Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 250
________________ બાધનું સ્પષ્ટીકરણ કરવા માટે ગ્રંથકાર પરમર્ષિ ફરમાવે છે કે જ્યાં ભક્ષ્યત્વ મનાય છે ત્યાં પ્રાણંગત્વ હોવા છતાં તેના કારણે ભક્ષ્યત્વ માનવામાં આવતું નથી. અન્યથા અસ્થિ વગેરેમાં પ્રાણંગત્વ હોવાથી ત્યાં પણ ભક્ષ્યત્વ માનવાનો પ્રસંગ આવશે. યદ્યપિ આ અતિપ્રસંગનું વારણ શક્યભક્ષણકત્વ સ્વરૂપ જ ભક્ષ્યત્વ માનવાથી થઇ શકે છે. કારણ કે અસ્થિ વગેરેમાં પ્રાથંગત્વ હોવા છતાં ત્યાં શક્યભક્ષણકત્વ (જેનું ભક્ષણ શક્ય છે તેમાં શક્યભક્ષણકત્વ મનાય છે.) ન હોવાથી ભક્ષ્યત્વ મનાતું નથી. પરંતુ આ વાત બરાબર નથી. કારણ કે ભક્ષ્યત્વ અધર્માજનકભક્ષણકત્વ સ્વરૂપ છે. જેના ભક્ષણથી અધર્મની ઉત્પત્તિ થતી નથી; તેને અધર્માજનકભક્ષણક કહેવાય છે. અને તેમાં અધર્માજનકભક્ષણકત્વ રહે છે. આવા અધર્મજનકભક્ષણકત્વને ક્યાં માનવું અને ક્યાં ન માનવું, તેની વ્યવસ્થા શાસ્ર અને લોક(શિષ્ટજન)થી થતી હોય છે. મત્સ્ય શબ્દ મમ્ ધાતુને વિધ્યર્થમાં ય પ્રત્યયના વિધાનથી નિષ્પન્ન છે. બલવર્ એવા અનિષ્ટનો જે અનનુબંધી (અકારણ) છે તે વિધ્યર્થ છે. તેથી જેનું ભક્ષણ બલવાન એવા અનિષ્ટનું અનુબંધી(કારણ) હોય તે ભક્ષ્ય ન હોય - એ સમજી શકાય છે. શાસ્ત્ર અને શિષ્ટજનપ્રસિદ્ધ વ્યવસ્થાથી માંસમાં ભક્ષ્યત્વનો આ રીતે બાધ થાય છે. તેથી ઉક્ત અનુમાન બાધદોષથી દુષ્ટ છે. ભક્ષ્યાભક્ષ્યત્વની પ્રયોજિકા વ્યવસ્થા છે : એ વાતને જણાવતાં શ્રી અષ્ટકપ્રકરણમાં ફ૨માવ્યું છે કે - “આ લોકમાં ભક્ષ્યાભક્ષ્ય વગેરે બધી જ વ્યવસ્થા પરમાર્થથી શાસ્ત્ર અને શિષ્ટલોકના કારણે થતી હોય છે. તેથી ઉપર જણાવેલું માંસમાં ભક્ષ્યત્વને સિદ્ધ કરનારું અનુમાન અયુક્ત છે.” કારણ કે શાસ્ત્ર અને શિષ્ટજનોની વ્યવસ્થાથી માંસમાં ભક્ષ્યત્વ બાધિત છે... ઇત્યાદિ સારી રીતે વિચારવું. II૭-૩॥ इत्थं चैतदभ्युपेयं, यतः— ભક્ષ્યાભક્ષ્યત્વની વ્યવસ્થા શાસ્ત્ર અને લોકના કારણે થતી હોય છે : આ વાત નીચે જણાવેલા આ કા૨ણે પણ માનવી જોઇએ. (એનું જે કારણ છે તે જણાવાય છે.)— व्यवस्थितं हि गोः पेयं क्षीरादि रुधिरादि न । न्यायोऽत्राप्येष नो चेत् स्याद् भिक्षुमांसादिकं तथा ॥७-४॥ व्यवस्थितमिति-व्यवस्थितं हि गोः क्षीरादि पेयं, रुधिरादि न हि, गवाङ्गत्वाविशेषादुभयोरविशेषः । एष न्यायोऽत्राप्यधिकृतेऽप्यवतरति, प्राण्यङ्गत्वेऽप्योदनादेर्भक्ष्यत्वस्य मांसादेश्चाभक्ष्यत्वस्य व्यवस्थित्वात् । तदुक्तं—“तत्र प्राण्यङ्गमप्येकं भक्ष्यमन्यत्तु नो तथा । सिद्धं गवादिसत्क्षीररुधिरादौ तथेक्षणात् ॥ १ ॥ " नो चेद् यदि च नैवमभ्युपगम्यते तदा तव भिक्षुमांसादिकं तथा भक्ष्यं स्यात्, प्राण्यङ्गत्वाविशेषात् । तदाह - “भिक्षुमांसनिषेधोऽपि न चैवं युज्यते क्वचिद् । अस्थ्याद्यपि च भक्ष्यं स्यात्प्राण्यङ्गत्वाविशेषतः ।।१।।” किं चैवं स्त्रीत्वसाम्याज्जायाजनन्योरप्यविशेषेण गम्यत्वप्रसङ्ग इति नायमुन्मत्तप्रलापो विदुषां એક પરિશીલન ૨૪૭

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286