Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આશય એ છે કે મૂઢબુદ્ધિવાળા શંકા કરનારાએ જે શંકા કરી છે એ શંકાના સમાધાનમાં અહીં કૂવાનું દૃષ્ટાંત જણાવ્યું છે. કૂવો ખોદતી વખતે થાક લાગે છે; પરસેવો થાય છે; તરસ લાગે છે અને ધૂળથી શરીર ખરડાય છે. આ બધા દોષો હોવા છતાં જેમ કૂવાના પાણીથી એ બધું દૂર થાય છે અને દરરોજ પાણી મળી રહે છે. તેમ પૂજા માટે સ્નાનાદિ કરવાથી કાયવધદોષ હોવા છતાં પૂજા કરવાથી પ્રાપ્ત થનારા સમ્યગ્દર્શનાદિના ગુણોના કારણે સ્વપરને અનેક ગુણો પ્રાપ્ત થાય છે. આથી સમજી શકાશે કે કૂપખનનની જેમ અહીં પણ દોષ દોષરૂપ રહેતો નથી.
શંકાકારે જણાવ્યું હતું કે પૂજાથી ભગવાનને કોઈ જ ઉપકાર નથી. એના જવાબમાં અહીં જણાવ્યું છે કે મંત્રસ્મરણ, અગ્નિનું સેવન અને વિદ્યાનો અભ્યાસ કરવાથી મંત્ર, અગ્નિ કે વિદ્યાને કોઈ લાભ ન હોવા છતાં તેના કર્તાને (સ્મરણાદિ કરનારને) વિષની બાધાનો પરિહાર, શીતનો અપહાર અને વિદ્યાની સિદ્ધિ સ્વરૂપ લાભ જેમ પ્રાપ્ત થાય છે તેમ પૂજાથી ભગવાનને કોઈ જ ઉપકાર ન હોવા છતાં પૂજા કરનારને વિશિષ્ટ પુણ્યનો લાભ થાય છે.
પૂજાને વ્યર્થ જણાવવા શંકાકારે ભગવાનની કૃતકૃત્યતા જણાવી હતી પરંતુ તે ઉચિત નથી. કારણ કે ભગવાન કૃતકૃત્ય હોવાથી જ સર્વોત્કૃષ્ટ ગુણોના સ્વામી છે. એ ગુણોના ઉત્કર્ષને લઈને જ ભગવાનની પૂજા સફળ છે, વ્યર્થ નથી. આથી સ્પષ્ટ થાય છે કે પોતાના શરીરાદિ માટે અનેક જાતિના આરંભ કરનારા એવા નિર્મળમતિવાળા ગૃહસ્થોને માટે પૂજા દુષ્ટ નથી, પરંતુ વિશિષ્ટ લાભનું કારણ છે. //પ-૨૭
આ રીતે પૂજા જો વિશિષ્ટ લાભનું કારણ હોય તો પૂ. સાધુભગવંતોને પણ તેનો અધિકાર હોવો જોઈએ ને? આવી શંકા કરવાપૂર્વક તેનું સમાધાન જણાવાય છે
यतिरप्यधिकारी स्यान्न चैवं तस्य सर्वथा ।
भावस्तवाधिरूढत्वादर्थाभावादमूदृशा ॥५-२८॥ यतिरपीति-न चैवं लानादेरदुष्टत्वाद्यतिरप्यत्राधिकारी स्यात्, विभूषार्थस्नानादेस्तस्य निषेधेऽपि पूजार्थस्नानादेनिषेद्धुमशक्यत्वाद्, अन्यथा गृहस्थस्यापि तन्निषेधप्रसङ्गात् । न च कुटुम्बाद्यर्थमारम्भप्रवृत्तत्वाद्गृहस्थस्य तत्राधिकारः, यतो “नैकं पापमाचरितमित्यन्यदप्याचरितव्यं स्याद्, गुणान्तरलाभस्तु द्वयोरपि समान” इति शङ्कनीयं । तस्य यतेः सर्वथा सर्वप्रकारेण भावस्तवाधिरूढत्वाद् । अमूदृशा जिनपूजादिकर्मणा अर्थाभावात्प्रयोजनासिद्धेः । न हि यदाद्यभूमिकावस्थस्य गुणकरं तदुत्तरभूमिकावस्थस्यापि तथा, रोगचिकित्सावद्धर्मस्य शास्त्रे नियताधिकारिकत्वेन व्यवस्थितत्वात् । तदुक्तम्-अधिकारिवशाच्छास्त्रे धर्मसाधनસ્થિતિઃ વ્યધિપ્રતિક્રિયાતુન્યા વિડ્રોયા પુણવષયોઃ III-૨૮
“આ રીતે સાધુભગવંતને પણ પૂજાના અધિકારી માનવા જોઈએ; કારણ કે પૂજા માટે કરાતાં સ્નાનાદિમાં કોઈ દોષ નથી આવી શંકા કરવી ના જોઈએ. કારણ કે પૂ. સાધુભગવંતો
૨૦૦
ભક્તિ બત્રીશી