Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 259
________________ એમાંથી પૂર્વપક્ષના અભિપ્રાયે કરેલી પ્રથમ વ્યાખ્યાનો અહીં આદર કર્યો છે. શાસ્ત્રબાહ્યમાંસભક્ષણને આશ્રયીને - સામાન્યથી દોષનો નિષેધ નથી - આ પ્રમાણેની વ્યાખ્યા વિશેષતાત્પર્યની વિવક્ષામાં બીજાને ઇષ્ટ જ છે. વિશેષતાત્પર્યંની વિવક્ષા જે કારણે જણાય છે તે ઉપાયને યતઃ સ્મૃતમ્ આ ગ્રંથ દ્વારા જણાવાય છે. અર્થાત્ આગળના શ્લોકથી એ ઉપાયને જણાવવાનું યતઃ સ્મૃતમ્ આ ગ્રંથથી સૂચવ્યું છે. અહીં યાદ રાખવું જોઇએ કે અગિયારમા શ્લોકમાં જણાવેલા વિરોધના પરિહાર માટે આ બારમા શ્લોકથી વિશેષતાત્પર્ય જણાવ્યું છે. એના અનુસંધાનમાં જ ‘♥ બન્નેવ...' ઇત્યાદિ શ્લોકની વૃત્તિકા૨ે શ્રી અષ્ટકપ્રકરણમાં કરેલી પ્રથમ વ્યાખ્યાનો આદર કર્યો છે... ઇત્યાદિ વિચારવું જોઇએ. ત્યાંની પ્રથમ વ્યાખ્યાનું સામાન્યથી એ તાત્પર્ય છે કે “આ રીતે જન્મ સ્વરૂપ દોષ છે : એ કહેવાનું યોગ્ય નથી. કારણ કે આ જન્મસ્વરૂપ દોષ અને માંસભક્ષણનો નિષેધ શાસ્ત્રબાહ્યભક્ષણને આશ્રયીને છે.” અને દ્વિતીય વ્યાખ્યાનું તાત્પર્ય એ છે કે ‘શાસ્ત્રબાહ્ય માંસભક્ષણને આશ્રયીને એટલે કે સામાન્યથી માંસભક્ષણમાં દોષનો નિષેધ સંગત નથી.' આ શ્લોકનો ભાવાર્થ સમજી લીધા પછી ટીકાની પંક્તિઓ સમજવાનું થોડું સ૨ળ બનશે. II૭-૧૨ યતઃ સ્મૃતમ્ – આ પદથી જે જણાવાયું છે તે ગ્રંથકારશ્રી જણાવે છે અર્થાત્ ‘જેથી કહેવાયું છે' - આ પ્રમાણે કહીને જે કહેવાયું હતું તે ગ્રંથકારશ્રી જણાવે છે— प्रोक्षितं भक्षयेन्मांसं ब्राह्मणानां च काम्यया । यथाविधि नियुक्तस्तु प्राणानामेव चात्यये ।।७-१३॥ प्रोक्षितमिति - प्रोक्षितं वैदिकमन्त्राभ्युक्षितं । भक्षयेदश्नीयात् । मांसं पिशितं । ब्राह्मणानां च काम्ययेच्छया । द्विजभुक्तावशेषं प्रति तदनुज्ञया विधिर्न्यायो यत्र यागश्राद्धप्राघूर्णकादौ प्रक्रिया तस्यानतिक्रमेण यथाविधि । तत्र यागविधिः पशुमेधाश्वमेधादिशास्त्रसिद्धः श्राद्धविधिस्तु द्वौ मासौ मत्स्यमांसेनेत्यादिप्रसिद्धः । प्राघूर्णकविधिस्तु याज्ञवल्क्योक्तोऽयं - " महोक्षं वा महाजं वा श्रोत्रियाय प्रकल्पयेदिति” तथा नियुक्तस्तु गुरुभिर्व्यापारित एव । तथा प्राणानामेवेन्द्रियादीनामेव चात्यये विनाशे उपस्थिते इति शेषः । आत्मा हि रक्षणीयो यदाह - “ सर्वत एवात्मानं गोपयेदिति” ।।७-१३।। “બ્રાહ્મણોની અનુજ્ઞાથી વૈદિક મંત્રોથી સંસ્કૃત એવા માંસનું ભક્ષણ કરવું જોઇએ તેમ જ વિધિપૂર્વક નિયુક્ત થયેલ (અધિકારી) માણસે માંસભક્ષણ કરવું જોઇએ અને પ્રાણાદિ(ઇન્દ્રાદિ)ના નાશનો પ્રસંગ આવ્યે છતે માંસભક્ષણ કરવું જોઇએ.” – આ પ્રમાણે તે૨મા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે વૈદિક મંત્રોના પાઠથી અભિમંત્રિત માંસને પ્રોક્ષિત માંસ કહેવાય છે. એ માંસ બ્રાહ્મણો ખાઇ લે, પછી જે વધે તે માંસ તેમની ઇચ્છા - અનુજ્ઞાથી ખાવું જોઇએ. એ પણ વિધિ એટલે કે ન્યાયનું ઉલ્લંઘન કર્યા વિના ખાવું, જ્યાં વિધિ; યજ્ઞ, શ્રાદ્ધ ધર્મવ્યવસ્થા બત્રીશી ૨૫૬

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286