગ પણ એક(ઓર્દનાદિ) ભક્ષ્ય છે અને બીજું (માંસાદિ) તેવું-ભક્ષ્ય નથી. કારણ કે ગાય વગેરેનું યોગ્ય દૂધ અને રુધિર વગેરેમાં તે મુજબ પેયાપેયત્વ પ્રસિદ્ધ છે.”
શાસ્ત્ર અને લોકપ્રસિદ્ધ એવી પણ વ્યવસ્થા માનવી ન હોય અને અનુમાનથી જ, તે ભક્ષ્યાભક્ષ્યત્વ માનવું હોય તો તમને(બૌદ્ધને) ભિક્ષુમાંસમાં પણ ભક્ષ્યત્વ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે તેમાં પણ પ્રાણંગત્વ સમાન જ છે. શ્રી અષ્ટકપ્રકરણમાં એ વિષયમાં જણાવ્યું છે કે - પ્રાણંગત્વના કારણે જ જો ભક્ષ્યત્વ માનવામાં આવે તો ભિક્ષુના માંસભક્ષણનો નિષેધ કોઇ પણ રીતે ક્યારે ય સંગત નહિ બને તેમ જ અસ્થિ (હાડકાં) શિંગડા... વગેરેને પણ ભક્ષ્ય માનવાનો પ્રસંગ આવશે. કારણ કે તેના પ્રાણંગત્વમાં કોઇ જ વિશેષતા નથી. બીજું આ રીતે પ્રાણંગત્વાદિ સ્વરૂપે સામ્ય હોવા માત્રથી જ માંસાદિમાં ભક્ષ્યત્વ માની લેવામાં આવે તો સ્ત્રીત્વના સામ્યથી પત્નીની જેમ માતામાં પણ ગમ્યત્વ(ભોગ્યત્વ) માનવાનો પ્રસંગ આવશે. તેથી ‘માંસ ભક્ષ્ય છે. કારણ કે તેમાં પ્રાણંગત્વ છે.'... ઇત્યાદિ પ્રલાપ ઉન્મત્ત માણસને શોભે. વિદ્વાનોની સભામાં એ શોભતો નથી. આ વાતને સ્પષ્ટ કરતાં અષ્ટકપ્રકરણમાં ફ૨માવ્યું છે કે— “પ્રાણંગત્વમાત્રના સામ્યથી જ માંસાદિમાં પ્રવૃત્તિ ઇષ્ટ હોય તો સ્ત્રીત્વના સામ્યથી પત્નીમાં અને પોતાની માતામાં પણ તે પ્રવૃત્તિ સરખી જ માનવી પડશે.”
મંડલતંત્રવાદીઓને એ ઇષ્ટ જ છે, અનિષ્ટ નથી - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે મંડલતંત્રવાદીઓના મતનું નિરાકરણ અન્યત્ર અનેક રીતે કર્યું છે અને સંક્ષેપથી આગળ કરાશે. તેથી તેમના મતે જે ઇષ્ટ છે, તે શાસ્ત્ર અને લોકથી સિદ્ધ વ્યવસ્થાથી બાધિત થતું હોવાથી માનવાની જરૂર નથી... ઇત્યાદિ સ્પષ્ટ રીતે સમજી લેવું જોઇએ. ॥૭-૪॥
૨૪૮
ધર્મવ્યવસ્થા બત્રીશી