Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
અસત્યામૃષા ભાષા છે. માત્ર ભક્તિથી આ બોલાય છે. જેમના રાગદ્વેષ ક્ષીણ થયા છે એવા શ્રીવીતરાગ પરમાત્મા સમાધિ કે બોધિ વગેરે આપતા નથી. આ રીતે જેનો વિષય સંભવતો નથી; એનું વચન અને ચિંતન ચોથા વચન અને મનના યોગમાં સંગત છે. આથી સ્પષ્ટ છે કે બોધ્યાદિની પ્રાર્થનાની જેમ અસંભવી - વિષયવાળું કુશલચિત્ત સરાગદશામાં સારું પણ છે.
યદ્યપિ ચતુર્થ અસત્યામૃષા વચનયોગ અને મનોયોગ ભગવાનમાં પણ સંભવે છે. તેથી તેઓશ્રીને પણ કુશલચિત્ત ઘટી શકે છે; પરંતુ ઉપર જણાવ્યા મુજબનું; રાગાદિ વિકલ્પના કારણે ઉત્પન્ન ભક્તિભાવને લઇને જે ચતુર્થભંગ(અસત્યામૃષા)વર્તિ કુશલચિત્ત છે, તે શ્રી વીતરાગપરમાત્મામાં હોતું નથી. દેશનાના વચનયોગ માટે અને અનુત્તરવિમાનના દેવોના સંશયના નિરાકરણ માટે ગ્રહણ કરેલાં, ભાષાવર્ગણાનાં અને મનોવર્ગણાનાં પુદ્ગલોને આશ્રયીને શ્રીવીતરાગપરમાત્માને ચોથા વચનયોગ અને મનોયોગનો સંભવ માન્યો છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. II૪-૨૫
यद्यपि व्याघ्रादेः स्वकीयमांसदानादावतिकुशलं चित्तं बुद्धस्येष्यते, न चैतदर्हत इति नात्र महत्त्वमित्याशङ्क्यते तदप्यसङ्गतं, तच्चित्तस्यैवानतिकुशलत्वेन मोहानुगतत्वाविशेषादित्यभिप्रायवानाह—
યદ્યપિ વાઘ વગેરેને પોતાનું માંસ આપવા વગેરેના કારણે બુદ્ધનું ચિત્ત અત્યંત કુશલ મનાય છે. પરંતુ શ્રી અરિહંત પરમાત્માનું એવું ચિત્ત ન હતું. તેથી તેમનામાં મહત્ત્વ નથી - આવી શંકા કરાય છે; પણ તે અસંગત છે. કારણ કે ઉપર જણાવ્યા મુજબ આ પણ ચિત્ત મોહાનુગત હોવાથી અતિકુશલ નથી. આવા આશયથી જણાવાય છે—
सत्त्वधीरप या स्वस्योपकारादपकारिणि । सात्मंभरित्वपिशुना परापायानपेक्षिणी ।।४-२६।।
सत्त्वधीरिति-यापि बुद्धस्यापकारिणि स्वमांसभक्षकव्याघ्रादौ । स्वस्योपकारात् कर्मकक्षकर्त्तनसाहाय्यककरणलक्षणात् । सत्त्वधीः, सा । आत्मानमेव न परं बिभर्ति पुष्णातीत्यात्मम्भरिस्तत्त्वं पिशुनयति सूचयतीत्यात्मम्भरित्वपिशुना । परेषां स्वमांसभक्षकव्याघ्रादीनामपायान् दुर्गतिगमनादीन्नापेक्षत इत्येवंशीला । तथा चात्रात्मम्भरित्वं परापायानपेक्षत्वं च महद्दूषणमिति भावः । तदुक्तम्–“अपकारिणि सद्बुद्धिर्विशिष्टार्थप्रसाधनाद् । आत्मम्भरित्वपिशुना परापायानपेक्षिणी ।। १ ।।४ - २६।।
“અપકારી એવા વાઘ આદિમાં પોતાના ઉપકારના કારણે બુદ્ધને જે સત્ત્વબુદ્ધિ હતી, તે બુદ્ધના આત્મભરિત્વની ચાડી ખાનારી અને બીજાને થનારા અપાયની અપેક્ષા(વિચારણા)ને નહિ રાખનારી હતી.” – આ પ્રમાણે છવ્વીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે બુદ્ધને; પોતાનું માંસ ખાનાર વાઘ વગેરે અપકારીને વિશે; પોતાના કર્મસ્વરૂપ વનને છેદી નાખવામાં તે સાહાય્ય કરતા હોવાથી જે સત્ત્વ(સારા ઉપકારીપણાની)બુદ્ધિ છે; તે આત્માને-પોતાને-જ
જિનમહત્ત્વ બત્રીશી
૧૬૦