Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
અનુસારે ઉદારતાપૂર્વક ત્રિકાળ પૂજન કરવું. શાસ્ત્રમાં જણાવેલ તે તે કાળે અથવા પોતાની આજીવિકાને હાનિ ન પહોંચે તે કાળે પૂજન કરવું.
તેમ જ “જેઓએ પોતાની ઉપર ઉપકાર કર્યો નથી; એવા પણ પરજનોના હિતમાં તત્પર; મોક્ષને આપનારા તથા દેવેન્દ્રોથી પૂજાયેલા ભગવાન હિતના અર્થીઓ માટે પૂજય છે.”... આવી ભક્તિભાવનાથી શ્રી અરિહંત પરમાત્માની પૂજા કરવી જોઇએ. આવી પૂજાને પૂજા કહેવાય. વર્તમાનમાં આવું ઓછું જોવા મળે. શાસ્ત્રોક્ત વિધિનું પાલન; ઉદારતાપૂર્વક શુદ્ધ દ્રવ્યોનો ઉપયોગ; કાલાદિનું નૈયત્ય અને ઉપર જણાવેલો ભક્તિભાવ વગેરેથી કરાતી પૂજા વિવલિત ફળને આપનારી છે. શાસ્ત્રવિહિત પણ અનુષ્ઠાન વિધિના પાલનાદિ વિના તારક બનતું નથી. અનુષ્ઠાન કરવા છતાં તેનું વિવલિત ફળ ન મળે તો તે અનુષ્ઠાન સુધારવું જ જોઈએ. - એટલો ખ્યાલ અનુષ્ઠાનના કરનારાને હોવો જોઇએ. પ-૨૧ હવે પૂજાના પ્રકાર જણાવાય છે–
सा च पञ्चोपचारा स्यात् काचिदष्टोपचारिका ।
अपि सर्वोपचारा च निजसम्पद्विशेषतः ॥५-२२॥ सा चेति-पञ्चोपचारा जानुकरद्वयोत्तमाङ्गः, उपचारयुक्तागमप्रसिद्धैः पञ्चभिर्विनयस्थानैर्वा । अष्टोपचारिका अष्टभिरङ्गरुपचारो यस्यां भवति, तानि चामूनि-“सीसमुरोअरपिट्ठी दो बाहू उस्कआ य अटुंगा” । सर्वोपचारापि च देवेन्द्रयायेन । निजसम्पद्विशेषतः सर्वबलविभूत्यादिना ॥५-२२॥
“તે પૂજા ત્રણ પ્રકારની છે. પચ્ચોપચાર, અપચારા અને પોતાની સંપત્તિવિશેષને આશ્રયીને સર્વોપચારા” - આ પ્રમાણે બાવીશમી ગાથાનો અર્થ સુગમ છે. કહેવાનો ભાવ એ છે કે બે જાનુ (ઢીંચણ), બે હાથ અને મસ્તક – એ મળીને પાંચ અંગોથી વિનયઉપચાર કરવા વડે પચ્ચોપચારા' પૂજા થાય છે તેમ જ આગમમાં પ્રસિદ્ધ એવાં પાંચ વિનયના સ્થાનના આસેવનથી પણ પોપચારા' પૂજા થાય છે. સચિત્ત પુષ્પમાલાદિનો ત્યાગ કરવો; અચિત્ત હાર વગેરેનો ત્યાગ ન કરવો; ખેસ ધારણ કરવો; પ્રતિમાજીનાં દર્શન થતાંની સાથે અંજલિ કરવી અને મનની એકાગ્રતા કરવી – આ પાંચ પ્રકારના વિનયના ઉપચારથી પૂજાને પચ્ચોપચારા પૂજા કહેવાય છે.
અષ્ટોપચારા પૂજા આઠ અંગના ઉપચારથી કરાય છે. મસ્તક, છાતી, પેટ, પીઠ, બે હાથ અને બે સાથળ - આ આઠ અંગોથી જે દંડવત પ્રણામ કરાય છે, તેને “અષ્ટોપચારા' પૂજા કહેવાય છે અને ત્રીજી પૂજામાં ઇન્દ્રાદિદેવોની જેમ પોતાની સંપત્તિને અનુરૂપ સર્વ બલ (ચતુરંગસેના સર્વવાહનાદિ); સર્વપરિવાર, સર્વસંપત્તિ, સર્વ અલંકાર અને સર્વ આદર વડે પરમાત્માની પૂજા-ભક્તિ કરાય છે, તેને “સર્વોપચારા પૂજા કહેવાય છે. સવ્વલi. ઇત્યાદિ
એક પરિશીલન
૧૯૩