Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
(૮) ઉપયોગપ્રધાન.
(૯) વિવિધ અર્થને જણાવનારાં.
(૧૦) અસ્ખલિતાદિ ગુણોવાળાં અને
(૧૧) મહાબુદ્ધિમાનોએ રચેલાં સ્તોત્રથી પૂજા કરવી જોઇએ.
ઉત્તમોત્તમ દ્રવ્યોથી જેમ દ્રવ્યપૂજા કરવાની છે તેમ સ્તોત્રપૂજા પણ ઉત્તમોત્તમ સ્તોત્રથી ક૨વાની છે. ઉપર જણાવેલી અગિયાર વિશેષતાથી વિશિષ્ટ સ્તોત્રથી સ્તોત્રપૂજા કરવાનું સદ્ભાગ્ય મળે તો ખરેખર જ આનંદની અવિધ ન રહે. આજે રચાતાં સ્તોત્રોમાં એવી વિશેષતા પ્રાયઃ જોવા મળે નહિ. ઉપર જણાવ્યા મુજબનાં સ્તોત્રો બધા જ રચી શકે એવું ન જ બને. પરંતુ પૂર્વના આચાર્યભગવંતાદિ મહાબુદ્ધિમાન મહાત્માઓએ રચેલાં સ્તોત્રોથી સ્તોત્રપૂજા કરવાનું સદ્ભાગ્ય મળ્યું હોય ત્યારે; આપણે નવાં સ્તોત્રો બનાવીને પૂજા કરવાની ખરેખર જ આવશ્યકતા નથી. એક તો ભાવ આવે નહિ અને કદાચ આવે તો શબ્દથી એ વર્ણવતાં ફાવે નહિ. આવી સ્થિતિમાં ભાવાવવાહી વિશિષ્ટ સ્તોત્રોની રચનાથી મહાત્માઓએ આપણી ઉપર ખૂબ જ અનુગ્રહ કર્યો છે. એ અનુગ્રહને ઝીલીને ઉપર જણાવ્યા મુજબનાં ઉત્તમોત્તમ સ્તોત્રોથી સ્તોત્રપૂજા કરવી જોઇએ... એ પરમાર્થ છે. II૫-૨૪॥
પ્રકારાંતરે પૂજાના ત્રણ પ્રકાર જણાવાય છે—
अन्ये त्वाहुस्त्रिधा योगसारा सा शुद्धिचित्ततः (वित्तशुद्धितः) । अतिचारोज्झिता विघ्नशमाभ्युदयमोक्षदा ।।५-२५ ।।
अन्ये त्विति - अन्ये त्वाचार्याः प्राहुः सा पूजा । योगसारा त्रिधा काययोगप्रधाना वाग्योग प्रधाना मनोयोगप्रधाना च । शुद्धिचित्ततः (वित्तशुद्धितः) कायादिदोषपरिहाराभिप्रायादतिचारोज्झिता शुद्ध्यतिचारविकला यथाक्रमं विघ्नशमदा अभ्युदयदा मोक्षदा च । तदुक्तं षोडशके - " कायादियोगसारा त्रिविधा तच्छुक्युपात्तवित्तेन । या तदतिचाररहिता सा परमान्येति समयविदः || १ || विघ्नोपशमन्याद्या गीताSभ्युदयप्रसाधनी चान्या । निर्वाणसाधनीति च फलदा तु यथार्थसंज्ञाभिः |२| ||५-२५ ।।
“બીજા આચાર્યભગવંતો કહે છે કે યોગ જેમાં સાર-પ્રધાનભૂત છે એવી મનોયોગસારા, વચનયોગસારા અને કાયયોગસારા : આ ત્રણ પ્રકારે પૂજા ત્રણ પ્રકારની છે. શુદ્ધિથી યુક્ત ચિત્તને આશ્રયીને અતિચારથી રહિત એવી એ પૂજા અનુક્રમે વિઘ્નના શમને આપનારી, અભ્યુદયને આપનારી અને મોક્ષને આપનારી બને છે.” – આ પ્રમાણે ઉપર જણાવેલા પચીશમા શ્લોકનો અર્થ છે.
એનો આશય સ્પષ્ટ છે કે પૂજા કરતી વખતે મન, વચન અને કાયાનો પરિશુદ્ધ ઉપયોગ હોવો જોઇએ. પૂજા માટે જે રીતે મનની એકાગ્રતા કેળવવાની છે, સૂત્ર, સ્તુતિ વગેરે જે રીતે બોલવાનાં છે અને કાયાને જે રીતે વંદનાદિમાં પ્રવર્તાવવાની છે, તે રીતે ચોક્કસપણે ઉપયોગ
ભક્તિ બત્રીશી
૧૯૬