Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કિલામણા ન થાય એ રીતે તેમાંથી રસને ગ્રહણ કરે છે. તેમ સાધુભગવંતો પણ દાતા વગેરેને બાધા ન થાય એ રીતે પિંડગ્રહણ કરે છે.
એ પિંડ કૃત, કારિત કે કલ્પિત ન હોય તો જ ગ્રહણ કરે છે. પૂ. સાધુમહાત્મા માટે બનાવેલા, બનાવરાવેલા અને કલ્પેલા પિંડને અનુક્રમે કૃત, કારિત અને કલ્પિત કહેવાય છે. કાપવાથી, રાંધવાથી અને ખરીદવાથી પિંડ બને છે. જાતે કાપવા વગેરેથી કૃત પિંડ બને છે. બીજા દ્વારા એમ કરાવવાથી કારિત પિંડ બને છે અને વહોરાવવાની ભાવનાથી ગૃહસ્થો જે બનાવે તે કલ્પિત પિંડ કહેવાય છે. હનન (કાપવું-હણવું) વગેરે દ્વારા જે પિંડ કૃતાદિ નથી; તેવા નવકોટિપરિશુદ્ધ પિંડને પૂ. સાધુમહાત્મા ભિક્ષા દ્વારા ગ્રહણ કરે છે. તેથી જ પૂ. સાધુભગવંતો પૂર્ણતાને પ્રાપ્ત કરે છે.
શ્લોકમાં મિક્ષત્તિવા અહીં “બ્રમરની જેમ આ પ્રમાણે જણાવેલું હોવાથી ભિક્ષા માટે નહિ ફરવાનો નિષેધ થાય છે અર્થાત ભિક્ષા માટે ફરવું જોઈએ, પરંતુ ગૃહસ્થો પાસે મંગાવવી નહિ અથવા તો સામેથી લઈ આવેલી ભિક્ષાને ગ્રહણ ન કરવી એ પ્રમાણે સૂચવ્યું છે. કારણ કે સામેથી લાવેલી ભિક્ષાને ગ્રહણ કરવાથી અભ્યાહત દોષનો પ્રસંગ આવે છે. યદ્યપિ સાધુઓને વંદન માટે આવતા ગૃહસ્થો પિંડ લઈ આવે તો આ અભ્યાહત દોષનો પ્રસંગ નહીં આવે. કારણ કે ગૃહસ્થોનું આગમન વંદન માટે છે. સાધુ માટે પિંડ લઈ આવવાનું તો પ્રાસંગિક છે; પરંતુ આ રીતે અભ્યાહતદોષનો પ્રસંગ નિવારી શકાય તોય માલાપહૃત વગેરે દોષનું નિવારણ શક્ય નહીં બને. કારણ કે વાહનમાંથી નીચે સામાન ઉતારવાદિના કારણે અને સાધુઓને વહોરાવવા માટે મૂકી રાખવાના કારણે માલાપહૃત અને સ્થાપના વગેરે દોષોનો પ્રસંગ આવવાનો જ. II૬-૧૩
તેરમા શ્લોકમાં સ્થિત આ પદથી સર્વસંપન્કરી ભિક્ષામાં ગૃહસ્થ સંકલ્પ પણ ન કર્યો હોય (સાધુને વહોરાવવાનો સંકલ્પ પણ ન કર્યો હોય) એવા પિંડને ગ્રહણ કરવાનું જણાવ્યું છે. પરંતુ એવો પિંડ મળી શકશે નહિ એવી શંકા કરનારના આશયને જણાવાય છે–
नन्वेवं सद्गृहस्थानां गृहे भिक्षा न युज्यते । अनात्मम्भरयो यत्नं स्वपरार्थं हि कुर्वते ॥६-१४॥
नन्वेवमिति-ननु एवं सङ्कल्पितपिण्डस्याप्यग्राह्यत्वे । सद्गृहस्थानां शोभनब्राह्मणाद्यगारिणां गृहे भिक्षा न युज्यते यतेः । हि यतोऽनात्मम्भरयोऽनुदरम्भरयो यलं पाकादिविषयं स्वपरार्थं कुर्वते । भिक्षाचरदानासङ्कल्पेन स्वार्थमेव पाकप्रयले सद्गृहस्थत्वभङ्गप्रसङ्गाद्, देवतापित्रतिथिभर्तव्यपोषणशेषभोजनस्य गृहस्थधर्मत्वश्रवणात् । न च दानकालात्पूर्वं देयत्वबुद्ध्याऽसङ्कल्पितं दातुं शक्यत इत्यपि દ્રષ્ટવ્યમ્ II૬-૭૪||
એક પરિશીલન
૨૨૧