Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
શ્લોકમાંનું વહુધા આ પદ સત્તામ અને નામ બંને સાથે જોડી શકાય છે. અલાભની સાથે તેનો અન્વય કરીને સમાધાન જણાવ્યું. હવે જ્ઞામ ની સાથે તેનો અન્વય કરીને સમાધાન જણાવાય છે અથવા ઇત્યાદિ ગ્રંથથી. તેનો આશય એ છે કે અસંકલ્પિત પિંડ જ ગ્રહણ કરવાનું વિધાન કરાય તો તેનો લાભ નહિ થાય : એવી શંકાના સમાધાનમાં ગ્રંથકાર પરમર્ષિ ફરમાવે છે કે ઘણી રીતે એ સંકલ્પ વિનાનો પિંડ પ્રાપ્ત થઇ શકે છે. કારણ કે પૂ. સાધુભગવંતોને કે બીજા કોઇ અર્થીજનોને આપવાની ભાવના વિના ઘણા લોકો રાંધવાદિનો આરંભ કરતા હોય છે તેમ જ જે દેશમાં કે કાળમાં ભિક્ષુકો ભિક્ષા માટે ફરતા જ નથી, એવા દેશમાં કે કાળમાં તે તે ગૃહસ્થો પોતાના માટે રાંધવાદિનો આરંભ કરતા હોય છે. એ બધાએ બનાવેલો પિંડ અસંકલ્પિત છે. તેથી ઘણી રીતે અસંકલ્પિત પિંડ પ્રાપ્ત થઇ શકે છે.
યદ્યપિ આ રીતે અસંકલ્પિત પિંડને પ્રાપ્ત કરવાનું અત્યંત દુષ્કર છે અને તેથી આવી દુષ્કરચર્યાનો ઉપદેશ કરનારા આમની આપ્તતા રહેતી નથી. પરંતુ ખરેખર તો આવો નિરવદ્ય ભિક્ષાનો માર્ગ બતાવવાના કારણે જ આપ્તપુરુષની આપ્તતા સુરક્ષિત છે. આમ પુરુષોએ યતિધર્મને અત્યંત દુષ્કર તરીકે વર્ણવ્યો છે. અત્યંત દુર્લભ એવા મોક્ષની પ્રત્યે અત્યંત દુષ્કર જ એવો ધર્મ કારણ છે. કાર્યને અનુરૂપ જ કારણ હોય છે અને આવા અનુરૂપ કાર્યકારણભાવના પ્રણેતા ચોક્કસ જ આપ્ત પુરુષ છે. તેથી તેઓશ્રીમાં અનામતા માનવાનો પ્રસંગ આવતો નથી. II૬-૧૮।। મન, વચન અને કાયાથી શુદ્ધ એવા સાધુભગવંતો સંકલ્પિત પિંડ ગ્રહણ કરે તો કયો દોષ છે : આ શંકાનું સમાધાન કરાય છે—
सङ्कल्पितस्य गृहिणा त्रिधाशुद्धिमतो ग्रहे ।
को दोष इति चेज्ज्ञाते प्रसङ्गात् पापवृद्धितः ।।६-१९॥
सङ्कल्पितस्येति- गृहिणा गृहस्थेन । सङ्कल्पितस्य यत्यर्थं प्रतिदित्सितस्य । त्रिधाशुद्धिमत मनोवाक्कायशुद्धस्य साधोर्ग्रहे ग्रहणे को दोषः । आरम्भप्रत्याख्यानस्य लेशतोऽप्यव्याघातादिति चेद् ज्ञाते “मदर्थं कृतोऽयं पिण्ड” इति ज्ञाते सति तद्ग्रहणे प्रसङ्गाद्, गृहिणः पुनस्तथाप्रवृत्तिलक्षणात् पापवृद्धितस्तन्निमित्तभावस्य परिहार्यत्वात् ।।६-१९।।
“ગૃહસ્થે યતિઓને માટે સંકલ્પિત કરેલો પિંડ; મન, વચન અને કાયાની શુદ્ધિવાળા એવા પૂ. સાધુભગવંતો ગ્રહણ કરે તો એમાં કયો દોષ છે ? (અર્થાત્ કોઇ દોષ નથી. કારણ કે પૂ. સાધુભગવંતોએ કોઇ પણ જાતનો આરંભ કરેલો નથી.) - આવી કોઇ શંકા કરે તો એના સમાધાનમાં એ દોષ જાણવો કે પોતાના માટે સંકલ્પિત છે : એ જાણવા છતાં એવા પિંડને પૂ. સાધુભગવંતો ગ્રહણ કરે તો ગૃહસ્થો ફરી વાર એવી પ્રવૃત્તિ કરે અને તેથી પાપની વૃદ્ધિ થાય.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે.
,,
એક પરિશીલન
૨૨૭