Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કહેવાય છે. એ સિવાય બીજી કોઈ જ પ્રતિષ્ઠા નથી. આ વિષયમાં અધિક જાણવાની ઇચ્છા હોય તો આઠમા ષોડશકમાં જોવું.
ઉપર જણાવ્યા મુજબ સ્વભાવની સ્થાપનાને જ અહીં મુખ્ય પ્રતિષ્ઠા કહેવાય છે. એનું એ પણ એક કારણ છે કે એવી પ્રતિષ્ઠાથી સ્થાપ્ય એવા શ્રી વીતરાગપરમાત્માની સાથે સમરસાપત્તિ થાય છે. શ્રી વીતરાગપરમાત્માના શુદ્ધ સ્વરૂપ જેવું જ શુદ્ધ સ્વરૂપ જયારે આપણું આવિર્ભત થાય છે ત્યારે આપણને સમરસાપત્તિ પ્રાપ્ત થાય છે. આવી સમરસાપત્તિમાં ઉપર જણાવેલી પ્રતિષ્ઠા કારણ બને છે. તેથી તે મુખ્ય ઉપચાર વિનાની (તાત્ત્વિક) પ્રતિષ્ઠા મનાય છે.
| શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચન સ્વરૂપ અગ્નિની (દાહાનુકૂલ) ક્રિયા વડે જેનો કર્મમલ બળી ગયો છે એવા આત્માને શ્રી વીતરાગપરમાત્માના શુદ્ધ આત્મતત્ત્વ સ્વરૂપ સુવર્ણભાવ-(સિદ્ધકાંચનતા)ની પ્રાપ્તિ થાય છે, જેને સમરસાપત્તિ કહેવાય છે. આત્માનું આ રીતે પરમાત્મભાવમાં પ્રતિસ્થાપન થવાથી પરમપ્રતિષ્ઠા સ્વરૂપ સમરસાપત્તિ છે અને તેનો હેતુ ઉપર જણાવ્યા મુજબની સ્વમાં સ્વભાવની સ્થાપના સ્વરૂપ મુખ્ય પ્રતિષ્ઠા છે. આ વાતને સ્પષ્ટ કરતાં શ્રી ષોડશકપ્રકરણમાં ફરમાવ્યું છે કે - “જેથી પોતાના આત્મામાં પરમાત્માનું સ્થાપન કરવું - એ પરમ સમરસાપત્તિનું કારણ છે; બાહ્ય બિંબની સાથે પણ એ રીતે ઉપચારથી પરમાત્માનું સ્થાપન કરવું – એ પરમ સમરસાપત્તિનું કારણ બને છે. તેથી આ રીતે પોતાના આત્મામાં જ કરાતી નિજભાવની પ્રતિષ્ઠા મુખ્ય-તાત્ત્વિક જાણવી.” (૮-૫) “તે ભાવસ્વરૂપ રસેન્દ્રથી પુણ્યાનુબંધી. પુણ્યસંપત્તિ(મહોદય)નો લાભ થવાથી કાલાંતરે જીવસ્વરૂપ તાંબું; પ્રકૃષ્ટ અને અપ્રતિહત એવા સિદ્ધભાવ સ્વરૂપ સુવર્ણપણાને પ્રાપ્ત કરે છે.” (૮-૮) “વચન એટલે આગમ(શાસ્ત્ર); એ વચનસ્વરૂપ અગ્નિના પ્રયોગથી કર્મસ્વરૂપ ઇંધનનો દાહ થવાથી જે કારણે આ સિદ્ધકાંચનતા થાય છે; તેથી અહીં ભાવવિધિમાં શાસ્ત્ર મુજબ કરાયેલી પ્રતિષ્ઠા પણ સફળ છે.” (૮-૯).
ઉપર જણાવ્યા મુજબ સ્વમાં સ્વભાવની જ પ્રતિષ્ઠા ગણાતી હોય તો તે પ્રતિષ્ઠા કરાવનારમાં જ હોવાથી “આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે..” ઇત્યાદિ વ્યવહાર કઈ રીતે સંગત થશે અને તે પ્રતિમા પૂજાદિ ફળની પ્રત્યે પ્રયોજક કઈ રીતે બનશે? કારણ કે અહીં પ્રતિષ્ઠા, આત્મામાં આત્મસ્વભાવની જ થઈ છે. પ્રતિમાજીની પ્રતિષ્ઠા થઈ નથી – આવી શંકાનું સમાધાન કરવા માટે “વારા વદિ પુનઃ' આવો પાઠ અઢારમા શ્લોકમાં છે. એનો આશય એ છે કે બહાર પ્રતિમાજીમાં પણ ઉપચારથી આ પ્રતિષ્ઠા કરાય છે. શ્રી ષોડશક પ્રકરણમાં આઠમા ષોડશકની ચોથી ગાથાની વૃત્તિમાં જણાવ્યું છે કે – બાહ્ય શ્રી જિનબિંબની જે પ્રતિષ્ઠા છે તે બહાર, પોતાના ભાવના ઉપચાર દ્વારા બીજાઓ માટે પૂજયતાનું સ્થાન બને છે. “પ્રતિષ્ઠા કરાવનારે જે મુખ્યદેવતાને ઉદ્દેશ્ય બનાવીને પોતાના આત્મામાં પોતાના ભાવની પ્રતિષ્ઠા કરી હતી તે જ આ મુખ્યદેવતા - શ્રી વીતરાગપરમાત્મા છે.” આવો ઉપચાર બહાર પ્રતિમામાં ભક્તિથી યુક્ત એવા ૧૮૪
ભક્તિ બત્રીશી