Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
નથી. ઇચ્છાના અભાવ સ્વરૂપ આત્મપરિણતિને અહીં અનિચ્છા તરીકે વર્ણવી છે અને સંસારને વિષયસુખસ્વરૂપે વર્ણવ્યો છે. સામાન્ય રીતે પણ વિચારવાથી સમજી શકાશે કે વિષયજન્ય સુખોનું
અસ્તિત્વ જ આ સંસારમાં હોત નહિ તો આ સંસારની ઈચ્છા જ થાત નહિ. સંસારની ઇચ્છા વિષયસુખની ઇચ્છાને લઇને છે. વિષયસુખની ઇચ્છા ન હોય તો સંસારની ઇચ્છા ન હોય; તેમાં અનિચ્છા હોય એ સ્પષ્ટ છે. આ રીતે ઇચ્છાના વિષય સ્વરૂપે બંને સમાન છે.
દુઃખગર્ભિત વૈરાગ્ય હોવાથી સંસાર પ્રત્યે અનિચ્છા તો થાય. પરંતુ તે ઉત્કટ કોટિની હોતી નથી. ઇચ્છાના અભાવ સ્વરૂપ એ આત્મપરિણતિને (અનિચ્છાને) ઉત્કટ બનાવવાનું કામ; નિર્ગુણ્યદૃષ્ટિથી ઉત્પન્ન થનારા દ્વેષથી થાય છે. સંસારસુખમાં(સંસારમાં) બલવત્ એવા અનિષ્ટની સાધનતાનું જે પ્રતિસંધાન (અનુસંધાન-સ્મરણાત્મક જ્ઞાનવિશેષ) છે; તેને “નૈન્યદષ્ટિ કહેવાય છે. આવી દષ્ટિના કારણે; તેના(નૈગુણ્યદષ્ટિના) વિષય ઉપર દ્વેષ જાગે છે. આવા પ્રકારના દ્વેષ વિના; વિષયસુખની ઇચ્છાનો અભાવ ઉત્કટ નહિ બને. વિષયજન્ય સુખની અનિચ્છા; પ્રથમ વૈરાગ્ય વખતે સંસારની નિર્ગુણતાના જ્ઞાનના અભાવે ઉત્કટ નથી : એ સ્પષ્ટ છે. તેથી જ આ દુઃખગર્ભિત વૈરાગ્યના સ્થાને સંસાર પ્રત્યેની અનિચ્છા; મન અને શરીરને ખેદનું કારણ બને છે. એનાથી કોઈ વિશેષ લાભ થતો નથી.
દુઃખગર્ભિતવૈરાગ્યસ્થળે આમતો સંસારના વિષયમાં અનિચ્છા-ઇચ્છાનો વિચ્છેદ(વિનાશ) થવાનું કોઈ કારણ નથી. પરંતુ ઇચ્છાનો વિચ્છેદ બે પ્રકારે થાય છે. “ઈષ્ટ વસ્તુ મને મળી શકે એમ નથી.' - આવા પ્રકારના અલભ્યવિષયત્વના જ્ઞાનના કારણે ઇચ્છાનો વિચ્છેદ થાય છે તેમ જ વસ્તુ પ્રત્યે દ્વેષ થવાના કારણે પણ તે વસ્તુની ઇચ્છાનો વિનાશ થાય છે. આ બેમાં પહેલો ઇચ્છાવિચ્છેદ દુઃખનું જ કારણ બને છે; કારણ કે ઈષ્ટપ્રાપ્તિના અભાવનું અહીં જ્ઞાન છે. ઇષ્ટ ન મળે એટલે દુઃખ થાય એ સમજી શકાય છે. બીજો દુઃખવિચ્છેદ એવો દુઃખજનક નથી. કારણ કે તે દ્વેષના કારણે થયો છે. દ્વેષની વિદ્યમાનતામાં તે વસ્તુની ઇચ્છા ન હોવાથી ઇષ્ટાપ્રાપ્તિનો સંભવ જ નથી, જેથી દુઃખ થવાનો પણ સંભવ નથી. સંસારની નિર્ગુણતાનું જ્ઞાન થવાથી જેને સંસાર પ્રત્યે દ્વેષ થયો છે, તે આત્માને કોઈ વાર ઈષ્ટ ન મળે તોપણ એમ જ થાય કે “સારું થયું ! તે ન મળ્યું ! અન્યથા રાગ થવાનો પ્રસંગ આવત’... આ વિચારથી દુઃખ થતું નથી. I૬-૨રા બીજા મોહાન્વિત વૈરાગ્યનું નિરૂપણ કરાય છે–
एकान्तात्मग्रहोद्भूतभवनैर्गुण्यदर्शनात् ।
शान्तस्यापि द्वितीयं सज्ज्वरानुभवसन्निभम् ॥६-२३॥ एकान्तेति-एकान्तः सर्वथाऽसन् क्षयी वा य आत्मा तस्य ग्रहादुत्पन्नं यद्भवनैर्गुण्यदर्शनं ततः । शान्तस्यापि प्रशमवतोऽपि लोकदृष्ट्या । द्वितीयं मोहान्वितं वैराग्यं भवति । एतच्च सन् शक्त्यावस्थितो
એક પરિશીલન
૨૩૧