Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પ્રાપ્તિ થાય છે. સંયમજીવનની સાધનામાં એ બંનેનું જે મહત્ત્વ છે, તે ખૂબ જ સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ. વિષયપ્રતિભાસ અને આત્મપરિણતિમજ્ઞાન સાધુસમગ્રતાનાં કારણ બનતાં નથી. માત્ર તત્ત્વસંવેદનજ્ઞાન જ સાધુની સમગ્રતાનું કારણ બને છે. આ પૂર્વે જણાવેલાં ત્રણેય જ્ઞાનના સ્વરૂપનો વિચાર કરીએ તો સમજાશે કે વિષયપ્રતિભાસ જ્ઞાનને પ્રાપ્ત કરવાનું પણ કેટલું અઘરું છે. ઉત્કટ કોટિની જિજ્ઞાસા વિના એ શક્ય નહિ બને. તાત્ત્વિક જિજ્ઞાસાની પ્રાપ્તિ પણ ખરેખર જ કઠિન છે. અપ્રશસ્ત સંસારસંબંધી) માર્ગમાં જિજ્ઞાસા અવિરત ચાલ્યા કરે છે, પરંતુ પ્રશસ્ત(મોક્ષસંબંધી) માર્ગમાં એવી જિજ્ઞાસા પણ જ્યાં ન હોય ત્યાં તત્ત્વસંવેદનશાનની અપેક્ષા કઈ રીતે રખાય?
બસ! આવી જ સ્થિતિ ભિક્ષાના વિષયમાં છે. પૌરુષની અને વૃત્તિભિક્ષા સાધુસમગ્રતાનું કારણ ન જ બને - એ સારી રીતે સમજી શકાય છે. “સર્વસંપત્કરી ભિક્ષા જ સાધુસમગ્રતાનું કારણ બની શકે છે. પણ એનો ખ્યાલ હોવા છતાં એ ભિક્ષાને ગ્રહણ કરવા માટે મનને કેળવવાનું ખૂબ જ કપરું છે. ઇન્દ્રિયો અને શરીર પ્રત્યેનો પ્રબળ રાગ અને વિષયની આસક્તિ સર્વસંપન્કરી ભિક્ષા ગ્રહણ કરવામાં મુખ્ય અવરોધો છે. સંયમની સાધના માટે શરીર હતું. એના બદલે શરીર માટે સંયમની સાધના થવાથી સર્વસંપન્કરી ભિક્ષાનો જ છેદ થઈ ગયો અને પૌરુષની કે વૃત્તિભિક્ષા જેવી ભિક્ષા થવા લાગી હોય - એવું લાગ્યા કરે છે. અપૂર્ણને પૂર્ણ બનાવનારી ભિક્ષા ગ્રહણ કરવાના બદલે અપૂર્ણને શૂન્ય બનાવે એવી ભિક્ષા ગ્રહણ કરાય તો પરિણામ શું આવે એની કલ્પના પણ ભયંકર છે. ગમે તે રીતે તત્ત્વસંવેદનાત્મકજ્ઞાન અને સર્વસંપન્કરી ભિક્ષાને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કર્યા વિના ચાલે એવું નથી – એ વીશ શ્લોકોનો પરમાર્થ છે. //૬-૨ના “જ્ઞાન” આ પ્રથમ શ્લોકના ઉત્તરાદ્ધનું વર્ણન શરૂ કરાય છે
वैराग्यं च स्मृतं दुःखमोहज्ञानान्वितं त्रिधा ।
आर्तध्यानाख्यमाद्यं स्याद्यथाशक्त्यप्रवृत्तितः ॥६-२१॥ वैराग्यं चेति-दुःखान्वितं मोहान्वितं ज्ञानान्वितं चेति त्रिधा वैराग्यं स्मृतम् । आद्यं दुःखान्वितं आर्तध्यानाख्यं स्याद् । यथाशक्ति शक्त्यनुसारेण मुक्त्युपायेऽप्रवृत्तितः । तात्त्विकं तु वैराग्यं शक्तिमतिक्रम्यापि श्रद्धातिशयेन प्रवृत्तिं जनयेदिति ॥६-२१।।
“દુઃખાન્વિત, મોહાન્વિત અને જ્ઞાનાન્વિત: આ ત્રણ પ્રકારે વૈરાગ્યને ત્રણ રીતે વર્ણવ્યો છે. એમાં પ્રથમ દુઃખાન્વિત (દુઃખગર્ભિત) વૈરાગ્ય આર્તધ્યાનસ્વરૂપ છે. કારણ કે અહીં શક્તિ અનુસાર પણ ધર્મમાં પ્રવૃત્તિ હોતી નથી.' - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે દુઃખાન્વિત, મોહાન્વિત અને જ્ઞાનાન્વિત ભેદથી વૈરાગ્ય ત્રણ પ્રકારનો છે. રાગનો અભાવ; સામાન્યથી વૈરાગ્ય છે. રાગની માત્રાની અપેક્ષાએ રાગના અસંખ્ય ભેદો છે. તે તે રાગના અભાવે
એક પરિશીલન
૨૨૯