Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પરમતારક શ્રી જિનમંદિર બંધાવનારાએ પોતાના પૂ. પિતાશ્રી તેમ જ પૂ. પિતામહ વગેરે ગુરુ(વડીલ)જનોની અનુમતિપૂર્વક જ કાર્ય કરવું જોઈએ. “મારા પૈસા છે. હું કમાઉં છું. મારી ઇચ્છા અને શક્તિ મુજબ હું ગમે ત્યાં પૈસા વાપરું એમાં ગુરુજનોની અનુમતિ શા માટે લેવી?”... ઈત્યાદિનો વિચાર કર્યા વિના આવું સુંદર લોકોત્તર કાર્ય પણ ગુરુજનોની અનુમતિપૂર્વક જ કરવું જોઇએ. અન્યથા સ્વચ્છંદપણે કરેલું કાર્ય લોકોત્તર ફળને આપનારું નહિ બને. શ્રી વીતરાગપરમાત્માનું શાસન આજ્ઞાપ્રધાન છે. સ્વચ્છંદપણે કરાતા અનુષ્ઠાનમાં એનો જ ઉચ્છેદ થાય તો તે અનુષ્ઠાન ધર્મસ્વરૂપે કઈ રીતે પરિણમશે? ગૃહસ્થપણાના સ્વચ્છંદતાના સંસ્કાર આગળ જતા સર્વવિરતિની આરાધનામાં અવરોધ કરનારા બને છે. તેથી મુમુક્ષુ જનોએ ગૃહસ્થપણાથી જ સ્વછંદતાનો ત્યાગ કરવા માટે પૂ. ગુરુજનોની આજ્ઞા પ્રમાણે જ કાર્ય કરવાનો આગ્રહ સેવવો જોઈએ. પ-રા શ્રી જિનાલયસંબંધી વિધિમાં શ્રી જિનાલય માટે જે ભૂમિ લેવી જોઇએ તે જણાવાય છે–
तत्र शुद्धां महीमादी गृह्णीयाच्छास्त्रनीतितः ।
परोपतापरहितां भविष्यद्भद्रसन्ततिम् ॥५-३॥ ___ तत्रेति-तत्र जिनभवनकारणे प्रक्रान्ते । शास्त्रनीतितो वास्तुविद्याधर्मशास्त्रोक्तन्यायानतिक्रमण | પરોપતા: પ્રતિષિાવિહેવા I/-રૂા.
શ્લોકાર્થ સ્પષ્ટ છે કે શ્રી જિનાલયના નિર્માણ માટે સૌથી પ્રથમ એવી ભૂમિ લેવી જોઇએ કે જે વાસ્તુશાસ્ત્ર કે ધર્મશાસ્ત્રમાં જણાવ્યા મુજબની હોય. વાસ્તુવિદ્યા વગેરે શાસ્ત્રોમાં જેનો નિષેધ કરાયો હોય તે જગ્યામાં શ્રી જિનાલય બંધાવવાનું ઉચિત નથી. આ રીતે શાસ્ત્રનીતિથી ગ્રહણ કરાયેલી ભૂમિ પણ; આજુબાજુમાં રહેતા એવા લોકોના ખેદનું નિમિત્ત ના બને એનું ધ્યાન રાખવું જોઇએ અને ભવિષ્યમાં એ ભૂમિ કલ્યાણોની પરંપરાને સર્જનારી બનવી જોઈએ.
કહેવાનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રીય નીતિ મુજબ શુદ્ધ પૃથ્વી ઉપર નિર્માણ કરાયેલું શ્રી જિનમંદિર સ્થિર અને પવિત્ર બને છે. તેની પાસે રહેનારા પાડોશી તેમ જ તે જગ્યાના માલિક વગેરે સંબંધિત જનોને કોઈ પણ જાતનો ખેદ ન રહે એ રીતે જગ્યા મેળવવી જોઇએ. અન્યથા શ્રી જિનમંદિરની સુરક્ષામાં અનેક મુશ્કેલીઓનો સંભવ રહેશે. તેમ જ ભવિષ્યમાં કલ્યાણની પરંપરાનું કારણ બની શકે એવી લક્ષણવતી ભૂમિ લેવી. અન્યથા ઉત્તરોત્તર સાનુબંધ કલ્યાણનો અવરોધ પ્રાપ્ત થશે. એકાંતે કલ્યાણને કરનારું કાર્ય પણ જેમ-તેમ તો ન જ કરાય ને? આથી સમજી શકાય છે કે કલ્યાણના અર્થી જનોએ શાસ્ત્રનીતિને અનુસરી શુદ્ધ વગેરે ભૂમિમાં જ શ્રી જિનમંદિરનું નિર્માપન કરવું જોઈએ. અન્યથા તે વિવક્ષિત ફળને પ્રાપ્ત કરાવનારું નહિ બને. પ-all
એક પરિશીલન
૧૬૭