Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
[निष्कम्पपापप्रवृत्तिनिष्ठजन्यतानिरूपितजनकता(अज्ञाननिष्ठजनकता); यत्किञ्चिद्धर्मावच्छिना जनकताવાત્... આ અનુમાનથી અજ્ઞાનત્વ સિદ્ધ થાય છે. આવી જ રીતે તે તે અનુમાનથી જ્ઞાનત્વાદિ પણ સિદ્ધ થાય છે.] આથી સમજી શકાશે કે જ્ઞાન સામાન્યથી પ્રવૃત્તિ સામાન્ય જન્ય હોવા છતાં પ્રવૃત્તિવિશેષ તો જ્ઞાનવિશેષથી જ જન્ય છે. જેને લઇને જ્ઞાનમાં વિશેષતા મનાય છે તે અજ્ઞાનત્વ વગેરે ધર્મો છે અને તેના અનુમાપક નિષ્ફપપાપપ્રવૃત્તિ વગેરે લિંગો છે.
યદ્યપિ પ્રવૃત્તિસામાન્યની પ્રત્યે જ્ઞાન સામાન્ય કારણ હોવા છતાં મિથ્યાત્વમોહનીયકર્મના ઉદય વગેરેના કારણે જ્ઞાન સામાન્યથી પણ પ્રવૃત્તિવિશેષ થઈ શકે છે. તેથી જ્ઞાનમાં અજ્ઞાનત્વાદિસ્વરૂપ વિશેષ માનવાની આવશ્યકતા નથી. પરંતુ આ રીતે મિથ્યાત્વમોહનીય કે ચારિત્રમોહનીય કર્મના ઉદયની કે ક્ષયોપશમની અવસ્થામાં અવસ્થિત કર્માતરથી સાવદ્ય કે નિરવઘ પ્રવૃત્તિ સ્વરૂપ કાર્યવિશેષની ઉત્પત્તિ થવા છતાં અજ્ઞાનાદિવિશેષ સિદ્ધ જ છે. કારણ કે પ્રવૃત્તિસામાન્યની પ્રત્યે જ્ઞાનસામાન્ય કારણ હોવાથી જ્ઞાનની વિચિત્રતા(વિશેષતા)થી જ પ્રવૃત્તિમાં વૈચિત્ર્ય સિદ્ધ થશે. તેથી પ્રવૃત્તિની વિશેષતાના કારણે અજ્ઞાનાદિવિશેષ અક્ષત છે.
યદ્યપિ અજ્ઞાનાદિની કોઈ વિશેષતા નથી. જ્ઞાન સામાન્ય એક હોવા છતાં ચારિત્રમોહનીયાદિ કર્મના ઉદય વગેરેના કારણે નિરવઘ પ્રવૃત્તિ વગેરે સ્વરૂપ વિશેષ પ્રવૃત્તિ થતી નથી અર્થાત્ જ્ઞાન સામાન્યથી જ થનારી તે તે પ્રવૃત્તિની પ્રત્યે કર્માતર પ્રતિબંધક બને છે. તેથી જ્ઞાનવિશેષ માનવાની આવશ્યકતા નથી, પરંતુ કાર્યના કારણની વિશેષતાનો નાશ ન કરે તો કર્માતરને પ્રતિબંધક માનવાનું પણ શક્ય નથી. એ પ્રતિબંધકત્વના નિર્વાહ માટે પણ અજ્ઞાનાદિવિશેષ માન્યા વિના ચાલે એવું નથી.
વસ્તુતઃ કાર્યનો સ્વભાવવિશેષ માને તો કારણનો સ્વભાવવિશેષ પણ તેના પ્રયોજક તરીકે માનવો જ જોઈએ. અન્યથા એ પ્રમાણે ન માને તો હેલ્વન્તરનું સમવધાન પણ કશું જ નહીં કરે. આશય એ છે કે એક જ કારણ કારણાંતરના સમવધાનમાં ભિન્ન ભિન્ન સ્વભાવે તે તે કાર્યની પ્રત્યે કારણ બને છે. કારણનો સ્વભાવ એક જ હોય તો કારણાંતરના સમવધાનમાં પણ તે બીજું કાર્ય નહીં કરે.. ઇત્યાદિ અન્યત્ર વિચિત છે. જિજ્ઞાસુઓએ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ. પ્રકૃતકાર્યાનુકૂલ કારણવિઘટકને પ્રતિબંધક ન માને અને કારણભૂત અભાવ જેનો (કર્માતરનો) છે તેને પ્રતિબંધક માને તો ઉપર જણાવ્યા મુજબ અજ્ઞાનાદિવિશેષ માનવાની આવશ્યકતા નથી – આ પ્રમાણેના કથનનું નિરાકરણ કરવા વસ્તુતઃ... ઇત્યાદિ ગ્રંથ છે. //૬-૭ી ઉપર જણાવેલાં ત્રણ જ્ઞાનમાંથી જે જ્ઞાનના કારણે સાધુની સમગ્રતા થાય છે તે જણાવાય છે–
योगादेवान्त्यबोधस्य साधुः सामण्यमश्नुते । अन्यथाकर्षगामी स्यात् पतितो वा न संशयः ॥६-८॥
૨૧૪
સાધુસામગ્રય બત્રીશી