Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
“આ રીતે સંકલ્પિત પિંડ પણ ગ્રહણ કરવા માટે યોગ્ય ન હોય તો સારા ગૃહસ્થોના ઘરે ભિક્ષા માટે સાધુભગવંતોએ જવું યોગ્ય નથી. કારણ કે તેઓ પોતાનું જ પેટ ભરનારા નથી હોતા. રાંધવા વગેરેના વિષયમાં પોતાના અને બીજાના માટે તેઓ પ્રયત્ન કરતા હોય છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અક્ષરાર્થ છે.
કહેવાનો આશય સ્પષ્ટ છે કે હનન, પચન અને ક્રાણ (ખરીદવું) દ્વારા પિંડ બનાવતી વખતે સાધુઓને આપવાનો જેમાં સંકલ્પ ન હોય એવો જ પિંડ ગ્રહણ કરવાનો હોય તો સારા બ્રાહ્મણ વગેરે સગૃહસ્થોનાં ઘરોમાં સાધુઓને ભિક્ષા લેવાનું જ યોગ્ય નહિ બને. કારણ કે તે સગૃહસ્થો રાંધવા વગેરેની પ્રવૃત્તિમાં સ્વ અને પાર માટે પ્રયત્ન કરતા હોય છે. ભિક્ષાચરોને આપવાનો સંકલ્પ ગૃહસ્થો ન કરે તો તેના સગૃહસ્થપણાનો ભંગ થવાનો પ્રસંગ આવે છે. કારણ કે દેવતા, માતા-પિતા અને અતિથિ વગેરેને આપ્યા પછી તેમ જ ભરણ કરવા યોગ્ય એવા પરિજનોનું પોષણ કર્યા પછી જે બાકી રહે તેનું ભોજન કરવાનો ગૃહસ્થોનો ધર્મ છે. યદ્યપિ એ ગૃહસ્થ ધર્મનું પાલન; દાન દેતાં પૂર્વે સંકલ્પ ન કરે અને દાનના અવસરે દાન કરે તોપણ શક્ય બને છે તેથી અસંકલ્પિત પિંડનું પ્રદાન ગૃહસ્થો કરી શકે છે; પરંતુ એ શક્ય નહિ બને. કારણ કે આવા વખતે દાન આપવા માટે ગૃહસ્થ પાસે પિંડ જ નહિ રહે. દેવતાદિને આપવાના સંકલ્પથી તો પિંડ એ પ્રમાણમાં બનાવાય છે અને તેથી જ તો તે પ્રમાણે આપી શકાય છે. અન્યથા આપવાનું જ શક્ય નહિ બને. આથી સમજી શકાશે કે સંકલ્પિત પિંડને ગ્રહણ કરવાનો નિષેધ કરાય તો સગૃહસ્થોને ત્યાં ભિક્ષા માટે જવાનું પૂ. સાધુમહાત્માઓ માટે યોગ્ય નહિ ગણાય - આ પ્રમાણે આ શ્લોકથી શિકાકારના આશયને જણાવ્યો છે. II૬-૧૪ો.
ઉપર જણાવેલી શંકાના સમાધાન માટે એમ કહેવામાં આવે કે સંકલ્પવિશેષથી રહિત એવા પિંડને ગ્રહણ કરવામાં બાધ નથી. માત્ર યતિને ઉદ્દેશીને સંકલ્પવાળો પિંડ ગ્રહણ ન કરવો. આ પ્રમાણેનું સમાધાન યુક્ત નથી : એમ જણાવવાપૂર્વક શંકાનું સમર્થન કરાય છે
सङ्कल्पभेदविरहो विषयो यावदर्थिकम् ।
पुण्यार्थिकं च वदता दुष्टमत्र हि दुर्वचः ॥६-१५॥ सङ्कल्पेति-अत्र हि “असङ्कल्पितः पिण्डो यतेह्य” इति वचने हि । सङ्कल्पभेदस्य यतिसम्प्रदानकत्वप्रकारदानेच्छात्मकस्य विरहो दुर्वचः । केनेत्याह-यावदर्थिकं यावदर्थिनिमित्तनिष्पादितं । पुण्यार्थिकं पुण्यनिमित्तनिष्पादितं च । पिण्डं दुष्टं वदता । अन्यथोक्तासङ्कल्पितत्वस्य यावदर्थिकपुण्यार्थिकयोः सत्त्वेन तयोर्ग्राह्यत्वापत्तेः । तदाह “सङ्कल्पनं विशेषेण यत्रासौ दुष्ट इत्यपि । परिहारो न सम्यक् स्याद्यावदर्थिकवादिनः ।।१।। विषयो वास्य वक्तव्यः पुण्यार्थ प्रकृतस्य च । असम्भवाभिधानात् स्यादाप्तस्यानाप्तताऽन्यथा Vરા રૂતિ I૬-૧૧|
૨૨૨
સાધુસામગ્રય બત્રીશી