Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
વર્તમાન વૈરાગ્ય; અપાય અને પ્રતિપાતના સામર્થ્યથી યુક્ત છે. તેથી તે ભવિષ્યમાં અપાયકર બને અને તે નાશ પણ પામે. શરીરમાં તાવ આવ્યો નથી, પરંતુ અંદર પડી રહ્યો હોય તો ગમે ત્યારે તે આવશે. તેથી વર્તમાન આરોગ્ય; જેમ ભવિષ્ય સંબંધી રોગશક્તિથી સમન્વિત હોવાથી સારું નથી, તે રીતે મોહગર્ભિત વૈરાગ્ય પણ અપાય અને પ્રતિપાત શક્તિથી સમન્વિત હોવાથી તે સારો નથી... ઇત્યાદિ સારી રીતે વિચારવું જોઈએ. ll૬-૨૩ હવે જ્ઞાનાન્વિત વૈરાગ્યનું નિરૂપણ કરાય છે
स्याद्वादविद्यया ज्ञात्वा बद्धानां कष्टमङ्गिनाम् ।
तृतीयं भवभीभाजां मोक्षोपायप्रवृत्तिमत् ॥६-२४॥ स्याद्वादेति-स्याद्वादस्य सकलनयसमूहात्मकवचनस्य विद्यया बद्धानामङ्गिनां कष्टं दुःखं ज्ञात्वा । भवभीभाजां संसारभयवतां तृतीयं ज्ञानान्वितं वैराग्यं भवति । तच्च मोक्षोपाये त्रिरलसाम्राज्यलक्षणे પ્રવૃત્તિમત્ પ્રષ્ટવૃદિતમ્ II૬-૨૪||
“કર્મથી બંધાયેલા જીવોનાં કષ્ટોને સ્યાદ્વાદવિદ્યાથી જાણીને સંસારથી ભયભીત થયેલા આત્માઓને; મોક્ષના ઉપાયની પ્રવૃત્તિથી યુક્ત એવો ત્રીજો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ દુઃખમય સંસારમાં દુઃખથી સંત્રસ્ત જીવોની અવસ્થાને અને તેની કારણભૂત કર્મબદ્ધતાને જોઇને અને સ્યાદ્વાદવિદ્યાથી જાણીને જેમને ભવનો ભય પેદા થાય છે, એવા આત્માઓને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે. સર્વનયોના સમુદાય સ્વરૂપ વચનોને સાદુવાદ કહેવાય છે. એના પરિજ્ઞાનથી કર્મબદ્ધ જીવોના દુ:ખને જાણવાથી સંસારનો ભય ઉત્પન્ન થાય છે.
કર્મબદ્ધ જીવોના દુઃખનું સ્વરૂપ, તેનું કારણ અને તેના વિપાક વગેરેનું વાસ્તવિક જ્ઞાન સ્યાદ્વાદસ્વરૂપ વચનથી થાય છે. એ પરમતારક વચનોનું પરિજ્ઞાન ન હોય તો જીવોની કર્મબદ્ધતાદિનું યથાર્થ રીતે જ્ઞાન ન થાય અને તેથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નહિ થાય. સંસારનું કારણ, સંસારનું સ્વરૂપ અને તેનું ફળઃ આ બધાનું વાસ્તવિક જ્ઞાન; જ્ઞાનાન્વિત વૈરાગ્યનું કારણ બને-એ સ્પષ્ટ છે.
આ રીતે કર્મથી બંધાયેલા પ્રાણીમાત્રના કષ્ટને સ્યાદ્વાદ વિદ્યાથી જાણીને એ દુઃખને તેઓ સંસારમૂલક જાણે છે. તેથી તેમને દુઃખની પ્રત્યે નહિ પરંતુ સંસારની પ્રત્યે ભય થાય છે. તેથી જ તેમનો વૈરાગ્ય; મોક્ષના ઉપાયભૂત જ્ઞાન, દર્શન અને ચારિત્રના સામ્રાજ્યને વિશે પ્રવૃત્તિમદ્ હોય છે. તેમની મન-વચન-કાયાની પ્રકૃષ્ટ વૃત્તિઓ રત્નત્રયીના સામ્રાજ્યમાં પ્રયુક્ત હોય છે. અને આવી પ્રવૃત્તિથી આચ્છાદિત તેમનો વૈરાગ્ય હોય છે. સંસારથી ભયભીત થવાના કારણે સંસારથી નિર્વિણ બની એકમાત્ર મોક્ષના ઉપાયોનું આસેવન તેઓ સતત કરતા હોય છે. સંસારની
એક પરિશીલન
૨૩૩