Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કહેવાનો આશય એ છે કે સાધુભગવંતોને આપવાની ઇચ્છાથી સંકલ્પ જેમાં કરાયો છે એવા પિંડને ગૃહસ્થ જ્યારે આપે ત્યારે મન, વચન અને કાયાની ત્રણ પ્રકારની શુદ્ધિથી શુદ્ધ એવા સાધુભગવંતો, એ પિંડને ગ્રહણ કરે તો એમાં કોઇ દોષ નથી. કારણ કે એમાં પૂ. સાધુભગવંતોની સર્વથા આરંભના ત્યાગની પ્રતિજ્ઞામાં સહેજ પણ વ્યાઘાત (વિરોધ-ભંગ) થતો નથી. આ પ્રમાણે શંકા કરનારનું કહેવું છે. પરંતુ તે યોગ્ય નથી. કારણ કે ‘મારા માટે આ પિંડ કરેલો છે.' આ પ્રમાણે ખબર હોવા છતાં તે ગ્રહણ કરવામાં આવે તો ગૃહસ્થો ફરી વાર યતિઓને ઉદ્દેશીને પિંડ બનાવવાની પ્રવૃત્તિ કરે અને તેથી પાપની વૃદ્ધિ થાય. ગૃહસ્થો આ રીતે પૂ. સાધુભગવંતોને ઉદ્દેશીને (નિમિત્તે) પાપ કરે તે ઉચિત નથી. પૂ. સાધુમહાત્માના ખ્યાલમાં એ આવે તો અવશ્ય તેનો પરિહાર કરવો જોઇએ. એટલે કે પોતાના(સાધુના) નિમિત્તે કોઇ પાપ ના કરે ઃ એનો ઉપયોગ રાખવો જોઇએ. તેથી પોતાના માટે (સાધુઓ માટે) સંકલ્પિત પિંડ છે : એ જાણ્યા પછી એ ગ્રહણ કરવાનું પૂ. સાધુભગવંતોને ઉચિત નથી. II૬-૧૯૫
:
ઉપર જણાવ્યા મુજબ સંકલ્પિત પિંડ ગ્રહણ કરવાની પ્રવૃત્તિ દુષ્ટ હોવા છતાં ગૃહસ્થની એવી પ્રવૃત્તિથી પિંડ ગ્રહણ કરવાની પ્રવૃત્તિનો ત્યાગ ન કરાય તો શું થાય : એ જણાવાય છે— यत्यर्थं गृहिणश्चेष्टा प्राण्यारम्भप्रयोजिका । यस्तद्वर्जनोपायहीना सामग्यघातिनी ॥६- २० ॥
यत्यर्थमिति-यत्यर्थं गृहिणः प्राण्यारम्भप्रयोजिका चेष्टा निष्ठितक्रिया । तद्वर्जनोपायैराधाकर्मिककुलपरित्यागादिलक्षणैर्हीना सती । यतेः सामग्र्यघातिनी गुणश्रेणीहानिकर्त्री ||६ - २०।।
શ્લોકાર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે પૂ. સાધુભગવંતોને ઉદ્દેશીને રાંધવા વગેરેની પૂર્ણ કરાતી ક્રિયા ગૃહસ્થો માટે જીવના આરંભની પ્રયોજક છે. આવી આરંભની ક્રિયાનો ત્યાગ કરે : એ માટે આધાકર્મિકાદિ દોષથી દુષ્ટ એવા પિંડને બનાવનારાં કુળોમાં (દાતાઓનાં ઘરોમાં) ગોચરી જવાનું પૂ. સાધુભગવંતોએ ત્યજવું જોઇએ. સાધુઓ માટે કરાતા આરંભનું ગૃહસ્થોને પરિવર્જન કરાવવા માટેનો એ એક ઉપાય છે. એ ઉપાયને કરે નહિ અને તેવા પ્રકારના સંકલ્પિત પિંડને સાધુમહાત્મા ગ્રહણ કરે તો ઉપાયથી રહિત એ પ્રાણીવધાદિની પ્રયોજક ક્રિયા સાધુની સમગ્રતાનો ઘાત કરનારી છે. ગુણશ્રેણીને સાધુની સમગ્રતા કહેવાય છે. અસંખ્યાત સંયમના અધ્યવસાયોનાં સ્થાનો જેમાં સમાવિષ્ટ છે એવી એ ગુણશ્રેણીનો ઘાત કરનારી પ્રાણીઓના આરંભની પ્રયોજક એવી ગૃહસ્થની એ ચેષ્ટા છે. એવા ગૃહસ્થનાં ઘરોમાં ભિક્ષા માટે જવાનું સાધુઓ માટે ઉચિત નથી... ઇત્યાદિ ચોક્કસ રીતે સમજી લેવું.
જ્ઞાનેન... ઇત્યાદિ પ્રથમ શ્લોકના પૂર્વાર્ધનું નિરૂપણ આ શ્લોક સુધીના વીસ શ્લોકોથી પૂર્ણ થયું. તત્ત્વસંવેદનાત્મક જ્ઞાન અને સર્વસંપત્કરી ભિક્ષા - આ બેના કારણે સાધુસમગ્રતાની
સાધુસામય બત્રીશી
૨૨૮