Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
यो ज्वरस्तस्यानुदयो वेलाप्राक्काललक्षणस्तत्सन्निभं तेषां भवेत् । द्वेषजनितस्य वैराग्यस्योत्कटत्वेऽपि मिथ्याज्ञानवासनाऽविच्छेदादपायप्रतिपातशक्तिसमन्वितत्वात् ।।६-२३॥
“પ્રશમવંતને પણ; એકાંતે આત્માદિને નિત્ય કે અનિત્ય માનનારના દર્શનનું જ્ઞાન થવાથી ઉત્પન્ન થયેલા ભવની નિર્ગુણતાના દર્શનથી, તાવ આવવા પૂર્વેની અવસ્થા જેવો બીજો મોહાન્વિત વૈરાગ્ય હોય છે.” - આ પ્રમાણે ત્રેવશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ વિશ્વના સકલ પદાર્થોનું સ્વરૂપ સમજાવતી વખતે કેટલાક દર્શનકારોએ સર્વથા અસદ્ અને વિનશ્વર સ્વરૂપે તેમ જ સર્વથા સદ્ અને અવિનશ્વર સ્વરૂપે પદાર્થોનું વર્ણન કર્યું છે. એ મુજબ આત્માને પણ સર્વથા અસત્ અને વિનશ્વર અથવા સર્વથા સદ્ અને અવિનશ્વર (કૂટનિત્ય-સહેજ પણ પરિવર્તન નહિ પામનાર) સ્વરૂપે તેઓ વર્ણવે છે. એ એકાંતદર્શનકારોનાં શાસ્ત્રોના અભ્યાસાદિથી જે ભવની નિર્ગુણતાનું દર્શન થાય છે તેને લઈને શાંત માણસને પણ જે વૈરાગ્ય થાય છે, તે બીજો મોહગર્ભિત વૈરાગ્ય કહેવાય છે.
આશય એ છે કે સામાન્ય રીતે શાસ્ત્રના અભ્યાસથી જે વૈરાગ્ય થાય તે તો જ્ઞાનગર્ભિત હોવો જોઇએ. પરંતુ એકાંતદર્શનના પરિચયથી જે જ્ઞાન થાય છે તે વાસ્તવિક ન હોવાથી ખરી રીતે તો અજ્ઞાનવિશેષ સ્વરૂપ તે જ્ઞાન છે. તેથી તેનાથી ઉદ્દભૂત વૈરાગ્યને જ્ઞાનગર્ભિત સ્વરૂપે વર્ણવ્યો નથી. વૈરાગ્ય પરમપદની પ્રાપ્તિના કારણ તરીકે અભીષ્ટ છે. આત્માને એકાંતે અનિત્ય કે નિત્ય માની લેવામાં આવે તો કોઈ પણ રીતે આત્માને પરમપદની પ્રાપ્તિ થઈ શકે નહિ. સર્વથા વિનષ્ટને કે અપરિવર્તનશીલને કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ થઈ શકે નહિ- એ સ્પષ્ટ છે. આથી સમજી શકાશે કે જેનું ફળ જ નથી એવા વૈરાગ્યને મોહગર્ભિત માનવા સિવાય બીજો કોઈ જ ઉપાય નથી.
આ મોહગર્ભિત વૈરાગ્ય શાંત આત્માને પણ હોય છે. ક્રોધાદિ કષાયો જેના શાંત થયા છે તે પ્રશમનંત આત્માને શાંત કહેવાય છે. પોતાને ઇષ્ટ એવા એકાંતદર્શનના પરિચયથી ભવનિર્ગુણતાનું દર્શન થવાથી તે આત્માઓ કષાયાદિને શાંત કરી વૈરાગ્યથી વાસિત બને છે. પરંતુ દિન-પ્રતિદિન એકાંતદર્શનના અતિપરિચયે મિથ્યાત્વાદિ ગાઢ બને છે અને તેથી કષાયોની શાંતાવસ્થાનું કોઈ ફળ મળતું નથી. તે દૃષ્ટિએ; આ આત્માઓ લોકની દષ્ટિએ જ પ્રશમવંત દેખાય છે. જ્ઞાનીઓની દષ્ટિએ તો એ અવસ્થા તાત્ત્વિક હોતી નથી.
મોહગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ સમજાવવા શ્લોકના છેલ્લા પદથી દષ્ટાંત જણાવ્યું છે. શરીરમાં તાવ આવ્યો ન હોય પરંતુ તે આવવાની શક્યતા પૂર્ણપણે હોય અર્થાત્ શક્તિસ્વરૂપે તાવ શરીરમાં હોય તેનો વર્તમાનમાં ઉદ્ભવ (ઉદય) ન હોય અર્થાત્ તાવ આવવાનો પૂર્વકાળ હોય ત્યારે વર્તમાનમાં સારું હોવા છતાં ભવિષ્યમાં જેમ અપાય છે, એવી જ રીતે મોહગર્ભિત વૈરાગ્ય પણ ભવિષ્યમાં અપાયનું જ પ્રદાન કરવામાં નિમિત્ત બનશે. સંસાર પ્રત્યે દ્વેષ થવાથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય ઉત્કટ હોવા છતાં પણ મિથ્યાજ્ઞાનના સંસ્કારોનો નાશ થયો ન હોવાથી
૨૩૨
સાધુસામગ્રય બત્રીશી