Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
બધા અર્થીઓ અને પુણ્યના ઉદ્દેશથી બનાવેલા પિંડને દુષ્ટ (અગ્રાહ્ય) કહેનારા વડે એમ કહેવાય કે, “અહીં અસંકલ્પિત પિંડ એટલે સંકલ્પવિશેષના અભાવવાળો પિંડ; તો તે દુષ્ટ વચન છે.” - આ પ્રમાણે શ્લોકાર્થ છે. કહેવાનો આશય એ છે કે “અસંકલ્પિત પિંડ પૂજ્ય સાધુભગવંતોએ ગ્રહણ કરવો જોઇએ.” આવા વિધાનની સામે શંકાકારે ઉપર જણાવ્યા મુજબ શંકા કરી કે એવું હોય તો સારા બ્રાહ્મણાદિનાં ઘરોમાં ભિક્ષા માટે જવાનું સાધુઓ માટે યોગ્ય નહિ મનાય. આ શંકાનું સમાધાન કરવા માટે એમ જણાવવામાં આવે કે સારા બ્રાહ્મણાદિ સગૃહસ્થો સામાન્યથી બધા જ ભિક્ષાચરોને ઉદ્દેશીને પિંડ બનાવતા હોય છે. અથવા તો સામાન્યથી પુણ્યપ્રાપ્તિ માટે યાચકાદિને આપવાના પણ ઉદ્દેશથી પિંડ બનાવતા હોય છે. તેથી સંકલ્પ સામાન્યથી રહિત પિંડ સદ્ગુહસ્થોના ઘરે ન હોય એ સમજી શકાય છે. તેથી જ સલ્પિતઃ વિદો યતે : અહીં અસંકલ્પિતનો અર્થ સંકલ્પવિશેષથી રહિત એવો કરવો જોઈએ. એ સંકલ્પવિશેષ અહીં માત્ર યતિના વિષયમાં સમજવો. માત્ર યતિને જ આપવાનો સંકલ્પ જ્યાં ન હોય તે સ્થળે અસંકલ્પિત પિંડ હોય છે. જ્યાં માત્ર યતિને જ બધાને નહિ) આપવાનો સંકલ્પ હોય ત્યાં સંકલ્પિત પિંડ સમજવો. સાધુને આપવાની ઇચ્છા સ્વરૂપ સંકલ્પમાં સાધુ-યતિ સંપ્રદાન કહેવાય છે. (જને આપવાનું હોય તેને સંપ્રદાન કહેવાય છે.) યતિ છે સંપ્રદાન જેનું એવા દાનની ઈચ્છા સ્વરૂપ સંકલ્પવિશેષનો વિરહ જ્યાં છે, તે અસંકલ્પિત પિંડ કહેવાય છે. આવો પિંડ સદ્ગુહસ્થોનાં ઘરોમાં હોઈ શકે છે. તેથી કોઈ દોષ નથી. આ પ્રમાણે યદ્યપિ સમાધાન કરી શકાય છે.
પરંતુ તે યોગ્ય નથી. કારણ કે ઉપર જણાવ્યા મુજબ સકલ અર્થીઓને ઉદ્દેશીને અને પુણ્યની પ્રાપ્તિને ઉદેશીને બનાવેલ પિંડ ગ્રાહ્ય બની શકે છે, માત્ર યતિઓને ઉદેશીને બનાવેલો પિંડ ગ્રાહ્ય બને નહિ. પણ આવું કહેવાથી શ્રી દશવૈકાલિકાદિ સૂત્રમાં જણાવેલી વાતનો વિરોધ આવશે. ત્યાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે “અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ બધા અર્થીઓને કે પુણ્યપ્રાપ્તિ માટે આપવાના ઈરાદે બનાવેલ છે – એવું જાણવા કે સાંભળવા મળે તો એવા યાવદર્થિક કે પુણ્યાર્થિક પિંડને આપનારને કહેવું કે તે અશનાદિ સંયતોને માટે અકલ્પ છે. તેથી મને તે લેવાનું યોગ્ય નથી. આ પ્રમાણેના વચનથી એ સ્પષ્ટ છે કે દાતાએ યાવદર્થિકાદિ પિંડ બનાવેલ હોય તોપણ તે અગ્રાહ્ય છે. અહીં જણાવ્યા મુજબ માત્ર યતિને ઉદ્દેશીને બનાવેલ પિંડ અગ્રાહ્ય હોય અને યાવદર્થિક કે પુણ્યાર્થિક પિંડ અગ્રાહ્ય ન હોય તો તેવા પિંડમાં ગ્રાહ્યત્વનો પ્રસંગ આવશે, જે શ્રી દશવૈકાલિક સૂત્રને અનુસરનારું નથી. આથી “સન્મિતઃ પિvgો ય
” અહી સંકલ્પવિશેષના અભાવને સન્ધિત પદ સમજાવે છે.” - આ વચન દુષ્ટ છે.
ઉપર જણાવેલી વાતને જણાવતાં શ્રી અષ્ટકપ્રકરણમાં જણાવ્યું છે કે - “વિશેષસ્વરૂપે સાધુઓનું સંકલ્પન જેમાં છે તે પિંડ દુષ્ટ છે એમ કહીને શંકાનો પરિહાર કરવાનું પણ યાવદર્થિક
એક પરિશીલન
૨૨૩