Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
તે બરાબર નથી. કારણ કે પોતાના ઇષ્ટફળની પ્રાપ્તિ પૂર્વે, જ્ઞાયક શ્રી સિદ્ધભગવંતોના દ્રવ્યશરીરને ઇન્દ્રાદિદેવતાઓએ પણ જલાભિષેકાદિ કાર્ય કર્યું છે. કહેવાનો આશય એ છે કે શ્રી તીર્થંકરપરમાત્માના નિર્વાણ વખતે પૂ. ગણધરભગવંતાદિ મહાત્માઓ પણ શ્રી સિદ્ધપદને તેમ જ સદ્ગતિને પ્રાપ્ત કરે છે. કાળધર્મ પામતાં પૂર્વેના તેમના શરીરને જ્ઞાયકસિદ્ધ દ્રવ્યશરીર કહેવાય છે. તે સિદ્ધદ્રવ્યાવસ્થામાં તેઓશ્રી જલાભિષેકાદિથી રહિત હતા તોપણ દેવતાઓએ તે શરીરને જલાભિષેકાદિ કર્યા છે. વિવેકસંપન્ન દેવતાઓ પણ જો તે કાર્ય કરે છે; તો સર્વસાવદ્યયોગમાં પ્રવર્તનારા ગૃહસ્થો તે ન કરે તો તેમના માટે તે અનિષ્ટની આપત્તિનું કારણ બનશે. આ રીતે બીજાની શંકાનો પરિહાર થાય છે.
અહીં યાદ રાખવું જોઈએ કે શંકાકાર સ્થાપનાનો નિષેધ કરતા નથી. માત્ર જલાભિષેકાદિનો નિષેધ કરે છે. તેથી ઉપર જણાવ્યા મુજબ તેમની શંકાનો પરિહાર કર્યો છે. હવે તમ્મતિથીપનાત્વે ઈત્યાદિ ગ્રંથથી એ જણાવાય છે કે સ્થાપનાને કર્યા પછી જલાભિષેકાદિ પણ તારે માનવા પડશે. તવામિમત અહીંના તવ નો અન્વય સિચ્ચે ની સાથે કરવો. આથી ગ્રંથાશય સમજી શકાશે કે સ્થાપનામાં સિદ્ધાવસ્થાપૂર્વેની જન્મ, દીક્ષા અને અનશનાદિ અવસ્થાવિશેષની કલ્પનાએ થતી ભાવવૃદ્ધિના કારણે જલાભિષેકાદિ કરાય છે. અન્યથા શંકાકાર એ ન માને તો સ્થાપના અશ્લીલ (નગ્નતાદિસૂચક) માનવી પડશે. આથી સ્પષ્ટ છે કે શંકાના કારણે જે વ્યભિચાર (વ્યર્થત્વ) જણાતો હતો તે નહિ જણાય... આ રીતે પર: પ્રદ. મારિત્વનું આ ગ્રંથનો યથાશ્રુતાર્થ મને જે જણાયો તે જણાવ્યો છે. ટ્વિશિિા મા.” (પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ-ધોળકા) આ પુસ્તકના પે.નં. ૧૪૭-૧૪૮-૧૪૯-૧૫૦ માં એ વિષયમાં જે જણાવ્યું છે તેનો પણ વિચાર કરવો. પ-૨ની ઉપર જણાવ્યા મુજબ પ્રતિષ્ઠાનું કાર્ય પૂર્ણ થયા પછી જે કરવાનું છે તે જણાવાય છે–
पूजा प्रतिष्ठितस्येत्थं बिम्बस्य क्रियतेऽर्हतः ।
भक्त्या विलेपनस्नानपुष्पधूपादिभिः शुभैः ॥५-२१॥ પૂતિ–વ્યm: II-૨છા.
“આ પ્રમાણે વિધિપૂર્વક પ્રતિષ્ઠિત થયેલા શ્રી અરિહંત પરમાત્માના પરમતારકબિંબની શુભ એવાં વિલેપન, સ્નાન, પુષ્ય અને ધૂપ વગેરે દ્રવ્યોથી ભક્તિપૂર્વક પૂજા કરાય છે.” - એકવીસમા શ્લોકનો એ અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. પ્રતિમાની પૂજા કરતી વખતે સુગંધી એવા જળથી સ્નાત્ર કરવું. સુગંધી ચંદન, કંકુ વગેરેથી વિલેપન કરવું. સુગંધી અને ઉત્તમ જાતિનાં પુષ્પો ચઢાવવાં, સુગંધી ધૂપ અને બીજાં એ જાતિનાં સુગંધી દ્રવ્યોના ઉપયોગથી પૂજા કરતી વખતે વાતાવરણ સુવાસિત કરવું. સ્વ-પરના મનને હરી લે – એ રીતે પોતાની સંપત્તિને
૧૯૨
ભક્તિ બત્રીશી