Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પણ કાર્યકારણભાવ માનવો પડશે. આથી સમજી શકાશે કે કાર્યમાત્રની પ્રત્યે કૌંસામાન્ય કારણ છે ? એ કહી શકાય એમ નથી. તેથી ઘટાદિ કાર્યવિશેષની પ્રત્યે કુલાલાદિ કર્તાવિશેષનું જ પ્રયોજ્યત્વ હોવાથી ક્ષિતિ વગેરેમાં નહિ રહેનાર (એવા, કુલાલ વગેરેમાં રહેનાર) જાતિવિશેષસ્વરૂપે જ કુલાલાદિ કર્તાને ઘટાદિ કાર્યની પ્રત્યે કારણ મનાય છે. આ રીતે સામાન્યથી કાર્યકારણભાવ અસિદ્ધ હોવાથી સિત્યાદિ સંસ્કૃત વાર્થત્વા આ અનુમાન અપ્રયોજક છે.
જોકે ઉપર જણાવ્યા મુજબ ઘટાદિ કાર્યમાં કર્તપ્રયોજયત્વવિશેષ જાતિ પણ પ્રસિદ્ધ નથી. કારણ કે પૃથ્વીત્વ વગેરે જાતિની સાથે સાંકર્ય આવે છે. પૃથ્વીત્વને છોડીને કર્તૃપ્રયોજ્યત્વવિશેષ જાતિ સંયોગાદિમાં રહે છે અને એ વિશેષ જાતિને છોડીને પૃથ્વીત્વ ક્ષિતિ વગેરેમાં રહે છે. તેમ જ ઘટાદિમાં એ બંને જાતિઓ રહે છે. પરસ્પરના અભાવવÆાં જે જાતિઓ રહેતી હોય અને પરસ્પરનું સામાનાધિકરણ્ય જેમાં હોય તે જાતિમાં સાંકર્ય આવે છે.) આ રીતે ઘટાદિ કાર્યમાં કર્રપ્રયોજ્યત્વવિશેષ જાતિ; સાકર્ષના કારણે માની શકાશે નહિ. પરંતુ ઉપાધિ-ઘટત્યાદિ જાતિને છોડીને સામાન્ય ધર્મ)સાકર્ષ જેમ દોષાધાયક નથી તેમ જાતિસાકર્થ પણ દોષાધાયક ન હોવાથી ઉપર જણાવ્યા મુજબ ઘટાદિ કાર્યમાં (લિત્યાદિ-વ્યાવૃત્ત) કર્તૃપ્રયોજયત્વવિશેષ જાતિ માની શકાશે. આશય એ છે કે ભૂતત્વ(પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ: આ પાંચમા રહેનાર ધર્મવિશેષ)ને છોડીને વેગાશ્રયત્ન મનમાં છે. વેગાશ્રયત્વને છોડીને ભૂતત્વ આકાશમાં છે અને ભૂતત્વ અને વેગાશ્રયત્વઃ બંન્ને પૃથ્વી વગેરે ચારમાં છે. આ પ્રમાણે ભૂતત્વ અને વેગાશ્રયત્નમાં સાંકર્યું હોવા છતાં જેમ ભૂતત્વ અને વેગાશ્રયત્વઃ બંન્ને ઉપાધિ મનાય છે તેમ સાંકર્યું હોવા છતાં જાતિ માનવામાં કોઈ દોષ નથી – આ પ્રમાણે તમારા જ (નવીન નૈયાયિકોએ) લોકોએ જણાવ્યું છે.
જોકે પ્રાચીન નૈયાયિકો સાંર્યને દોષાધાયક માનતા હોવાથી ક્ષિતિ વગેરેમાં નહિ રહેનાર અને ઘટાદિ કાર્યમાં રહેનાર એવા કપ્રયોજ્યત્વવિશેષ સ્વરૂપ જાતિની સિદ્ધિ થતી નથી. તેથી તેને કાર્યતાવચ્છેદક મનાશે નહિ. ઘટાદિ કાર્યમાં રહેનાર કાર્યત્વને જ કાર્યતાવચ્છેદક માનવું જોઈએ. જેથી કાર્યસામાન્યની પ્રત્યે કાર્યત્વ અને કર્તૃત્વ સ્વરૂપે કાર્યકારણભાવ સિદ્ધ હોવાથી સિત્યાવિ સ મ્ ... આ અનુમાન અાયોજક નથી. પરંતુ યા જાઈ તવા વાર્તા (જે કાળે કાર્ય છે, તે કાળે કર્તા છે.) આવા પ્રકારના કાલિકસંબંધઘટિત કાર્યકારણભાવમાં કાલિકસંબંધથી કાર્યત્વ; ઘટત્વ, પટવાદિ અનેક ધર્મસ્વરૂપ હોવાથી કાર્યતાવચ્છેદક તરીકે કાર્યત્વને નહિ માની શકાય. જયાં જયાં ઘટાદિ કાર્ય છે; ત્યાં ત્યાં તેની અવ્યવહિત પૂર્વે કુલાલાદિની કૃતિ હોય છે. તેથી ઘટાદિકાર્યોમાં કૃત્યવ્યવહિતોત્તરત્વ છે, તેને જ ઘટાદિ કાર્યમાં રહેલી કાર્યતાનો અવચ્છેદક માનવો જોઈએ. જોકે કૃત્યવ્યવહિતોત્તરત્વ પણ જાતિ ન હોવાથી તેને ઘટાદિમાં રહેલી કાર્યતાનો અવચ્છેદક માનવાનું ઉચિત નથી. પરંતુ સ્વાશ્રય(કૃતિત્વાશ્રય કૃતિ)પ્રયોજયત્વ વગેરે પરંપરાસંબંધથી કૃતિત્વ જાતિને ઘટાદિમાં રહેલી કાર્યતાની અર્થાત્ કર્તામાં રહેલી જનકતાનિરૂપિત૧૪૦
જિનમહત્ત્વ બત્રીશી