Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 242
________________ गुणवदिति-गुणवतां ज्ञानादिगुणशालिनां बहुमानात् । यः प्रवचनस्योन्नतिं बहुजनश्लाघां कुर्यात् । तस्य स्वतोऽन्येषां दर्शनोत्पत्तेः । परा तीर्थकरत्वादिलक्षणा उन्नतिः स्यात् । कारणानुरूपत्वात्कार्यस्य । तदाह-“यस्तून्नतो यथाशक्ति सोऽपि सम्यक्त्वहेतुताम् । अन्येषां प्रतिपद्येह तदेवाप्नोत्यनुत्तमम् ।।१।। प्रक्षीणतीव्रसङ्क्लेशं प्रशमादिगुणान्वितम् । निमित्तं सर्वसौख्यानां तथा सिद्धिसुखावहम् ।।२।। ॥६-२९॥ “ગુણવદ્ ગુરુજનો પ્રત્યે બહુમાન રાખવાથી જે પ્રવચનની ઉન્નતિ-પ્રભાવનાને કરે છે તેને અને બીજાને તેનાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. તેથી તે શ્રેષ્ઠ કોટિની ઉન્નતિને પામે છે.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે ગુણવતુપારતંત્રના કારણે પોતાની ગુણહીનતાનો અને દોષપૂર્ણતાનો ખ્યાલ આવે છે. તેની સાથે ગુણવદ્ ગુરુજનોની ગુણવત્તાનો પણ પરિચય થાય છે. તેથી ગુણવદ્ ગુરુજનોની પ્રત્યે બહુમાન પ્રગટે છે. એ બહુમાનને લઈને ગુણવદ્ ગુરુજનોની સાથેનો વિનય અને વિવેકાદિ પૂર્ણ આપણો વ્યવહાર જોઇને જોનારાને એમ થાય છે કે કેટલું અદ્ભુત છે આ જૈન શાસન ! જ્યાં આવું બહુમાન કરાય છે....... આવા પ્રકારની ઘણા લોકો દ્વારા શ્રી વીતરાગપરમાત્માના પરમતારક પ્રવચનની પ્રશંસા થવાથી જ્ઞાનાદિગુણોથી ગુણવદ્ ગુરુજનોના બહુમાનથી પ્રવચનની ઉન્નતિપ્રભાવના થાય છે. આ રીતની બહુજનશ્લાઘા સ્વરૂપ પ્રવચનોન્નતિના કારણે પોતાને અને બીજાને શ્રી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે અને તેથી પ્રવચનની ઉન્નતિ કરનારની શ્રેષ્ઠ કોટિની શ્રી તીર્થંકરપણું વગેરે પ્રાપ્ત કરવા સ્વરૂપ ઉન્નતિ થાય છે અર્થાત્ એ રીતે પ્રવચનની ઉન્નતિ કરનારને શ્રી તીર્થંકરપદની કે શ્રી ગણધરપદ વગેરેની પ્રાપ્તિ થાય છે. કારણ કે કાર્ય, કારણને અનુરૂપ જ થતું હોય છે. જેવું કારણ હોય તેવું કાર્ય થાય. પ્રવચનની ઉન્નતિ અહીં કારણ છે, તેથી તેને અનુરૂપ શ્રેષ્ઠ કોટિની ઉન્નતિ સ્વરૂપ કાર્યની પ્રાપ્તિ થાય - એ સમજી શકાય છે. આ વાતને જણાવતાં શ્રી અષ્ટક પ્રકરણમાં જણાવ્યું છે કે જે પોતાની શક્તિ અનુસાર શાસનની ઉન્નતિ-પ્રભાવના માટે પ્રયત્ન કરે છે તે પણ બીજાને સમ્યગ્દર્શનની પ્રત્યે કારણ બનીને તે; અનુત્તર સમ્યગ્દર્શનને જ પ્રાપ્ત કરે છે. જે સમ્યગ્દર્શન, તીવ્ર સંક્લેશથી રહિત છે; પ્રશમ, સંવેગ અને નિર્વેદાદિ ગુણોથી યુક્ત હોય છે; સર્વ સુખોનું નિમિત્ત અને મોક્ષના સુખને આપનારું છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનનું મૂળ સમ્યગ્દર્શન છે. એ શાસનની પ્રભાવના બીજાને સમ્યકત્વની પ્રાપ્તિ કરાવવાથી થાય છે અને તેથી પોતાને અનુત્તર કોટિનું તે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. તેની અનુત્તરતાને જણાવવા માટે અહીં ચાર વસ્તુઓ જણાવી છે. અનંતાનુબંધી(અનંતસંસારનું કારણ બનનાર)ના કષાયોનો જે ઉદય છે, એને અહીં તીવ્રસંક્લેશ તરીકે વર્ણવ્યો છે. એવો તીવ્રસંક્લેશ જ્યાં ક્ષય પામ્યો છે; એવું સમ્યગ્દર્શન અનુત્તર છે. પ્રથમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય સ્વરૂપ લિંગોને અહીં ગુણો તરીકે વર્ણવ્યાં છે. અપરાધીને વિશે પણ ચિત્તથી પ્રતિકૂળ ચિંતન ન કરવા સ્વરૂપ પ્રશમ છે. મોક્ષ પ્રત્યેનો તીવ્ર એક પરિશીલન ૨૩૯

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286