Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
| अथ मार्गद्वात्रिंशिका प्रारभ्यते
देशनया मार्गो व्यवस्थाप्य इति तत्स्वरूपमिहोच्यते
બીજી દેશના-દ્વાર્નાિશિકામાં દેશનાવિધિનું વર્ણન કર્યું. હવે એ પરમતારક દેશનાથી જે માર્ગનું વ્યવસ્થાપન કરાય છે તે માર્ગનું સ્વરૂપ જણાવાય છે–
मार्गः प्रवर्तकं मानं शब्दो भगवतोदितः ।
संविग्नाशठगीतार्थाचरणं चेति स द्विधा ॥३-१॥ मार्ग इति-प्रवर्तकं स्वजनकेच्छाजनकज्ञानजननद्वारा प्रवृत्तिजनकं । मानं प्रमाणं । स च भगवता सर्वज्ञेनोदितो विधिरूपः शब्दः । संविग्नाः संवेगवन्तो अशठा अभ्रान्ता गीतार्थाः स्वभ्यस्तसूत्रार्थास्तेषामाचरणं चेति द्विधा विधेरिव शिष्टाचारस्यापि प्रवर्तकत्वात् । तदिदमाह धर्मरलप्रकरणकृद्–“मग्गो आगमणीई अहवा संविग्गबहुजणाइण्णं त्ति ।।३-१।।
પ્રવર્તક પ્રમાણને માર્ગ કહેવાય છે. શ્રી સર્વજ્ઞ ભગવંતનો શબ્દ અને સંવિગ્ન, અશઠ એવા ગીતાર્થ પુરુષોનું આચરણ : એ બે રીતે માર્ગ બે પ્રકારનો છે.” - આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે બાલ, મધ્યમ અને પંડિત જનોને તેમના માટે ઉચિત એવી દેશના આપવા દ્વારા શુદ્ધસંયમની પ્રાપ્તિ કરાવવા માટે ધર્મદશકનો પ્રયત્ન હોય છે. શુદ્ધ સંયમના ઉપાયને માર્ગ કહેવાય છે. અહીં પ્રવર્તક એવા પ્રમાણને માર્ગ તરીકે વર્ણવ્યું છે. ઈષ્ટની પ્રાપ્તિ માટે જે પ્રવૃત્તિ કરાવે છે તે પ્રવર્તક છે. ઈષ્ટવસ્તુને પ્રાપ્ત કરવાના ઉપાયનું જ્ઞાન થાય એટલે તે ઉપાયને પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય અને એ ઇચ્છા ઇષ્ટ વસ્તુના ઉપાયમાં પ્રવૃત્તિ કરાવે છે. આ રીતે સમજી શકાય છે કે પ્રવૃત્તિની પ્રત્યે ઇચ્છા કારણ છે. અને ઈચ્છાની પ્રત્યે જ્ઞાન કારણ છે. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિના ઉપાયોનું જ્ઞાન કરાવનાર પ્રમાણ પ્રવર્તક છે. પ્રવૃત્તિજનક (ઉત્પન્ન કરનાર) જે ઇચ્છા; એ ઇચ્છાનું જનક જે જ્ઞાન; તે જ્ઞાનને ઉત્પન્ન કરવા દ્વારા જે પ્રવૃત્તિને ઉત્પન્ન કરે છે; તેને પ્રવર્તક કહેવાય છે. આવું પ્રવર્તક જે પ્રમાણ છે; તેને માર્ગ કહેવાય છે, જે શુદ્ધસંયમના ઉપાય સ્વરૂપ છે. એ માર્ગના આસેવનથી આત્માને શુદ્ધસંયમની પ્રાપ્તિ થાય છે.
આ માર્ગ બે પ્રકારનો છે. શ્રી સર્વજ્ઞભગવંતે કહેલો વિધિસ્વરૂપ શબ્દ માર્ગ છે અને સંવિગ્ન, અશઠ એવા ગીતાર્થમહાત્માઓનું આચરણ પ્રમાણ-માર્ગ છે. આશ્રવ (પ્રાણાતિપાતાદિ કર્મબંધકારણ)નો ત્યાગ કરવો જોઈએ અને સંવર(તપ વગેરે)નું ઉપાદાન કરવું જોઇએ. ઇત્યાદિ વિધિસ્વરૂપ શબ્દો(વચનો) શ્રી સર્વશભગવંતે કહેલા છે. એ વચનોથી ઉપર જણાવ્યા મુજબ જ્ઞાન થવાથી આશ્રવના ત્યાગની અને સંવરના ઉપાદાનની ઇચ્છા થાય છે, જેથી આત્મા આશ્રવના
૮૬
માર્ગ બત્રીશી