Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પાડોશી વગેરેને ખેદ ન થાય એવી જગ્યામાં શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરવાનું પ્રયોજન જણાવાય છે–
अप्रीति नैव कस्यापि कार्या धर्माद्यतेन वै ।
इत्थं शुभानुबन्धः स्यादत्रोदाहरणं प्रभुः ॥५-४॥ अप्रीतिरिति-धर्मोद्यतस्य परपीडापरिहारप्रयत्नातिशयो मुख्यमङ्गं । यथा तापसाप्रीतिपरिहारार्थं भगवतो वर्षास्वपि गमनमिति भावः ।।५-४॥
“ધર્મ કરવામાં પ્રયત્નશીલ આત્માએ કોઈને પણ અપ્રીતિ થાય એવું ન કરવું. આમ કરવાથી શુભ અનુબંધની પ્રાપ્તિ થાય છે. આ વિષયમાં ભગવાન ઉદાહરણ છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ધર્મ કરવા માટે પ્રયત્નશીલ બનેલા આત્માએ બીજાને કોઇ પણ જાતની પીડા ન થાય એ માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. બીજાને પીડા ન થાય એ માટે કરાતો પ્રયત્નાતિશય; ધર્મકર્તાને ધર્મની સિદ્ધિનું મુખ્ય અંગ બને છે. આ વિષયમાં ભગવાન શ્રી મહાવીર દષ્ટાંત સ્વરૂપ છે. ભગવાન શ્રી મહાવીરપરમાત્મા એકવાર વર્ષાઋતુમાં ચાતુર્માસ માટે તાપસના આશ્રમમાં રહ્યા હતા. એ આશ્રમના સ્વામીએ એક ઘાસની કુટિર, ભગવાનને રહેવા માટે આપી હતી. બહાર ઘાસ ન મળવાથી ગાયો એ કુટિરનું ઘાસ, રોકટોક વિના ખાતી હતી. તે વખતે આશ્રમના સ્વામી કુલપતિએ ભગવાનને પોતાની કુટિરની રક્ષા કરવા જણાવ્યું. આ પ્રમાણે પોતાના રહેવાથી તાપસને અપ્રીતિ થાય છે - એમ જાણીને તાપસની અપ્રીતિના પરિહાર માટે વર્ષાઋતુમાં પણ ભગવાન અન્યત્ર વિહાર કરી ગયા. આવી જ રીતે ધર્મની આરાધનામાં તત્પર બનેલા બીજા આત્માઓએ પણ પરની પીડાના પરિહાર માટે શક્તિ અનુસાર પૂરતો પ્રયત્ન કરવો જોઈએ.
શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શ્રી જિનાલયના નિર્માણ-કાર્ય જેવા મહત્ત્વના કાર્યમાં ખૂબ જ ઉપયોગ રાખી પ્રયત્નપૂર્વક બીજાને પીડા ન થાય એ રીતે વર્તવું જોઇએ. “ધર્મનું કામ છે; એકાંતે સારું છે; લોકો અજ્ઞાની છે; આપણે તેમને પીડા પહોંચાડવા માટે કરતા નથી; છતાંય એમને પીડા પહોંચતી હોય તો આપણે શું કરીએ? એમ કાંઈ ધર્મનું કામ કરવાનું છોડી દેવાય ?”... ઈત્યાદિ વિચારણા કરી પરપીડાપરિહાર કરવાની ઉપેક્ષા નહિ સેવવી જોઇએ. પૂરતા પ્રમાણમાં ઉદારતા કેળવી લેવાય તો પરની પીડાનો પરિહાર કરવાનું શક્ય છે. ઓછા પૈસે ભવ્યાતિભવ્ય કામ કરવાની વૃત્તિ ઉપર થોડો કાબૂ મૂકી દેવાથી તે તે અનુષ્ઠાનોમાં પરપીડાનું વર્જન કરવાનું શક્ય બને છે. શ્રી વીતરાગપરમાત્માએ એવું તો કોઈ પણ અનુષ્ઠાન કરવાનું ફરમાવ્યું નથી કે જેમાં પરને પીડા પહોંચાડવી પડે. કામ નાનું થાય, બહુ આકર્ષક ન થાય તોપણ
૧૬૮
ભક્તિ બત્રીશી