Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
જે મળ્યું છે એને સારામાં સારું માનીને ઉપયોગમાં લેવાનું કાર્ય દરરોજ કરીને પરમતૃપ્તિનો અનુભવ આપણે કરતા જ હોઈએ છીએ. ઈન્દ્રાદિદેવો પરમાત્માની પૂજા માટે જેવાં દ્રવ્યો વાપરે છે; એવાં દ્રવ્યોના અભાવે મનથી જ એ દ્રવ્યની કલ્પના કરીને ઉપલભ્ય ઉત્તમોત્તમ દ્રવ્યોથી છેલ્લી નિર્વાણપ્રસાધની પૂજા કરાય છે. નવમા ષોડશકની બારમી ગાથાના પૂર્વાદ્ધમાં જણાવ્યું છે કે ત્રણ લોકમાં જે સુંદર છે તેવાં પુષ્પાદિને તેઓ મનથી પ્રાપ્ત કરે છે.. ઇત્યાદિ બરાબર સમજી લેવું. //પ-૨૬
પૂજા કરવા માટે સ્નાન વગેરે કરવું પડતું હોવાથી છકાય જીવોના વધનો પ્રસંગ આવે છે તેથી તે પૂજા યુક્ત નથી. આ પ્રમાણેની શંકાનું નિરાકરણ કરાય છે–
न च स्नानादिना कायवधादत्रास्ति दुष्टता । दोषादधिकभावस्य तत्रानुभविकत्वतः ॥५-२७॥
न चेति- न चात्र पूजाविधौ । कायवधाज्जलवनस्पत्यादिविराधनात् सानादिना दुष्टताऽस्ति । दोषात् कायवधदोषाद् । अधिकभावस्य सानादिजनिताधिकशुभाध्यवसायस्य । अनुभविकत्वतोऽनुभवसिद्धत्वात् । तदिदमुक्तं-“सानादौ कायवधो न चोपकारो जिनस्य कश्चिदपि । कृतकृत्यश्च स भगवान् व्यर्था पूजेति मुग्धमतिः ॥१॥ कूपोदाहरणादिह कायवधोऽपि गुणवान् मतो गुणिनाम् (गृहिणः) । मन्त्रादेरिव च ततस्तदनुपकारेऽपि फलभावः ।।२।। कृतकृत्यत्वादेव च तत्पूजा फलवती गुणोत्कर्षात् । तस्मादव्यर्थेषारम्भवतोऽन्यत्र विमलधियः ॥३॥" ॥५-२७॥
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે, અહીં પૂજા કરવામાં સ્નાનાદિના કારણે અપૂકાય અને વનસ્પતિકાય વગેરેની વિરાધના થતી હોવાથી પૂજામાં દોષ છે - આ પ્રમાણે નહિ કહેવું જોઇએ. કારણ કે એ કાયવધસ્વરૂપ દોષ કરતાં પણ સ્નાન પૂજા વગેરેના કારણે ઉત્પન્ન થનારો શુભભાવ અધિક છે – એ અનુભવસિદ્ધ છે અર્થાત્ દોષ કરતાં પણ ગુણની પ્રાપ્તિ અધિક છે. શ્રી ષોડશકપ્રકરણમાં આ વસ્તુને જણાવતાં ફરમાવ્યું છે કે – સ્નાનાદિમાં છકાયજીવોનો વધ સ્પષ્ટ છે. તેનાથી શ્રી જિનેશ્વરદેવને કોઈ ઉપકાર નથી. કારણ કે ભગવાન કૃતકૃત્ય છે. તેથી પૂજા વ્યર્થ છે - આ પ્રમાણે મૂઢબુદ્ધિવાળા શંકા કરે છે.
એ શંકાનું સમાધાન કરતાં જણાવ્યું છે કે કૂવાના દષ્ટાંતથી અહીં પૂજાના વિષયમાં થતો કાયવધ પણ ગૃહસ્થો માટે ગુણવાન મનાય છે. મંત્ર વગેરેની જેમ તેના સ્મરણ વગેરેથી તેને (મંત્ર વગેરેને) લાભ ન હોવા છતાં તેના સ્મરણાદિ કરનારાને લાભ થાય છે તેમ પૂજા કરનારાને પણ પૂજા કરવાથી લાભ થાય છે. ભગવાન કૃતકૃત્ય હોવાથી જ તે સ્વરૂપે ગુણોત્કર્ષના કારણે તેઓશ્રીની પૂજા ફળવાળી છે. આથી સિદ્ધ થાય છે કે પોતાના શરીરાદિ માટે આરંભ(હિંસાદિ)ને કરનારા નિર્મળબુદ્ધિવાળા ગૃહસ્થો માટે પૂજા વ્યર્થ(નકામી) નથી.
એક પરિશીલન
૧૯૯