Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
અન્ય (ગૃહાદિસંબંધી) આરંભના પરિત્યાગથી જલાદિની યતનાવંતે શ્રી જિનાલયના નિર્માણકાર્યના વિષયમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવ પ્રત્યેની ભક્તિથી નિયાણાથી રહિત એવો શુભ આશય કરવો જોઈએ. (અર્થાત્ એવા શુભ આશયથી શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરવું જોઈએ.) - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે શ્રી જિનાલયના નિર્માણકાર્યમાં શુભ આશય કેળવવો જોઈએ. શ્રી તીર્થંકર પરમાત્માની ભક્તિના આશયથી જ એ કાર્ય કરવું જોઈએ. પોતાની કીર્તિ કે ખ્યાતિ વધે... વગેરે કોઈ પણ જાતના આ લોકસંબંધી કે પરલોકસંબંધી ફળની અપેક્ષાથી રહિત બની માત્ર તરવાના આશયથી શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરવું જોઈએ. તેમ જ ગૃહાદિસંબંધી અન્ય આરંભોનો ત્યાગ કરીને જલાદિસંબંધી યતનાપૂર્વક શ્રી જિનમંદિર બંધાવવું જોઇએ. શક્ય પ્રયત્ન જલાદિ જીવોની પીડાનો પરિહાર કરવા સ્વરૂપ યતના છે. શ્રી જિનાલયનું અહીં નિર્માણ કરાય છે તેથી કૃતિનો વિષય મંદિર છે અને તેના વિષય શ્રી વીતરાગપરમાત્મા છે. આ રીતે આલંબનસ્વરૂપ વિષય શુદ્ધ છે. એ વિષયમાં રહેલી વિષયતા આલંબનતા નામવાળી છે. દ્વારા શાત્ર વિધેયઃ આ પ્રમાણે કહેવાથી આલંબનતાગ(નામવાળી)વિષયતાને લઈને શુદ્ધિનું વર્ણન કર્યું છે.
નિલાનો રિનરીતિઃ આ પ્રમાણે કહેવાથી શ્રી જિનાલયની ઉદ્દેશ્યતાને લઈને શુદ્ધિનું વર્ણન કર્યું છે. શ્રી જિનાલયનો ઉદ્દેશ્ય આ લોક કે પરલોકસંબંધી કોઈ પણ જાતનું ફળ નથી. માત્ર પરમાત્માની ભક્તિના ઉદ્દેશથી જ શ્રી જિનાલય બંધાવાય છે. તેથી તે ઉદ્દેશ્યમાં રહેલી ઉદ્દેશ્યતાસ્વરૂપ વિષયતાને આશ્રયીને શુદ્ધિનું વર્ણન કર્યું છે.
શ્રી જિનાલયના નિર્માણકાર્યથી સાધ્ય વિરતિ હોવાથી તેને લઇને ચાર”પરિત્યાMનાવિયતનાવતા – આ પ્રમાણે કહીને સાધ્યત્વાખ્યવિષયતાને આશ્રયીને શુદ્ધિ વર્ણવી છે. આરંભ પરિત્યાગ અને યતના સાધ્ય છે. એમાં રહેલી સાધ્યત્વાખ્યવિષયતાને આશ્રયીને આશયશુદ્ધિ કારમ. ઈત્યાદિથી જણાય છે.
આલંબન, ઉદ્દેશ્ય અને સાધ્ય : આ ત્રણેય શ્રી જિનાલયના નિર્માણકાર્યમાં શુદ્ધ હોવાં જોઈએ. અન્યથા વિવલિત ફળની પ્રાપ્તિ નહિ થાય. આ શ્લોકમાંનું ‘નિલાને પદ ધ્યાનમાં રાખવાની ખૂબ જ આવશ્યકતા છે. પરમતારક શ્રી જિનાલયનું નિર્માણ કાર્ય કરતી વખતે પણ આ લોક કે પરલોકસંબંધી કોઇ પણ ફળની આશંસા જો રાખવાની ન હોય તો શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક ધર્મની આરાધના કરતી વખતે એવી આશંસા કઈ રીતે રાખી શકાય? I૫-૮
આ રીતે આરંભનો ત્યાગ કરવાથી યતનાપૂર્વક પણ શ્રી જિનમંદિરના નિર્માણમાં આરંભ તો થાય છે અને તેથી પાપબંધ પણ થાય છે તો તે વિવક્ષિત ફળનું કારણ કઈ રીતે થાય - આ શંકાનું સમાધાન કરતાં જણાવાય છે–
૧૭૨
ભક્તિ બત્રીશી